Trending News
સ્થાનિક સમાચાર

જ્ઞાતિ બહેનો માટે ભુજમાં ૧૧ દિવસનો આત્મરક્ષણ કેમ્પ યોજાયો 

08 May


કેમ્પમાં લાઠી અને તલવાર બાજીના વિવિધ પ્રયોગો શીખવારવામાં આવ્યા

ભુજ : શ્રી વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ ભુજ મહિલા મંડળ દ્વારા ૨૨ એપ્રિલથી ૨ મે સુધી ૧૧ દિવસીય આત્મરક્ષણ પ્રશિક્ષણ કેમ્પ યોજાયો હતો. જેમાં જ્ઞાતિની બહેનો અને દીકરીઓએ ભાગ લીધો હતો. કેમ્પમાં લાઠી અને તલવાર બાજીના વિવિધ પ્રયોગો શીખવવામાં આવ્યા હતા.કેમ્પના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે જ્ઞાતિ પ્રમુખ, મહિલા મંડળના પ્રમુખ, યુવક મંડળના પ્રમુખ, યુવા શક્તિ અને યંગસ્ટર ગ્રુપના લીડરો હાજર રહ્યા હતા. પ્રશિક્ષણના શિક્ષક તનિષ્કભાઈએ તાલીમ આપવાનું શરૂ કર્યું હતું.
૨ મેના રોજ તાલીમાર્થી બહેનો દ્વારા શીખેલા પ્રયોગોનું નિદર્શન જ્ઞાતિજનો સમક્ષ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાડલી એવોર્ડ વિજેતા અને લેખિકા પૂજાબેન કશ્યપ આડેસરા તથા આર.એસ.એસ. મહિલા સમિતિમાં સક્રિય પૃથ્વીબેન મોહિતભાઈ કોઢિયાએ સ્ત્રી સશક્તિકરણ વિષય પર રજુઆત કરી હતી.સી-વિંગની બહેનોએ નિડરતાથી દરેક પરિસ્થિતિનો સામનો કરવાની સમજ આપી હતી. જરૂર પડ્યે મદદ માટે તૈયાર રહેવાની બાંહેધરી પણ આપી હતી. જ્ઞાતિ પ્રમુખ રાજેશભાઈ માંડલિયા, ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ કોઢિયા અને ઉપસ્થિત જ્ઞાતિજનોએ મહિલા મંડળને અભિનંદન પાઠવ્યા હતા. તાલીમાર્થી બહેનોએ પણ પોતાના મનોભાવો વ્યક્ત કરતા કહ્યું હતું કે અહીં શીખેલું જીવનમાં ઉપયોગી બનશે. તેમણે મહિલા મંડળનો આભાર માન્યો હતો.
તાલીમ પૂર્ણ થયા બાદ બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. શિક્ષક તનિષ્કભાઈ, ઉદયભાઈ અને કુંજભાઈને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ મહિલા મંડળના પ્રમુખ મીતાબેન અને મંત્રી જસ્મીનબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન નેહા ગુસાણીએ કર્યું હતું. 
--

Comments

COMMENT / REPLY FROM