રાપરના લોદ્રાણીમાં પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી એન એ પટેલની ટુકડીનો દરોડો
ચાઈનાકલે ચોરી ઝડપાઈ : ૧ મશીન-૧ ડમ્પર સહિત ૮૦ લાખનો મુદામાલ ઝપ્ત : ખનીજચોરોમાં ફફડાટ
ગાંધીધામ : પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી એન એ પટેલ દ્વારા ખનીજચોરો તત્વો પર એક પછી એક ધાક બેસાડતી કાર્યવાહી કરવામા આવી રહી છે. દરમ્યાન જ રાપરના લોદ્રાણીમાં દરોડો પાડી અને ચાઈનાકલે ચોરીનો પર્દાફાશ કર્યો છે.માનનીય જીલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ ૈંછજી ની સુચના અન્વયે જીલ્લામાં બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ ના થાય તેના ભાગરૂપે કચ્છ-પૂર્વ ની તપાસટીમ દ્વારા તા.૦૮-૦૯/૦૫/૨૦૨૫ ના રોજ રાપર તાલુકામાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ.તપાસ દરમ્યાન રાપર તાલુકાના લોદ્રાણી ગામમાંથી બિનઅધિકૃત રીતે ચાઈના કલે ખનીજનું ખાણકામ કરતા એક એકસેવેટર મશીન અને એક ડમ્પરને પકડવામાં આવેલ.જેને તપાસટીમ દ્વારા સીઝ કરી બાલાસર પોલીસ સ્ટેશનની કસ્ટડી હેઠળ સોંપવામાં આવેલ છે.સદર તપાસમાં તપાસટીમ દ્વારા આશરે ૮૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

Comments