ધન્ય છે, ભુજની લેવા પટેલ હોસ્પિટલના રાષ્ટ્રપ્રેમને..! કચ્છના અન્ય આરોગ્યધામ પણ કેમ ન કરે જાહેરાત.?
નફાખોર પ્રાઈવેટ હોસ્પિટલો દેશભકિત દેખાડવામાં કેમ ઢીલીઢફ?
યુદ્ધની સ્થિતીમાં જરૂર પડે તો ભુજ મધ્યેની ટ્રસ્ટની બન્ને હોસ્પિટલમાં દેશના જવાનો તથા આમપ્રજાજનો માટેની તમામ સર્જરી અને સારવાર નિશુલ્ક કરવાની પ્રગટ કરી વિન્રમતા : નોધનીય છે કે, આ એ જ લેવા પટેલ સમાજ છે કે જેની નારીશકિતએ ૧૯૭૧ના યુદ્ધમાં ચાલુ બોમ્બારીંગે રન વે રીપેર કરી અને દેશભકિતની એક અનોખી મિશાલ ઉભી કરી વિરાંગનાનું સારૂ સ્વરૂપ દેખાડયુ હતુ, તો વળી ૧૯૯૯ના કારગીલ યુદ્ધ વખતે પણ સૈનિકોને માટે પાણીની પાઈપલાઈન પાથરવાનું શ્રમ દાન કરીને અન્યોને દિશા દેખાડી હતી
ખાટલે મોટી ખોટ : દેશની સરકાર ઇઝરાયેલી વલણ અપનાવે તેવી અપેક્ષાઓ રાખતા હોયઈએ તો ઈઝરાયેલીની પ્રજા જેવા આપણે પણ રાષ્ટ્રભકત બનવું પડે, શીવા અને રાણા પાડોશીના ઘરે જ હોય તેવા વિચારો ધરાવતા રહીએ તો કંઈ જ નહી થાય..!
યુદ્ધમાં કોઈનું કલ્યાણ નથી, આપણે ઈચ્છીએ કે, યુદ્ધ ન લંબાય પરંતુ આતંકીસ્તાનનો ખાત્મો બોલાવવા સંઘર્ષ લાંબો હાલે, અને તેમાં જો આ રીતની સંસ્થાઓએ સેૅન્ય જવાન, સરકાર, વહીવટીતંત્રને સધીયારો આપ્યો હોય તો પણ તે દેશસેવાથી ઓછું ન આંકી શકાય : કચ્છમાં ઠેર-ઠેર આરોગ્યના નામે કઈક હાટડાઓ ધમધમી રહ્યા છે, છાશવારે કેમ્પો યોજી કચ્છનીપ્રજાના ખીસ્સા પણ ખંખેરતા રહે છે, આવી બની બેઠેલી હોસ્પિટલો કચ્છમા પણ કટોકટીની સર્જાયેલી સ્થિતી વખતે કેવી મદદે આવશે? કેમ તે મામલે ખુલ્લીને આગળ
આવતી નથી દેખાતી? : જાણકારોનો તીખો ટોણો
ગાંધીધામ : રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે હૈ તૈયાર હમ.નો અભિગમ ભુજ માત્ર જ નહી પરંતુ કચ્છભરમાં સુવિખ્યાતી પ્રાપ્ત કે.કે. પટેલ મલ્ટી સ્પેશયાલીટી તથા એમએમપીજે લેવા પટેલ હોસપ્ટલના દ્રષ્ટીઓ દ્વારા વર્તમાન સમયે ભારત-પાકીસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતીએ પહોંચી વળવા માટે સરકારની મદદે આવવા સામે ચાલીને જ જે આહવાન-જાહેરાત કરી મદદની તત્પરતા આવા કપરા સમયમાં દેખાડી છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. વર્તમાન યુદ્ધની સ્થિતીમાં કચ્છમાં કદાચ જવાનોની સ્વાસ્થય સેવાઓ માટે ઈમરજન્સી ઉભી થાય તો શ્રી કચ્છી લેવા પટેલ સમાજ-ભુજ પોતાનું દાયિત્વ નિભાવવા સંપૂર્ણ પણે તત્પર અને સજજ રહેશે. ન માત્ર આટલી પ્રતિબદ્ધતા તેઓએ દર્શાવી છે બલ્કે પાકીસ્તાન સાથેના યુદ્ધની સ્થિતીમાં કચ્છી લેવા પટેલ સમાજની હોસ્પિટલોમાં સૈનીકો અને કચ્છના આમ નાગરીકો માટેની તમામ સર્જરી કે સારવાર નિશુલ્ક કરવાની વિનમ્રતા પ્રગટ કરી છે. ૪૦૦ બેડની સવલતો વાળી આ હોસ્પિટલમાં પ૦ જેટલા બેડ હાલના સમયે રીર્ઝવ રાખવાનો પણ નિર્ણય કરી લેવાયો છે. આ નિર્ણયને આવકારવાની સાથોસાથ જ કચ્છ જિલ્લામાં પાકીસ્તાનને અડીને આવેલી સરહદો વિશાળ રીતે પ્રસરેલી છે. પશ્ચીમ કચ્છમાં આ સંસ્થાએ આગોતરી જાહેરાત કરી તૈયારીઓ પણ દર્શાવી છે ત્યારે પૂર્વ કચ્છમાથી આવી સખાવતી અને સેવાભાવી હોસ્પિટલોએ સરકાર, વહીવટીતંત્ર અને ભારતીય ફોજ અને સેનાના સહારે આવવા માટેની તૈયારીઓ દેખાડવી જોઈએ. પણ અફસોસ કે, હજુ સુધી પૂર્વ્ કચ્છમાંથી આવી કોઈ જ પહેલ થતી જોવાઈ નથી.
પ્રબુદ્ધવર્ગ અહી કહી રહ્યો છે કે, સરહદ પર જઈને જ દુશ્મનના દાંત ખાટા કરીએ તો જ રાષ્ટ્રપ્રેમ દેખાડયો તેમ માની લેવાની કોઈ જરૂર નથી, આપણે જયા બેઠા છીએ, જે ક્ષેત્રમાં છીએ, ત્યાથી પણ ચોકકસ અભિગમ સાથેની કટિબદ્ધતા અને સંકલ્પ સાથે પણ રાષટ્રસેવા કરી જ શકીએ છીઅ. કચ્છમાં પાછલા અમુક સમયમાં હોસ્પિટલાના રીતસરના ઉઘરાણાઓ કરવા, નફાખોરી કરવાના હાટડાઓ જ ચાલી રહ્યા છે. કચ્છમાથી કેટકેટલુ કમાઈને બેઠેલી આવી ખાનગી કે પછી અન્ય સેવાભાવી સંસ્થાઓ હજુ સુધી કેમ લેવા પટેલની બન્ને હોસ્પિટલોએ કરેલી પહેલને અનુસરતી નથી દેખાતી? પાછલા અમુક સમયથી તો ગુજરાતભરમાં તબીબો અનહોસ્પીટલોના નામે કેવા કેવા તાયફા તરકટો થતા રહ્યા છે તે તો સરકારીચોપડે પણ કેસો નોધાઈ જ ચૂકયા છે, આવામાં અત્યાર સુધી તો હોસ્પિટલોના નામે જે લુંટફાંટ કરી હોય તે પરંતુ હાલમાં તો સાચી દેશસેવા કરવાની તક મળી છે. કચ્છ આખાયમાં મુખ્ય શહેરોમાં કઈક મોટી હોસ્પિટલો છે, સેવાભાવી સંસ્થા સંચાલિત હોસ્પિટલો પણ છે, તે સૌએ સામેથી આગળ આવવુ જોઈએ અને તેઓ કટોકટી સર્જાય તો શું મદદરૂપ થઈ શકે છે તેનો રૂપરેખા ભયો ચાર્ટ વહીવટીતંત્રને સોપી દેવો જોઈએ. પરંતુ નાલેશીપૂર્વક કહેવુ પડે કે, એક માત્ર શ્રી લેવા પટેલ ટ્રસ્ટની બે હોસ્પિટલો સિવાય અહી કોઈ જ અન્ય આરોગ્યધામોએ ખુલ્લીને આવી વ્યવસ્થાઓમાં તંત્રની મદદે આવવા તાલાવેલી દેખાડી નથી?

Comments