પરિવારના સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઘરની અંદર રહેવા નાગરિકોને કચ્છ કલેકટરનો અનુરોધ
ભુજ : કચ્છના લોકોએ ભૂકંપ, વાવાઝોડું, કોરોના, યુદ્ધ સહિતની પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. કચ્છની નીડર અને ખમીરવંતી પ્રજા દરેક પ્રકારની કુદરતી અને માનવ સર્જિત આફતોનો મક્કમતાથી સામનો કર્યો છે. હાલમાં સર્જાયેલી પરિસ્થિતિનો પણ કચ્છના લોકો કોઈપણ પ્રકારના ભય કે ગભરાટમાં આવ્યા વગર સામનો કરી રહ્યા છે. કચ્છ કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, હાલની સ્થિતિમાં કોઈએ ગભરાવવાની જરૂર નથી. દરેક નાગરિકો રાત્રે તમામ લાઈટ બંધ રાખીને “સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ”માં સહભાગી બને, નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવું, લોકોને તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવું, નાગરિકોએ કોઈ જ ખોટી અફવાઓથી દોરાઈને ગભરાવવું નહીં, સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદીત કે વિસંગત પોસ્ટ નહીં કરવા કચ્છ કલેક્ટર દ્વારા નાગરિકોને સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરિવારના સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘરની અંદર રહેવા તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો. તેમજ કચ્છીજનોએ બિનજરૂરી બહાર નહીં નીકળીને વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

Comments