ભુજમાં નવનિર્મિત વૈયાવચ્ચ ધામનું ૧૧મીએ થશે ઉદ્દઘાટન
માધાપર : અજરામર કૃપા ફાઉન્ડેશન લીંબડી અંતર્ગત ગુરુકૃપા વૈયાવચ્ચ ધામ કચ્છ ટ્રસ્ટ દ્વારા નવનિમિત ધર્મનગરી એવા ભુજ શહેરમાં દરેક ગચ્છ-સંપ્રદાયના પૂ. સંત-સતીજીઓ માટે પૂ. શાસન પ્રભાવિકા રૂક્ષ્મણીજી મહાસતીજીના જન્મ શતાબ્દિ વર્ષ તથા તેમના જ સુશિષ્યા તપસ્વી સાધ્વીરત્ના પીયૂષાકુમારી મ.સ.ના સંયમ સુવર્ણ (૫૦) વર્ષ નિમિત્તે અજરામર વૈયાવચ્ચ ધામના દ્વારોદ્દઘાટનના વૈશાખ સુદ ચૌદસ ૧૧ મેના નવકારશી સવારે ૭ઃ૩૦ કલાકે , સમારોહ પ્રારંભ સવારે ૮ઃ૩૦ કલાકે, નવકારશી જમણ બપોરે ૧ઃ૦૦ કલાકે, ઉદઘાટન બપોરે ૧૨ઃ૩૯ કલાકે સિલ્વર સીટી, ભુજ - મુન્દ્રા રોડ, કે. કે. હોસ્પિટલ પાસે, નવનીત નગરની સામે, ભુજ ખાતે રાખવામા આવેલ છે.
પૂ. ગચ્છાધિપતિ આ.ભ. ભાવચંદ્રજી સ્વામીના મંગલ આશીર્વાદ અને પ્રેરણાથી કચ્છના પાટનગર ભુજ શહેરના આંગણે જૈન શાસનના તમામ ગચ્છ-સમુદાયના શ્રમણ-શ્રમણીઓની સેવા-ભકિત સ્વાસ્થ્ય અને સંયમ સાધનાને અનુકુળ એવા એક શાતાકારી સમધિદાયક “વૈયાવચ્ચ ધામ”નું નવનિર્માણ કરવામાં આવેલ છે. એના મંગલ ઉદ્દઘાટન પ્રસંગે સમસ્ત સંઘ-પરિવાર સહિત સૌને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે. ભુજ નગરના રાજવી પરિવારમાં ધર્મની દીકરી તરીકે માન-સન્માન સ્થાન પામી રજવાડી ઠાઠમાઠથી સંયમી બનેલા પૂ. શાસન પ્રભાવિકા રૂક્ષ્મણીજી મહાસતીજીના જન્મ શતાબ્દિ વર્ષ તથા તેમનાજ સુશિષ્યા તપસ્વી સાધ્વીરત્ના પીયૂષાકુમારી મ.સ.ના સંયમ સુવર્ણ (૫૦) વર્ષ નિમિત્તે માતૃશ્રી પુષ્પાબેન બાબુલાલ ઝવેરીના પુત્ર જૈન શ્રેષ્ઠીવર્ય મુકેશભાઈ ઝવેરીએ ૫૫૦ વારનો પ્લોટ અર્પણ કરેલ છે, જે “વૈયાવચ્ચ ધામ” ભુજનું નજરાણુ કહી શકાય તેવું રમણીય નીર્માણ પામેલ છે. આ સંકૂલના મુખી દાતા કમલાવંતી શશિકાંત મોરબીયાએ લાભ લીધેલ છે. પાવન નિશ્રા લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી, પૂ. છોટે ગુરૂદેવ વિમલચંદ્રજી સ્વામી આદિ સંતો જ્ઞાન જયોતિર્ધર પ.પૂ. આ.ભ. આદિ ઠાણા આ. ભ. શ્રીમદ્ શોવિજય સૂરીશ્વરજી મ.સા., લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. સેવાપ્રિય બા.બ્ર.મોટા મ. અંજનાબાઈ મ., પૂ. તપસ્વિ રત્ના બા.બ્ર. ઉર્વીષાજી પીયૂષાજી મ., પૂ. યોગિનીજી પદ્મનીજી, રોહિણીજી, વિશ્વાશિનીજી, સોહિનીજી, ભાવિનીજી, પ્રિયદર્શિનીજી આદિ સતીરત્નો ૫.પૂ. સાધ્વીજી ભગવંતશ્રી કલાવતીશ્રીજી મ. સા. આદિ ઠાણા પંજાબ કેસરી પ.પૂ. આ. વિજય વલ્લભસૂરીશ્વરજી મ.ના આજ્ઞાનુવર્તી પ.પૂ. પ્રવર્તિની સા. કમલપ્રભાશ્રીજી મ. ના સુશિષ્યા પ.પૂ. સા. ઋજુપ્રજ્ઞાશ્રીજી મ. આદિ ઠાણા - ર ઉપસ્થિત રહેશે.
