સરકાર-એજન્સી-કચ્છનું તંત્ર આ તરફે ન રહે ગાફેલ : નાપાક સ્લીપર સેલ, ઘરના ઘાતકીથી રહેજો સાવધ..!
જો.જો., ખાડે ડુચ્ચા દરવાજા મોકળાનો તાલ ન થાય..!
ભારત સરકાર, ગૃહવિભાગ, પોલીસતંત્ર, ત્રણેય પાંખો યુદ્ધના મોરચે તમામ રીતે છે તૈયાર, હવે ભારતના ગુપ્તર વિભાગ પણ દાખવે એટલી જ સતર્કતા : કેન્દ્ર અને સ્ટેટ આઈબી રાબેતામુજબનું વલણ ન અપનાવે, સંભવત યુદ્ધની સ્થિતીમાં દાખવે વધુ ચપળતા, શંકાસ્પદ હિલચાલ, દેશવિરોધી ગતિવીધીઓ કરનારા વિસ્તારો,પરા, શહેરોમાં ખાસ નજર રાખી સબંધિત નજીકના પોલીસ મથકને અને સરકારને હિલચાલનારીપોર્ટ ઝડપથી સચોટ આપે તે પણ ખુબજ અનિવાર્ય
ગુજરાતની દાદા સરકાર, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાછલા અમુક સમયમાં જે રીતે બુલડોઝરવાળી કરી છે, તેનાથી સ્થાનીકના અમુક સ્લીપર સેલોમાં પણ વ્યાપી ગયો છે ફફડાટ, તેઓ પણ બખોલમાં સંતાઈ જવા પામ્યા છે, પરંતુઆવા સ્લીપર સેલની સામે ચેતતો નર સદા સુખી જ ઉકિત કહેવાય ઉચિત
કચ્છમાં આઈબી ફેલ્યુઅરના કિસ્સાઓ તાજા ભુતકાળમાં બની ચૂકયો છે ટીકાનુ કારણ, આઈબીના અમુક બની બેઠલા અધીકારીઓ તો તેલના ધંધાઓ-બાયોડીઝલ, સહિતનાઓેમા કાળી કમાણી કરી લેવામાં જ રચ્યા પચ્યા હોવાની છે ચકચાર તો વળી કેટલાકને માત્ર અને માત્ર સરકાર તરફથી આવતી ગ્રાન્ટમાંથી કટકીઓ કરી લેવાની લાગી હોય છે લ્હાય, હવે યુદ્ધનો માહોલ સર્જાયો છે, દેશ પ્રથમની નીતી પણ દેખાડજો
વખતો વખત ભારતમાં થયેલા બોમ્બબ્લાસ્ટ સહિતના પ્રકરણો વખતે સ્થાનિકના સ્લીપર સેલ-મદદગારોની ભુમિકા સીધી કે પરોક્ષ રીતે બહાર આવતી જ રહેતી હોય છે, આવામાં બાહ્ય સુરક્ષાના કામે લાગેલ ભારતીય સરંક્ષણની તાકાત-વ્યવસ્તાતાનો ગેરલાભ કોઈ આંતરીક સુરક્ષામાં પડકાર ઘટનાને અંજામ ન આપી જાય તે તરફ પણ ધ્યાન આપવુ જ ઘટે
ભારતે પાકીસ્તાનના સૈન્યનો ભુક્કો કાઢી નાખ્યો છે, હવે નાપાક મુલક હાફીજ સઈદને જેલ મુકત કરવા વિચારે છે અને કમાન આતંકીઓના હાથમાં આપી રહ્યુ છે, ત્યારે આવા નાપાક આતંકી સંગઠનની કડીઓ કચ્છ જેવા સરહદી વિસ્તારોમાથી સમયાંતરે સામે આવતી રહેતી હોય છે, આવામાં કોઈ નાપાક ચાંચીયાઓ, ભાંગફોડીયાઓ ફાવી ન જાય તેની તકેદારી રાખવી પડશે : હનીટ્રેપના નામે કચ્છમાં પાકીસ્તાની જાસુસો એટીએસ જેવી એજન્સીઓએ પકડયાની ઘટના છેલ્લા એકાદ-બે વર્ષમાં બની જ ચુકી છે, ત્યારે આ દીશામાં સાવચેતી વધારવી બનશે હિતાવહ
અધિકારીઓ-વહીવટીતંત્રના જેટલી જ જવાબાદારી આમપ્રજાજનો-નાગરીકોની પણ બને છે, છેવાડાના સરહદી વિસ્તારોમાં વસતા લોકો સરહદના સંત્રીની બજવે ભુમિકા તે પણ જરૂરી
ગાંધીધામ : ભારતે આતંકીસ્તાન મુલકને તેની જ ભાષામાં તેનાથી પણ વધારે તીવ્ર આક્રમકતા સાથે જવાબ આપી દીધો છે. ભારતના નીદોર્ષ લોકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા, તે બાદ ભારતભરના ઉદભવેલા ગુસ્સાને જોતા મોદી સરકારે જરા સહેજ પણ કચાશ રાખ્યા વિના ન્યાયિક રીતે જ પાકીસ્તાનમાં પનપની રહેલા આતંકીઓને શોધીશોધીને ખાત્મો બોલાવી દીધો છે. ભારતે વળતો પ્રહાર ન કરવાની ચીમકી આપી હોવા છતા પણ અવળચંડાઈ કરનાર પાકીસ્તાનના મોટા મોટા બારથી વધુ શહેરોમાં ડ્રોન હુમલાઓ કરી અને તેની નેવી-એરફોર્સ સહિતની સિસ્ટમ ભારતે તહેસ નહેસ જ કરી નાખી છે. ભારતીય સૈન્યના આ પરાક્રમો ખરેખર કાબીલેદાદ જ કહી
શકાય તેમ છે.
