ભુજના નાગોર પાસે ડ્રોનનો કાટમાળ મળ્યો
બપોરના સમયે ગામના જાગૃત નાગરીકોએ કાટમાળ જોયા બાદ તંત્રને જાણ કરાઈ : લોરિયા પાસે આકાશમાં ડ્રોન દેખાયાનો વીડીયો થયો હતો વાયરલ
ભુજ : શહેરમાં એરફોર્સ સ્ટેશન નજીક વહેલી સવારે ડ્રોન તોડી પડાયા બાદ લોરિયા પાસે આકાશમાં ડ્રોન ઉડતા હોવાનો વીડીયો વાયરલ થયો હતો. તે વચ્ચે બપોરના સમયે પોણા એક વાગ્યાના અરસામાં નાગોર નજીક ખુલ્લા મેદાનમાં ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગામના જાગૃત નાગરીકોએ ડ્રોનનો કાટમાળ જોયો હતો. જેના ફોટા વીડિયો સામે આવ્યા છે. આ બાબતે તંત્રને જાણ કરાતા જવાબદારો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભારતીય સેના દ્વારા આકાશમાં પાકિસ્તાની ડ્રોનને ઉડાવી દેવાતા તેનો કાટમાળ નાગોરના ખુલ્લા ખેતરમાં પડયો હોવાનું સામે આવ્યું હતું. લોકોને સતર્ક રહેવા અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા માટે અપીલ કરવામાં આવી છે.

Comments