Trending News
સ્થાનિક સમાચાર

લાકડીયા પટ્ટામાં રોયલ્ટીચોરીના આયોજનબદ્ધ કૌભાંડનો પર્દાફાશ

08 May


ખાણખનિજ વિભાગ ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક શ્રી મેહુલ  શાહ અને પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી એન એ પટેલની સંયુકત ધાક બેસાડતી કાર્યવાહી : રોયલ્ટી પાસ વગર જ ખનીજ પરિવહન કરનાર ટોળકી પર ગરજી ગાજ : ૯૦ લાખથી વધુનો મુદામાલ સિઝ


ગાંધીધામ : કચ્છમાં વિવિધ પ્રકારની ખનીજ સંપદાઓ ધરબાયેલી છે. આ ખનીજ પર સરકારને જે આવક થવી જોઈએ તેના બદલે માફીયાઓ ખનીજ તસ્કરીને ખુલ્લેઆમ અંજામ આપતા ફરી રહ્યા હોવાની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી એન એ પટેલ ઉપરાંત ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક શ્રી મેહુલ શાહની ચાંપતી નજર અને ધાક બેસાડતી કાર્યવાહીથી આવા ખનીજ માફીયાઓમાં રીતસરનો ફફડાટ જ ફેલાયલો જોવા મળી રહ્યો છે. દરમ્યાન જ આ બન્ને અધિકારીઓની ટુકડીઓએ સંયુકત રીતે તવાઈ બોલાવી અને લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઈનાકલે ખનીજચોરી કરનારા તત્વોને સાણસામાં લઈ લીધા છે. 
આ બાબતે સત્તાવાર રીતે ખાણખનિજ વિભાગ મારફતે જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા અનુસાર માન.કલેકટરશ્રી કચ્છની સુચના અને માર્ગદર્શન હેઠળ ભુસ્તરશાસ્ત્રી પૂર્વ્‌ કચ્છની ટીમતથા ફલાયિંગ સ્કવોર્ડ કચ્છની તપાસ ટીમ દ્વારા સંયુકત તપાસ હાથ ધરવામા આવી હતી. સદર તપાસ દરમ્યન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી રોયલ્ટી પાસ વગર ચાઈનાકલે ખનીજ  વહન કરતી ચાર ટ્રક પકડવામા આવી હતી. ચારે ટ્રકોને સિઝ કરી આશરે ૯૦ લાખ રૂપીયાનો મુદામાલ લાકડીયા પોલીસ  સ્ટેશનને સોપવામા આવ્યો છે. જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામ આવી રહી છે.


 

Comments

COMMENT / REPLY FROM