પરંતુ બીજીતરફ રક્ષા તજજ્ઞો એમ પણ કહી રહ્યા છે કે, પાકીસ્તાન એલઓસી પર સતત યુદ્ધવિરામ ભંગ કરી રહ્યુ છે. સુધરવાનુ નામ લેતુ જ નથી. કોઈપણ રીતે પોતાના મલિન મનસુબાઓને પાર પાડવાની વેતરણમાં જ દેખાવવા પામી રહ્યું છે. ભારતીય સેના જે રીતે જવાબો આપે છે તે જોતા તો કહી જ શકાય કે, બાહ્ય રીતે પાકીસ્તાન ભારતની સામે ફાવી જાય તેવી તો કેાઈ જ સ્થિતી દેખાતી નથી પરંતુ બીજીતરફ ભારત દ્વારા આંતરીક સુરક્ષાને લઈને પણ ચોકકસથી આ સમયે સતર્કતા તો વધારાઈ જ હશે પરંતુ તેમાં કોઈ જ કચાશ ન રહી જાય તે તરફ પણ એટલી જ તકેદારી રાખવી પડશે. ભારત માટે જેટલી બાહ્ય સલામતી મજબુત રાખવી જરૂરી છે તે જ રીતે આંતરીક ઘરના ઘાતકીઓ, ગદ્વારો પર પણ બાજનજર રાખવી પડશે. હાલમાં જયારે સંભવત યુદ્ધની સ્થિતી દેખાય છે ત્યારે સુરક્ષા તંત્રો એલર્ટ મોડ પર પરંતુ ગુપ્તર વિભાગ પણ તેની ભુમીકા મહત્વપૂર્ણ બની રહેશે. આઈબી વિભાગ ખાસ સતર્ક રહે. કેન્દ્ર અન સ્ટે આઈબી ઉપરાંતની જેટલી પણ ગુપ્ચર સંસ્થાઓ છે તે આંતરીક રીતે પણ કચ્છ-ગુજરાત-ભારતમાં પણ કોઈ જ શંકાસ્પદ હિલચાલ, દેશવિરોધી ગતિવીધીઓ કરનારા વિસ્તારો,પરા, શહેરોમાં ખાસ નજર રાખી સબંધિત નજીકના પોલીસ મથકને અને સરકારને હિલચાલના રીપોર્ટ ઝડપથી સચોટ આપે તે પણ ખુબજ અનિવાર્ય બની રહેેશ.
.................
અગમચેતીના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં
સિવિલિયનોને આપવી જોઈએ વૈકલ્પિક વ્યવસ્થા
પાકીસ્તાનની સરહદને અડીને આવતા કચ્છ જેવા છેવાડાના વિસ્તરોમાં અબડાસા, લખપત, વાગડ, ખાવડા જેવા પટ્ટાઓના ગામડાઓ નાપાક સરહદને નજીક આવેલા છે, આવા વિસ્તારોમાં રહેતા શ્રમિકો, બહારના લોકોને મુખ્ય શહેરો તરફ શેલ્ટર આપવાની કરવી જોઈઓ જોગવાઈ
હાલમાં શાળાઓમાં વેકેશન છે, મુખ્ય શહેરોની શાળાઓમાં સરહદી વિસ્તારના લોકો માટે થોડા સમય માટે શેલ્ટર હાઉસ કરવા જોઈએ ચાલુ
ગાધીધામ : ભારત દ્વારા આતંકીસ્તાનને તેની જ ભાષામાં કડક જવાબ આપી દેવામા આવ્યો છે. ભારતે ગઈકાલે કરેલી કડકાઈમાથી તો નાપાક મુલકમમાં આતંકીઓના ભુક્કા જ બોલી જવા પામ્યા છે. આવા સમયે કચ્છ સરહદે પણ એલર્ટ આપી દેવામા આવ્યુ છે. અને તમામ મોરચે સેના સજજ થઈ જવા પામી ગઈ છે. વિવિધ તકેદારીના પગલાઓ લેવાઈ જ રહ્યા છેે. હવે પાકીસ્તાન રઘવાયુ વધુ બન્યુ છે જેને ખાળવા ભારતે કયાંય કોઈ કચાશ રાખી જ નથી. જાણકારો કહી રહ્યા છે કે, આવા સમયે બોર્ડર પર બ્લેકઆઉટ સહિતના પગલા તો લેવાઈ જ રહ્યા છે પરંતુ નાપાક મુલકના કોઈ પણ પ્રકારના અવચંડાઈ ભર્યા પગલામા ભારતનો જાનમાલને નુકસાન ન થયા તે માટે હાલના સમયે કચ્છમાં સરહદી વિસ્તારો કે જે નાપાક મુલકને અડી રહ્યા છે ત્યાથી વાંઢોમાં રહેનારાઓ કે છેવાડાના ગામડાઓમાં રહેતા લોકોને મુખ્ય શહેરો તરફ લઈ જવા જોઈએ.
થોડા સમય માટે સરહદી વિસ્તારો જયા સુધી સેન્યએ મોરચો સંભાળ્યો છે ત્યા સુધી સિવિલિયન નાગરીકોને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત રીતે મુખ્ય શહેરોમાં રહે તેવા સેલ્ટરહોમમાં મુકવા જોઈએ. હાલમાં શાળાઓમાં વેકેશન છે તો શાળાઓમાં આવા લોકોની વ્યવસ્થાઓ કરવી જોઈએ.

Comments