Trending News
સ્થાનિક સમાચાર

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા : વિદેશ સચિવ વિક્રમ મિસરી 

10 May



પાકિસ્તાન તરફથી સીઝફાયરની દરખાસ્ત આવી : પાકિસ્તાને ભારતની શરતોને આધીન સીઝફાયરની સહમતી દર્શાવી : ભારત સરકારની કુટનીતિની મોટી જીત


ભુજ : ભારતના વિદેશ મંંત્રાલયની આજે સાંજે મળેલી પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસરીએ બન્ને પક્ષો યુદ્ધ વિરામ માટે રાજી થયા હોવાની માહિતી આપી હતી અને આની અમલવારી આજે સાંજે પ વાગ્યાથી કરવામાં આવી હતી. ભારત - પાકિસ્તાન ડીજીએમઓ દ્વારા તા.૧ર-પના બીજી બેઠક કરશે તેવી માહિતી પણ અપાઈ હતી. પાકિસ્તાને ભારતની શરતોને આધીન સીઝફાયરની સહમતિ દર્શાવી હતી. સીઝફાયર માટે ડીજીએમઓ પાકિસ્તાન તરફથી આ પહેલ કરાઈ હતી. તેમાં સૈન્ય કાર્યવાહી અને ગોલાબારી રોકવાની વાતચીત થઈ હતી. વિદેશ મંત્રાલયે આને ભારત સરકારની કુટનીતિની મોટી જીત ગણાવી હતી. પત્રકાર પરિષદમાં કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિસરી હાજર હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં છે. વિક્રમ મિસરીએ કહ્યું કે બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર છે. ૫ વાગ્યાથી જમીન, આકાશમાં અને યુદ્ધમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યું છે. ડીજીએમઓ ૧૨મી તારીખે બપોરે ૧૨ વાગ્યે વાટાઘાટો કરશે. આ પહેલા, ભારત અને પાકિસ્તાન એકબીજા સામે લશ્કરી કાર્યવાહી કરી રહ્યા હતા. વિદેશ અને સંરક્ષણ મંત્રાલયે શનિવારે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે વર્તમાન 
પરિસ્થિતિ વિશે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આજે સવારે કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર, પંજાબના પઠાણકોટ, આદમપુર અને ગુજરાતના ભૂજ એરબેઝ પર હાઇ-સ્પીડ મિસાઇલોથી હુમલો કર્યો, જેનાથી અમને નુકસાન થયું. પાકિસ્તાને હોસ્પિટલો અને શાળાઓને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. બ્રહ્મોસ સુવિધાનો નાશ કરવાનો પાકિસ્તાનનો દાવો ખોટો છે. ભારતીય જી-૪૦૦ સંરક્ષણ પ્રણાલી પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પાકિસ્તાની સરકારી એજન્સીઓ આ હુમલા અને વિનાશની જવાબદારી સ્વીકારી રહી છે. તેઓ કહી રહ્યા છે કે લશ્કરી સુવિધા નાશ પામી છે. તે બધું જૂઠું છે. પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સ પર મોટા હુમલા થયા હોવાના દાવા કરવામાં આવ્યા છે, આ બધું ખોટું છે. પાકિસ્તાન સતત નાગરિકો અને નાગરિક ઇમારતોને નિશાન બનાવી રહ્યું છે. ભારતમાં સાંપ્રદાયિક વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં નાગરિકો માર્યા જઈ રહ્યા છે અને ઇમારતોને નુકસાન થઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં એક વહીવટી અધિકારીની હત્યા થઈ છે. આ દાવાઓ પોકળ સાબિત થયા છે. વિક્રમ મિશ્રીએ કહ્યું- 
પાકિસ્તાનના ખોટા દાવાઓ સ્પષ્ટપણે ખુલ્લા પડી ગયા છે. મળતી જાણકારી મુજબ અજીત દાભોલ વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યા હતા.


..................




અજીત દાભોલ વડાપ્રધાનને મળવા પહોંચ્યા

નવી દિલ્હી : પાકિસ્તાન તરફથી સીઝફાયરની દરખાસ્ત આવતા અને ભારતની શરતોને આધીન પાકિસ્તાને સહમતિ દર્શાવી હતી. આ ઘટનાક્રમ બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દાભોલ વડાપ્રધાનને મળવા પહોંચ્યા હોવાનુું જાણવા મળ્યું હતુ. આ ઘટનાક્રમમાં ભારત કઈ-કઈ શરતો પાકિસ્તાન સમક્ષ મૂકશે તે મહત્ત્વનું બની રહેશે.


..............

Comments

COMMENT / REPLY FROM