ભૂમિ દાતા માતૃશ્રી પુષ્પાબેન બાબુલાલ ઝવેરી પરિવાર , સંકુલ મુખ્ય દાતા માતૃશ્રી કમલાવંતી શશીકાંત મોરબીયા પરિવાર , વ્યાખ્યાન હોલ દાતા ભદ્રેશભાઈ ત્રિભોવન મહેતા, ચીરાગભાઈ કિર્તીકુમાર શાહ, રૂમ દાતા માતૃશ્રી વિશ્વાબેન લક્ષ્મીકાંત શાહ પરિવાર , માતૃશ્રી રમીલાબેન ધીરજલાલ ઇન્દ્રજી શાહ, (લીમડી), માતૃશ્રી મંછાબેન કેશવલાલ સ્વરૂપચંદ સંઘવી પરિવાર, સ્વ. માતૃશ્રી શારદાબેન શાંતિલાલ માવજી ખંડોર, માતૃશ્રી ગુણવંતીબેન દલીચંદભાઈ મહેતા (રાપર-ભુજ), માતૃશ્રી ઉર્મિલાબેન મણીકાંત દેવશી શાહ (કોચીન), માતૃશ્રી દિવાળીબેન ચુનીલાલ મહેતા, દેવબાઈ વેલજી રામજી પીંડોરિયા, માતૃશ્રી અમૃતબેન ઓતમચંદ વિશનજી શાહ (મુળઃ માંડવી, હાલે ભુજ), ઓફીસ દાતા માતૃશ્રી પ્રેમીલાબેન પ્રેમચંદ સંઘવી પરિવાર, ભોજનખંડ દાતા સમાજરત્ન તારાચંદભાઈ જગશીભાઇ છેડા , રસોડાના દાતા શ્રીયુત રતનશી ભીમજી સાવલા પરિવાર, સુવઈ - વાગડ રહ્યા છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જગશીભાઈ સામતભાઈ ગાલા (ટાઇમેકસ ગ્રુપ), ભચાઉ, રમણીકભાઇ ધનજીભાઇ છાડવા સામખીયારી - માટુંગા, અમરશીભાઈ ગોકળભાઈ ગડા સામખીયારી - બોરીવાલી, ભોગીલાલભાઈ માવજીભાઈ વોરા મુંબઇ, યોગેશભાઈ દોશી - દુબઇ, સતીષ હેમતચંદ્ર વોરા - અમદાવાદ, ડો. રૂપાલીબેન મોરબીઆ - ભુજ, જીગ્નેશભાઈ રમણીકલાલ દોશી - અંજાર, ભોગીભાઈ નેમચંદભાઈ મહેતા મુન્દ્રા, શાંતિભાઈ હરધોર કારીયા સુવઈ - ઘાટકોપર, લવજીભાઈ સ્વરૂપચંદભાઇ મહેતા અમદાવાદ, સ્મીતભાઈ ઝવેરી, ચંદ્રકાંતભાઈ આર. દોશી - સરા, રાજેન્દ્ર ભોગીલાલ શાહ - ભુજ, ઈશ્વરભાઈ હિંમતલાલ દેસાઈ - ભુજ, ચિરાગભાઈ અરવિંદભાઈ ખંડોર - ગાંધીધામ ઉપસ્થિત રહેશે. ટ્રસ્ટી મનીષ શશીકાંત મોરબીયા, હિતેશ હિંમતલાલ ખંડોર, જિજ્ઞેશ લક્ષ્મીકાંત શાહ, કમલેશ પ્રેમચંદ સંઘવી, અશોક કેશવલાલ સંઘવી, ભદ્રેશ ત્રિભુવન મહેતા, કૈલાસ દલીચંદ મહેતા, નીરજ કિરણભાઇ શાહ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
------

Comments