કચ્છ કલેકટરશ્રીની અપીલ : ભુજ સજજડ બંધ
પાક.ના હુમલાઓ નિષ્ફળ કર્યા : લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ
પાકિસ્તાનના નાપાક કૃત્યને કારણે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં : ભુજ સહિત સમગ્ર જિલ્લાના વેપારીઓને દુકાનો બંધ રાખવા વિનંતી : પોલીસતંત્ર પણ સક્રીય
ગાંધીધામ : ભારત અને પાકીસ્તાનની વચ્ચે જે સંવેદનશલ સ્થિતી બનેલી છે અને ભારતે પાકીસ્તાને ભુક્કા બોલાવી દીધા છે ત્યારે હવે નાપાક મુલક વધુ રઘવાયું બન્યુ છે અને ગત રાત્રે ભારતની પશ્ચીમી સરહદ પર ડ્રોન હુમલાઓ કરી દીધા છે. કચ્છનો પણ તેમાં સમાવેશ થાય છે. જો કે આ બધાય એટેક ભારતીય સેનાને નિષ્ફળ જ કરી દીધા છે ત્યારે હવે કલેકટર અને વહીવટીતંત્ર પણ એકશનમાં છે અને લોકોને ઘરમાં રહેવાની જ અપીલ ટવિટના માધ્યમથી કરવામા આવી છે. લોકો સ્વયં ભુ પણ તેને અનુસરી રહ્યા છે અને વેપાર ધંધા બંધ રાખવાનો જે અનુરોધ કરાયો છે તેને અમલવારી માટે પોલીસ પણ એકશનમાં આવી જવા પામ્યું છે. જિલ્લા વડામથક ભુજમાં વેપાર ધંધા આજ રોજ કલેકટરની અપીલ બાદ સજજડ બંધ કરવામા આવી ચુકયા છે. જયા જરર જણાય છે ત્યાં પોલીસ બંધ કરાવવાની કવાયત હાથ ધરી રહી છે. અંજાર-ભુજ-મુંદરા-ગાંધીધામ સહિતમાં વેપાર ધંધા બંધ કરવાની સલાહ આપવામં આવી રહી છે. પૂર્વ અને
પશ્ચિમ કચ્છ પોલીસે વેપારીઓને તેમની દુકાનો બંધ રાખવા અને લોકોને આવશ્યક કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી છે. લોકોને જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
.................
અબડાસા તાલુકો સજ્જડ બંધ
કોઠારાના વેપારીઓએ ઈમરજન્સી સેવા શિવાયના તમામ વ્યાપારીક પ્રતિષ્ઠાનો સ્વયંભુ રીતે કર્યા બંધ : મોથાળા, નલિયા, વાયોર પણ બંધ થવાની તૈયારીમાં
નલિયા : ભારત-પાક વચ્ચેના તણાવયુક્ત વાતાવરણના લીધે સર્જાયેલી પરિસ્થિતિના પગલે કચ્છ કલેક્ટર દ્વારા ઘરની બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની કરેલી અપીલના પગલે કોઠારા ગામના વેપારીઓએ સવારથી જ દુકાનો બંધ રાખી કલેક્ટરની અપીલને માન અ ાપ્યું હતું અને મુખ્ય મથક નલીયા સાથે મોથાળા, વાયોર, જખૌ સહિતના ગામો પણ સ્વૈચ્છીક રીત બંધ કરવાની તૈયારી કરાઈ ચુકી છે.
સરહદ પર તણાવભરી સ્થિતિમાં સંભવિત હુમલાની સ્થિતિના લીધે જાનમાલની ખુવારી ટાળવા કચ્છના કલેક્ટરશ્રી દ્વારા જરૂરી કામ વગર ઘરની બહાર ન નિકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરાતા અબડાસાએ તેને સ્વૈચ્છાએ ઝીલી લીધી હતી.તાલુકામાં વ્યાપારના મુખ્ય મથક એવા કોઠારા ખાતેે સવારથી જ જાગૃત વેપારીઓ દ્વારા દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.ઈમરજન્સી મેડીકલ સેવાઓ જ ચાલુ રાખવામાં આવી હતી.કોઠારા સાથે તાલુકાના મુખ્ય મથક નલીયા ખાતે પણ વેપારીઓ દ્વારા દુકાનો બંધ કરાવવાની વિચારણા સાથે તેનો અમલ કરવાનું શરૂ કરાયું હતું.નલીયામાં પણ સજ્જડ બંધ પાળી વેપારીઓ કલેક્ટરશ્રીની અપીલ અનુસાર સાવચેતી રાખવાની શરૂઆત કરી દીધી હતી તમામ દુકાનો બંધ થઈ જશે તેવું વેપારી અગ્રણીઓએ જણાવ્યું હતું.વાયોર, મોથાળા, જખૌ તથા સરહદી તાલુકાના ગામડાઓના નાના વેપારીઓ પણ સચેત થવા સાથે રાષ્ટ્ર જાગૃતિના આ કાર્યમાં સહયોગ આપ્યો હતો.
