Trending News
સ્થાનિક સમાચાર

ડોનાલ્ડ ટ્રંપનો દાવોઃ ’ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર

10 May


ટ્રંપે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કર્યો દાવો, લાંબી મધ્યસ્થતા બાદ બંને દેશ તૈયાર થયા હોવાનું જણાવ્યું, ક્ષેત્રીય શાંતિ માટે મોટું પગલું

ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ’અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી, મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.’ હું બંને દેશોને કોમનસેન્સ, સમજદારીભર્યા નિર્ણય લેવા માટે અભિનંદન પાઠવું છું
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભીષણ તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક મોટો દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ (સીઝફાયર) માટે તૈયાર થઈ ગયા છે. આ દાવાને ભારતીય સરકારી સૂત્રોએ પણ પુષ્ટી કરી છે, જે ક્ષેત્રીય શાંતિ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણી શકાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, "ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે. ટ્રંપે વધુમાં ઉમેર્યું કે, તેમની લાંબી મધ્યસ્થતા અને પ્રયાસો બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા છે. આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ લશ્કરી કાર્યવાહી અને હવાઈ હુમલાના પ્રયાસો જોવા મળ્યા હતા, જેના કારણે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો.
૨૨ એપ્રિલે પહેલગામ હુમલા બાદ ભારતે ૯ આતંકવાદી ઠેકાણાઓને મિસાઇલોથી નિશાન બનાવ્યા હતા. આ પાંચ આતંકવાદીઓને એકસાથે માર્યા ગયા હતા કે અલગ-અલગ, તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી. સરકારે કહ્યું કે જો હવે કોઈ આતંકવાદી હુમલો થાય છે, તો તેને યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે.તેમના નામ અબુ જુંદાલ, હાફિઝ મુહમ્મદ જમીલ, મોહમ્મદ યુસુફ અઝહર, મોહમ્મદ સલીમ, ઘોસી સાહબ અને મોહમ્મદ હસન ખાન છે. યુસુફ કંધાર હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો અને જુંદાલ મુંબઈ હુમલામાં સામેલ હતો.
------



પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે.’ પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું, છે.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ઠ પર પોસ્ટ કરીને જણાવ્યું કે "છેલ્લા ૪૮ કલાકમાં, વાઇસ પ્રેસિડન્ટ વેન્સ અને મેં સિનિયર ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશ મંત્રી એસ. જયશંકર, આર્મી ચીફ ઑફ સ્ટાફ આસિમ મુનીર, અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને આસિમ મલિકનો, સંપર્ક કર્યો છે. મને જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારોએ તાત્કાલિક યુદ્ધવિરામ અને તટસ્થ સ્થળે વ્યાપક મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવા માટે સહમતિ દર્શાવી છે. અમે વડાપ્રધાન મોદી અને શરીફની શાણપણ, સમજદારી અને રાજનીતિમાં શાંતિનો માર્ગ પસંદ કરવા બદલ પ્રશંસા કરીએ છીએ.



.............




 

Comments

COMMENT / REPLY FROM