પાકીસ્તાનના ૧૦ શહેરોમાં ડ્રોન બ્લાસ્ટથી હડકંપ : પીએમ શરીફે બોલાવી ઈમરજન્સી બેઠક
હવે પાછીપાની કરે એ બીજા : ભારતનો પાક પર કહેર
પાકીસ્તાનની એર ડીફેન્સ સંપૂર્ણ રીતે નીષ્ફળ : નેવીની કોલેજ પર પણ થયો ડ્રોન હુમલો
પાકીસ્તાની નેવી કેમ્પ નજીક થયો બ્લાસ્ટ : રાવલપીંડીમાં પાક સેનાના હેડકવાર્ટર પાસે ધડાકો : આતંકીઓના અડ્ડાઓ પર હજુ પણ ઓપરેશન સિંદુરનો એટેક યથાવત : પાકીસ્તાનમાં અફરાતફરી : લોકો રસ્તા પર ઉતર્યા : એમ્યુલન્સના સાયરનોની દેખાઈ ગુંજ
ઈસ્લામાબાદ : ભારતમા આજ રોજ સર્વપક્ષીય બેઠક યોજાઈ છે અને ભારતીય સરક્ષંણ પ્રધાને કહ્યુ કે ઓપરેશન સિંદુર યથાવત રહેશે. અને આજ રોજ તે બાદ પાકીસ્તાનના ૧રથી વધુ શહેરોમાં સિરીયલ ડ્રોન બ્લાસ્ટ થવા પામ્યા છે.
કરાચી, રાવલપીંડી, લાહેરા સહિતના ઠેકાણાઓ પર બ્લાસ્ટ કરાયા છે. પાકીસ્તાનમાં હડકંપની સ્થિતી સર્જાવવા પામી ગઈ છે. કરાંચી, લાહોર, રાવલપીંડ સહિતમાં પાકીસ્તાનની નેવી, સહિતના હેડકવાર્ટરને ધ્વસ્ત કરીદેવામા આવ્યા છે. પાકીસ્તાનમાં આ પ્રકારના હુમલાથી પીએમ શાહબાઝ શરીફે ઈમરજન્સી બેઠક બોલાવી દીધી છે. પાકીસ્તાનની નેવી કેમ્પ તથા હેડકવાર્ટરને પણ ભારે નુકસાન થવા પામી ગયું છે. જો કે, હજુ સુધી આ પ્રકારના હુમલાઓને લઈને ભારત અથવા તો પાકીસ્તાન તરફથી કોઈ જ પ્રેસ યોજીને સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.
...........

Comments