.........................
ર૬/૧૧ વાળી ભુલનું કચ્છવાસીઓ તો
પુનરાવર્તન ન કરે : જો જો ફરજ ચુક ન થાય !
આદિપુર કોલેજ પાસે ડ્રોન તોડયાના વીડીયો જાહેરમાં ગણતરીની મીનીટોમાં વાયરલ કરાયા, રાષ્ટ્રીય ચેનલોમાં આવી ગયા, નાપાક દુશ્મન દેશને બેઠે-બેઠે વિગતો-મદદ મળી રહી છે..ઃ કંકઈ તો વિવેક જાળવો
સ્વયં ભુ બ્લેકઆઉટ કરાવ્યુ તો લાઈટો જ ચાલુ હતી, સ્વયં ભુ બહાર ન નીકળવા આજની અપીલ કરાઈ તો, ગાંધીધામ-અંજાર-માંડવી બધુ જ ધમધમી રહ્યુ છે : દેશની સલામતીનો વિષય છે, થોડુ તો સમજો! : ગભરાવ નહી, પણ તંત્રની અપીલને તો સમજો
’
સોશ્યલ મીડીયાના અમુક હરખપદુડાઓ સંયમ જાળવે તે જરૂરી
’
શું યુદ્ધ એ દેશહિતનો વિષય નથી? આજે ઘરે જ રહેવાની અપીલ તંત્રએ કરી છે છતા પણ લોકો બહાર ફરી રહ્યા છે, વિચરી રહ્યા છે, આવા લોકોને જાગૃત કરવા કે ચાલુ રાખેલા વેપાર ધંધાઓ બંધ કરાવવા છાશવારે સસ્તી પ્રસિદ્ધી માટે નીકળી પડતા અમુક બની બેઠલા ઝભ્ભાલેંગાવાળાઓ અત્યારે કેમ ચૂપ? આવા સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા અમુક ઝભ્ભાલેંગાવાળાઓ વહીવટીતંત્રની મદદે હવે કેમ નથી આવતા દેખાતા?
ગાંધીધામ : કચ્છીજનોને અહી જણાવવાનું કે, આપણે સૌ પોતાની જવાબાદરી ચુકી રહ્યા છીએ. આજે પાકીસ્તાને કચ્છમાં ભુજ અને નલીયા મલીટ્રી એરબેઝને ટાર્ગેટ કરીને બે જગ્યાએ શસ્ત્રોથી સજજ ડ્રોન હુમલા કર્યા છે. આદિપુરમાં પણ એક ડ્રોન તુટયું છે. આપણી ભારતીય સૈન્ય છાવણીએ તે તમામને તોડી પાડયા છે. અને આ કારસાને નિષ્ફળ બનાવી દીધા છે. એક જાગૃત નાગરીક તરીકે આપણી ફરજ એટલી બને છે કે, આવા નિષ્ફળ બનેલા કે ડ્રોન તોડી પડાયાના કે ડ્રોન ઉડતાના કોઈ પણ વીડીયો કે ફોટ લીધા હોય તો તેને નજીકની પોલીસ સુધી પહોચાડી દેવા જોઈએ. તેના બદલે આવા વીડીયો જાહેરમાં વાયરલ થયેલા ફરતા જાવા મળી રહ્યા છે, અને રાષ્ટ્રીય ચેનલોમાં પણ આવતા થઈ જાય છે. યાદ કરો કે ર૬/૧૧ના તાજ હોટેલના હુમલા વખતે પણ ટીવી ચેનલોએ લાઈવ પ્રસારણ દેખાડયુ અને પાકીસ્તાનના આતંકીઓના આક્કા ત્યાં બેઠા બેઠા આતંકીઓને મુંબઈમાં તાજ હોટલમાં સેટેલાઈટ ફોનથી સુચનાઓ આપી શકતા હતા. આવી ભુલ ન થાય તેનુ ધ્યાન કચ્છીજનો રાખે તે
જરૂરી છે.

Comments