ઓપેરશન સિદુરમાં ભારતને સૌથી મોટી સફળતા : મસુદ અઝહરનો ભાઈ રઉફ અઝહર હણાયો : કંધહારકાંડથી અનેક હુમલામાં હતો સંડોવાયેલ
કરાંચી અને રાવલપીંડીમાં પાકીસ્તાનના પરમાણું ઠેકાણાઓ પર ભારતના ડ્રોન ઉડતા જોવાયા
નવી દીલ્હી : ભારત દ્વારા ઓપરેશન સીંદુર પાકીસ્તાન પર હાથ ધરવમા આવ્યુ છે અને એક પછીએક મોટા કુખ્યાત આતંકીઓને ભારત શોધી શોધીને હણી રહ્યા છે. દરમ્યાન જ આજ રોજ ભારતને મોટી સફળતા મળવા પામી છે. આજ રોજ ભારતીય સૈન્ય દ્વારા ભારતનો સૌથી મોટો દુશ્મન મસુદ અજહરનો ભાઈ રઉફ અઝહર હણાઈ જવા પામ્યો છે. ભારતને આ ખુબજ મોટી સફળતા છે. નોધનીય છે કે, ભારતમાં આઈસી ૮૧૪ ફલાઈટ કંધહાર કાંડ, ર૬/૧૧નો આતંકવાદી હુમલો, સંસદ એટેક, પુલવામાં હુમલો સહિતમાં આ રઉફની સંડોવણી જ નહી પણ માસ્ટરમાઈન્ડ તરીકે તે રહેલો હતો. આજે ભારતે તેનો ખાત્મો કરી દીધો છે.

Comments