Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

08 May



ભુજ : સંગઠિત મહિલા શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્ય માટે ૧૯૩૬માં શરૂ થયેલ રાષ્ટ્ર સેવિકા સમિતિનું કાર્ય ભારતના તમામ પ્રાંતો અને જિલ્લાઓ અને નગર સુધી પ્રસર્યું છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા શાખાઓ દૈનિક તથા સાપ્તાહિક ધોરણે લાગે છે. સૌરાષ્ટ્ર પ્રાંતનો બહેનો માટેનો રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ તાજેતરમાં ભુજ ખાતે પ્રારંભ થયો છે. 
સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવેશ વર્ગ, ઘોષ વર્ગ, બાલ વર્ગ અને ગૃહિણી વર્ગ તેમજ ગુજરાત ક્ષેત્રનો પ્રબોધ વર્ગ તા.૬થી ૨૧ મે દરમ્યાન  લેવા પટેલ કન્યા રતન ધામ, હરીપર ભુજ મધ્યે યોજવામાં આવેલો છે. ઉદ્ઘાટન સત્રમા પૂનમબેન રાવલ જૂનાગઢ અને પ્રબોધ વર્ગના વર્ગધિકારી મા.માલવિકા બેન ચોકસી અમદાવાદ તથા સંકુલ ના મા.કાંતા બેન વેકરીયા અતિથિ વિશેષ તેમજ ક્ષેત્ર કાર્યવાહિકા રાજશ્રીબેન જાની, પ્રાંત કાર્યવાહીકા નીતાબેન જાની દ્વારા પુષ્પ અર્પણ અને વૈદિક હવન  દ્વારા વર્ગ ની શરૂઆત કરવામાં આવી હતી.  શિક્ષિકા ઓ દ્વારા દંડ, નિયુદ્ધ, સમતા,  બેન્ડનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વર્ગ માં કુલ ૧૭૫ શિક્ષાર્થીઓ જે આખા ગુજરાતના ૫૩ સ્થાન પરથી આવેલા છે, જેમાં ૧૫ શિક્ષિકા , ૧૯ પ્રબંધિકા, ૭ અધિકારી માર્ગદર્શન આપી રહ્યા છે.
---

Comments

COMMENT / REPLY FROM