મોખા-ગુંદાલા ચોકડી પર અકસ્માત : બે યુવાનોનાં મોત
ગઈકાલે રાત્રે યુટીલીટી સાથે બાઈક ભટકાતા બની ઘટના
ભુજ : મુન્દ્રા તાલુકાના મોખા-ગુંદાલા ચોકડી પર ગઈકાલે રાત્રે અકસ્માત થયો હતો. યુટીલીટી સાથે બાઈક ભટકાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત થતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે પ્રાગપર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ આ બનાવમાં ભુજપુર ગામના ર૭ વર્ષિય હુશેન સાલેમામદ અને મોટી ખાખર ગામના ર૬ વર્ષિય સિકંદર નુરમામદ ભટ્ટીનું કરૂણ મોત થયું હતું, જ્યારે ઈકબાલ મીઠુ બાયડ નામના યુવાનને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. યુવાનો બાઈક પર જતા હતા અને યુટીલીટીમાં ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે યુટીલીટી પલટી મારી ગઈ હતી. જેમાં લાકડા ભરેલા હતા. આ બનાવ અંગે પ્રાગપર પોલીસે એમએલસી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતને પંથકમાં શોક ફેલાઈ ગયો હતો.

Comments