Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા કંડલા બંદરના કામકાજમાં ૫૦ ટકાનો ઘટાડો : બંદરના કામકાજ અટવાયા

10 May

ભારત પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને પરિણામે 



સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી બંદરના કામકાજ રાખ્યા બાદ સાંજે બ્લેક આઉટ કરી દેવાતા કામકાજ ઘટયા




અમદાવાદ : રાત્રિ દરમિયાન બ્લેક આઉટ અને મોકડ્રીલને કારણે ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરે આયાત અને નિકાસના કન્ટેઈનરના લૉડિંગ અને અનલૉડિંગનું કામ ૩૦થી ૫૦ ટકા ઘટી ગયું છે. ભારત અને પાકિસ્તામ વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે પોર્ટની કામગીરી સીમિત કરવામાં આવી રહી છે.  મુંબઈ સ્થિત ડિરેક્ટોરેજ જનરલ ઓફ શિપિંગે પણ બંદરના કામકાજ અને સલામતીના પગલાં અંગે સૂચના જારી કરી છે.
ગુજરાતના કંડલા બંદરનું કામકાજ ગુરૃવારની મધરાતના ૧.૩૦ વાગ્યા પછી પાંચેક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. કંડલા પોર્ટના સત્તાવાળાઓનું અને અદાણીના મુન્દ્રા પોર્ટના સત્તાવાળાઓનું કહેવું છે કે સરકારની સૂચના મુજબ જ પગલાં લેવામાં આવી રહ્યા છે. ભુજના કેટલાક વિસ્તારોને પાકિસ્તાની સૈન્યએ ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાથી રાત્ર ૧.૩ કલાકે કંડલાનું કામકાજ અટકાવી દઈને બ્લેક આઉટ કરી દેવામાં આવ્યો હતો. 
મુન્દ્રામાં પણ સરકારી સૂચનાનું પાલન કરીને પગલાં લેવામાં આવી રહ્યા છે. આજની વાત કરવામાં આવે તો સવાર સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી મુન્દ્રા પોર્ટનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાં કામકાજ અટકાવીને બ્લેક આઉટ કરી દેવામાં આવ્યો છે. દેશના બાર મોટા બંદરમાં આવતા ગુજરાતના કંડલા બંદર સહિત ગુજરાતમાં મુન્દ્રા, હજીરા અને  પિપાવાવ બંદરે સલામતીની વ્યવસ્થા વધુ જડબેસલાક કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે સાત વાગ્યાથી ફરીથી તેનું કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે. લેવલ ટુની સલામતી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છેે.  ગુજરાત મેરિટાઈમ બોર્ડના સત્તાવાળાઓનું કહેવું છે કે ગુજરાતમાં બંદરની કામગીરી અન્યથા સલામત અને સરળ રીતે ચાલી રહી છે. કંડલા અને મુન્દ્રા બંદરને બંધ કરી દેવાની ફરજ પડશે તો તેના પર લાંગરતા જહાજને ખાલી કરીને પરત રવાના કરવાનો સમય-ટર્નએરાઉન્ડ ટાઈમ વધી જવાની સંભાવના રહેલી છે. ગુજરાતના પ્રસ્તુત ચારેય બંદરોએ સિંગલ પોઈન્ટ મુરિંગની એટલે કે દરિયામાં દૂર રહીને પણ અન્ય નાના જહાજોનો ઉપયોગ કરીને માલને જહાજમાંથી ઉતારીને કિનારે લાવી શકે છે. આ રીતે ક્રૂડ અને લિક્વિડ ફોર્મમાં આયાત થતી વસ્તુઓને દેશમાં પહોંચાડવામાં તકલીફ પડે તેમ ન હોવાનું જણાય છે.
પાકિસ્તાન સાથેના સંઘર્ષને પરિણામે ભારતીય તટવર્તી વિસ્તારોમાં અને બંદરો તથા ટર્મિનલ્સ સામે ઊભા તયેલા જોગમને ધ્યાનમાં લઈને સલામતીના વધારાના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. બંદર, ટર્મિનલ્સ અને શિપયાર્ડે સલામતીના ચુસ્ત પગલાં લેવાના રહેશે. 

Comments

COMMENT / REPLY FROM