પાક સરહદ નજીક કચ્છમાં ડ્રોન વિસ્ફોટથી દોડધામ
યુદ્ધની તનાવપૂર્ણ સ્થિતી વચ્ચે ખાવડા વિસ્તારમાં ડ્રોન બ્લાસ્ટ થતા તર્કવિતર્કો
ખાવડાના આરઈ પાર્ક વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન લાઈન સાથે અથડાતા તૂટી પડ્યું, સુરક્ષા એજન્સીઓ સતર્ક : સ્થાનિક લોકોએ મોડી રાતે ડ્રોન ઉડતુ હોવાનો વીડીયો ઉતાર્યા બાદ પોલીસને જાણ કરાઈ, પોલીસ-એરફોર્સ સહિતનાઓએ આદરી ઉંડી છાનબીન
ગાધીધામ : એકતરફ ભારત અને પાકીસ્તાન વચ્ચે યુદ્ધની સંભવિત સ્થીતી નિર્માણ પામેલી છે, ભારત દ્વારા પાકીસ્તાન પર પ્રચંડ પ્રહાર પણ ગઈકાલે ન્યાયીક રીતે કરવામા આવ્યો છે અને આતંકના નવ જેટલા અડ્ડાઓ નેસ્તનાબુદ કરી દેવાય છે, દેશમાં પણ સરહદી વિસ્તારોની સુરક્ષા જડબેસલાક કરી દેવામા આવી હતી અને મોકડ્રીલનુ પણ આયોજન ગઈકાલે સફળતાથી કરવામા આવ્યુ હતુ તે વચ્ચે જ ગત રાત્રે ખાવડા વિસ્તારમાં એક શંકાસ્પદ દેખાતુ ડ્રોન ઉડતું સ્થાનિક જાગૃત લોકોએ જોયુ હતુ અને તે બાબતે એજન્સી-પોલીસતંત્રને જાણ કરવામા આવતા આજ રોજ સવારે છ વાગ્યાના અરસામાં આ સદિગ્ધ ડ્રોનને તોડી પાડવામા આવ્યુ હોવાના અહેવાલો સામે આવા પામી રહ્યા છે. જો કે, આ મુજબની કાર્યવાહીને હજુ સુધી કચ્છમાંથી સત્તાવાર પુષ્ટી કયાંય મળવા પામી નથી.
ભારત-પાકિસ્તન વચ્ચે ગંભીર તનાવની પરિસ્થિતિ વચ્ચે દેશભરમાં હાઇએલર્ટ છે તેવા સમયે આજે વહેલી સવારે કચ્છમાં પાક. બોર્ડર નજીક ભેદી વિસ્ફોટ થતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
ભારતના ઓપરેશન સિંદુર પછી તમામ સરહદે સતર્કતા વધારી છે. ત્યારે બીજી તરફ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ સરહદે શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાયું હતું. હાઈટેન્શન લાઈન સાથે ડ્રોનની ટક્કર થતાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટના કચ્છના ખાવડા સરહદી વિસ્તારમાં થઈ હતી.પ્રાથમિક માહિતી પ્રમાણે કચ્છના ખાવડા સ્થિત પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં આજે સવારે ૬ વાગ્યે વિસ્ફોટ થયો હતો.
સમગ્ર મામલે પોલીસ અને વાયુસેના તપાસ કરી રહી છે.
જોકે આ ડ્રોન સરહદ
પારથી આવ્યું છે કે નહીં તેની પુષ્ટી થઈ નથી, સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે અને તપાસ હાથ ધરી છે.
..........
સીમાવર્તી વિસ્તારમાં ઉત્તેજના : એજન્સીના અધિકારીઓનો કાફલો દોડી ગયો
ગાંધીધામ : બોર્ડર પર એલર્ટ રહેલી સુરક્ષા એજન્સીઓને જાણ થતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ શંકાસ્પદ ડ્રોન કોનું છે અને કયાંથી આવ્યું હતું સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાથી સરહદી વિસ્તારોમાં ઉત્તેજના સર્જાઇ હતી.
...............
સમગ્ર મામલો તપાસ માંગે છે..!
પાક સાથેના તણાવથી અપાયેલા એલર્ટ વચ્ચે ડ્રોન આરઈ પાર્ક-ખાવડા પટ્ટા સુધી ઉડયું કેવી રીતે? કયા ઉદેશ્ય સાથે? કઈ ટેકનોલોજીનું આ ડ્રોન છે?
ગાંધીધામ : ભારત અને પાકીસ્તાન વચ્ચે હાલના સમયે તનાવપૂર્ણ સ્થિતી સર્જાયેલી છે. ગઈકાલે ભારત દ્વારા ઓપેરશન સિંદુરના માધ્યમથી પાકીસ્તાન પર એરસ્ટ્રાઈક કરી દીધી અને વિશ્વભરમાં આતંકીસ્તાનનો ચહેરો ખુલ્લો પાડી દીધો છે. તેવામાં ગત રોજ દેશભરમાં મોકડ્રીલ પણ કરાઈ છે અને ખાસ કરીને સરહદી વિસ્તારોને વધુ એલર્ટ રહેવાની સુચનાઓ આપવામાં આવી હતી. દરમ્યાન જ આજે વહેલી સવારે ખાવડાના આરઈ પાર્ક પટ્ટામાં એક શંકાસ્પદ ડ્રોનનો ધડાકો થવા પામ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છેે. આ બાબતે ચોકકસથી પોલીસ સહિતની એજનસીઓ ઉંડી છાનબીન આદરી રહી છે ત્યારે જયાથી પાકીસ્તાની સરહદ અડીને આવેલી છે તેવા સરહદી વિસ્તારમાં આ ડ્રોનનું ઉડવુ તે મુળીયા ઉલેચતી સમગ્ર તપાસ માંગી જ જાય તેમ છે. પ્રાથમિક તપાસમાં પાકીસ્તાન તરફથી આ ડ્રોન આવ્યુ હોય તેવુ કયાંય લાગતુ હોવાનુ દેખાતુ નથી પરંતુ એજન્સીઓ અને પોલીસ સહીતનાઓએ આ ડ્રોનને લઈને ચોકકસથી ઉંડી તપાસ હાથ ધરવી જોઈએ. કચ્છ સરહદ પર એલર્ટ અપાયુ છે તે વચ્ચે ડ્રોન કોના તરફથી ઉડાવવામાં આવ્યુ? તે મોટો તપાસનો વિષય બની રહ્યો છે. ડ્રોન જે ઉડયુ છે તે કઈ ટેકનોલોજીનું છે તેની પણ તપાસ થવી જોઈએ.કયા ઈરાદો અને કેવા પ્રકારના વપરાશનું આ ડ્રોન છે?પાકીસ્તાન સાથેના તણાવને લઈને પહેલેથી જ એલર્ટ અપાયુ છે આવામાં ડ્રોનનું મળી આવવુ અને તોડી પાડવા સહિતની ઘટનાઓ ઉંડી તપાસ ઈચ્છનીય જ કહી શકાયતેમ છે.
........

Comments