‘ઓપરેશન સિંદૂર : કચ્છમાં નાપાક હુમલાનો કારસો નાકામ
બંદોબસ્તમાં કરાયો ઈજાફો : નાગરીકોને ઘરમાં જ રહેવા અનુરોધ
ભારતના જાબાંઝ જવાનોની દહાડથી પાકીસ્તાન ગભરાયું : ગુજરાતમાં કચ્છની સીમાને નિશાન બનાવવા માર્યા હવાતીયા : અબડાસા-આદિપુર સહીતમાં ડ્રોન હુમલાને ભારતીય સેના-એજન્સીઓએ કર્યા નાકામ
કચ્છમાં કયા કયા ડ્રોન તુટયા?
• ભુજ એરબેઝ સમીપે ૩
• અબડાસાના ધુફી પાસે બે
• આદિપુરમાં ૧
• ભુજના લોરીયા પાસે ૧ ડ્રોન તોડાયું
ગાંધીધામ : ભારતના લશ્કરી ‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, અમૃતસર, રાજસ્થાન અને ગુજરાતના સરહદી શહેરોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને છેલ્લા ૨૪ કલાકમાં કચ્છના અબડાસા તથા આદીપુર સહિતના ૨૬ સ્થળોએ હુમલો કર્યો હતો.પાકિસ્તાને કચ્છ પર ડ્રોન હુમલાઓ કર્યા હતા. ભારતીય સેનાએ કચ્છમાં પાકિસ્તાનના છ ડ્રોન તોડી પાડ્યા હતા. વાયુસેનાએ કચ્છમાં બે પાક. ડ્રોન તોડી પાડ્યા હતા. જ્યારે નલિયા પાસે ચાર પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં ડ્રોનના અનેક હુમલાઓ નિષ્ફળ કરાયા હતા. સરહદી વિસ્તાર જ નહી પરંતુ ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. પાકિસ્તાની ડ્રોન ગાંધીધામ સુધી પહોંચ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં વધારાનો બંદોબસ્ત કરાયો હતો. ભુજ, ગાંધીધામના અનેક રસ્તાઓ પર બેરીકેટ લગાવાયા હતા.આદિપુરમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. તે સિવાય અબડાસામાં જોવા મળેલું પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. કચ્છ કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી. ભૂજમાં મોટાભાગના વિસ્તારોમાં વાહન વ્યવહાર બંધ કરાયો. નખત્રાણા, લખપત, નલિયા વિસ્તારમાં સુરક્ષા વધારાઈ હતી.
...................
આજે સવારે આદિપુરમાં ડ્રોન તોડી પાડ્યું
કચ્છમાં સવાર ડ્રોન જોવા મળ્યું : કોલેજ કેમ્પસની સામેના ભાગમાં ડ્રોનનો વળ્યો ડુચ્ચો
એસપીશ્રી સાગર બાગમાર, ડીવાયએસપી શ્રી ચૌધરી, શ્રી રાજગોર સહિતના અધિકારીઓની કાફલો ઘટનાસ્થળે તાબડતોડ પહોચી ગયો : સ્થિતીનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી
ચાઈનીઝ બનાવટના નાપાક ડ્રોનના આદિપુરપાસે ભારતીય સૈનાએ કુર્ચા ઉડાળી દીધા
ભુજ : ભારત-પાકિસ્તાન યુદ્ધને લઇને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હલચલ જોવા મળી રહી છે. આદિપુર સર્કલ કોલેજ પાસે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. ખાલી પ્લોટમાં ડ્રોન તૂટી પડતા લોકોની ભીડ જોવા ઉમટી હતી. જો કે, આ પ્રકારના ડ્રોનથી કોઈ જ પ્રકારની જાન-માલની નુકસાની થવા પામી હતી. પોલીસ સહિતની એજન્સીઓ આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી. વધુ તપાસ હાથ ધરવામા આવી રહી છે.
...................
અબડાસાના ધુફી પાસે ડ્રોન જમીનદોસ્ત કરાયું
કચ્છીજનોના ખાંટલામાં આંખ ખુલતા જ ડ્રોન ઉડતા નજરે પડયા : જો કે, ભારતીય સૈન્યએ ચાઈનીઝ ડ્રોનના
કુર્ચા ઉડાળી દીધા
ગાંધીધામ : ભારતની સામે ઉંબાડીયા કરનાર પાકીસ્તાને ગત રાત્રી બાદ આજે સવારે પણ ડ્રોન હુમલા કરવાના હવાતીયા માર્યા છે પરંતુ ભારતની સેનાએ તેેને તોડી પડયા છે.કચ્છના અબડાસામા ધુફી વીસ્તારમાં પણ ડ્રોન ઉડતુ દેખાયુ હતુ જેને તોડી પાડવામા આવ્યુ છે. અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું છે. નલિયાથી ૨૨-૨૫ કિમી દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમના ખેતરમાં કાટમાળ પડ્યો છે. આજે સવારે લોકો ખાંટલામાથી ઉઠયા ત્યારે ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. આ ડ્રોન મામલેની આગળની તપાસ શરૂ કરી દેવામા આવી છે.

Comments