Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના યુવાનો રાષ્ટ્રીય હિત માટે આવે આગળ

09 May



યુદ્ધની સ્થિતી છે, બોર્ડર પર કયાંય પણ સિવિલિયનના મદદનો કોલ આવે તે માટે જિલ્લાના તાલુકાઓમાં ખડતલ-મદદરૂપ બની શકે તેવા યુવાનોએ લીસ્ટ-મોબાઈલ નંબરો સાથેની માહીતી કચ્છ કલેકટરને આગોતરી રીતે આપવી જોઈએ


રેતીના બોરા સરહદે પહોચાડવા માટે કે અન્ય કોઈ પણ કામ માટે ફ્રી
યુવાનોએ દેશહિતની કામગીરીમાં વગર કહે જોડાવા તત્પર રહેવું જોઇએ



ગાંધીધામ : ભારત હાલમાં પાકીસ્તાન સાથે સંવેદનશીલ યુદ્ધની સ્થિતીએ ઉભુ છે. અગમચેતીના ભાગરૂપે સરકાર, સૈન્ય, એજન્સીઓ રાત-દિવસ જોયા વિના કામે લાગેલ છે. આવા સમયે કચ્છનો યુવાધન-યુવાનો પણ રાષ્ટ્રહિત માટે આગળ આવે તે જરૂરી બની રહ્યું છે. યુદ્ધની સ્થિતીએ કોઈ પણ પ્રકારના સાધન-સામગ્રીઓ પહોચાડવા કયાંય પણ સિવિલિયનની જરૂરીયાત જણાય તો યુવાઓને આગળ આવવાની પહેલ કરી અને દેશદાઝના દર્શન કરાવવા સજજ રહેવુ જોઈએ. કચ્છ કલેકટર પાસે આવા ખડતલ અને મદદરૂપ બની શકે તેવા યુવાનોની સુચી માટે યુવાનો તથા વિવિધ યુવા સંગઠનોના મોબાઈલ નંબરો સાથેની એક આગોતરી યાદી મોબાઈલ નંબરો સાથે આપવી જોઈએ. કયાંક સરહદો પર રેતીના બોરા કે અન્યકોઈપણ વસ્તુઓ પહોચાડવી હોય તો આગળ આવી શકે તે માટે સરકાર-વહીવટીતંત્રની મદદે યુવાનોએ અવવુ જોઈએ. 

Comments

COMMENT / REPLY FROM