ડીપીએ-કંડલામાં ર હજાર કરોડના રોયલ્ટી તસ્કરી કૌભાંડનો મસમોટો અંગુલીનિર્દેશ
રેડ્ડી સાહેબ મહેરબાન તો કૌભાંડકારીઓ પહેલવાન..!
ટેન્ડરની શરતો અનુસાર જ રોયલ્ટી સર્ટીફીકેટ મળે, ખનીજ વિભાગથી સર્ટી પાંચ લાખ ટનનું મળ્યુ હોય તો તેને મેળવી બાજુ પર મુકી દઈ, ખુદ ર૦ લાખ ટનનું
રોયલ્ટીની બોગસ સ્ટેમ્પ-સહી સિક્કા સાથેનુ પ્રમાણપત્ર ડીપીએપોર્ટમાં રજુ કરી અને રોયલ્ટીની કરોડોની કરાય છે ચોરી : ડીપીએે કંડલાના સબંધિત વિભાગના અધિકારીઓની આંખે પાટ્ટ છે કે પછી પેસાની મોહીની તળે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે લાંબા સમયથી કરોડોના આ કૌભાંડને અપાઈ રહ્યો છે અંજામ
આઠથી દસ કંપનીઓ દ્વારારોયલ્ટીના બોગસ સ્ટેમ્પ લગાડીને આયોજનબદ્ધ રીતે કરોડોની ગેરરીતીને અંજામ અપાતો હોવાની ચર્ચા : ડીપીએ-કંડલાના સબંધિત વીભાગના અધિકારીઓની પણ મીલીભગત : સરકારની તિજોરીને કરોડોનો આર્થિક ધુમ્બો : લાંબા સમયથી ચાલી આવતા ષડયંત્રમાં મોટી સિન્ડીકેટનો હાથ
અમદાવાદની પાર્ટી રણજિત બિલ્ડકોને જે રીતે ર૦ર૩માં સામખીયાળી-કીડીયાનગર રેલવે ટ્રેકના કામમાં ખાણખનિજ વિભાગના બોગસ સહી-સીક્કાઓ બનાવી
૩ કરોડની રોયલ્ટી ચોરીનું આદર્યુ હતુ કૌભાંડ, તેવી જ રીતે ડીપીએ-કંડલામાં પણ રોયલ્ટી તસ્કરી આચરવામાં આવતી હોવાની છે ચકચાર
ડીપીએ-કંડલાના એસ્ટેટ વિભાગના ચીફ એન્જીનીયર શ્રી રવિન્દ્ર રેડ્ડીથી વાસ્તવિકતા જાણવા અમારા દ્વારા ફોન કરાયો તો તેમને રાબેતા મુજબ જ ફોન ઉપાડવાની તસ્દી ન મેળવતા ડીપીએ-કંડલાની પ્રતિક્રીયા મુકવાનો પ્રયાસ બન્યો વિફળ, જો કે, શ્રી રેડ્ડી ફોન ઉપાડે પણ કયાંથી, તેમની મુકસહમતીથી જ દર્શાવી રહી છે કે આવા કરોડોના કૌભાંડો શ્રી રેડ્ડીની અજાણતાથી નહી ચાલતા હોય..? જો તેઓ કાર્યવાહી કરવા ઈચ્છુક હોય તો ચોકકસથી ફોન ઉપાડે અને વિગતો પણ તથ્યો-આધારો સાથે વર્ણવી દેખાડ, ખૈર રવિન્દ્ર રેડ્ડી સાહેબ તો મુકસેવક બનીને બેઠા છે, હવે ડીપીએ -કંડલાના ચેરમેનશ્રી સુશીલકુમાર જ રેડ્ડી સાહેબનો કેમ ન આમળે કાને..!
ખાટલે મોટી ખોટ : માટી-રેતી-કપચી કે કાંકરીઓનું કામ પોર્ટમાં આવતુ હોય તો તેમાં ચોકકસથી સિવિલ વિભાગની જવાબદારી બનતી જ હોય છે, પોર્ટની કોઈ વિભાગની જવાબદારી ન બને તેવુ માની શકાય નહી, અને જો સિવિલ વિભાગની જવાબદારી અવે તો તે અંગે અંતિમ ચકાસણીઓ કરવી, કરાવવાની જવાબદારી પોર્ટના ચીફ ઈન્જીનીયરશ્રીની પણ આવતી જ હોય છે..? એટલે ડીપીએના શ્રી રેડ્ડીએ આવા પ્રકરણો બાબતે ચોકકસથી ઘનિષ્ઠ તપાસ કરવાની થાય છે, તેઓ શા માટે નથી કરાવતા તે હવે તપાસનો વિષય છે..!
ચીફ એન્જીનીયર શ્રી રવિન્દ્ર રેડ્ડીએ ફોન ઉપાડવાની તસ્દી જ ન લેતા તે પ્રયાસ વિફળ નીવડયો : કંડલા પોર્ટે રોયલ્ટી સબંધિત કોઈ જ ચકાસણીઓ કરવાની થતી નથી, ઠેકેદારને કામ આપીએ, તેની જ બધી જવાબદારી હોય છે : ડીપીએ પોર્ટ પ્રવકતા
ગાંધીધામ : ડીપીએ-કંડલાના વર્તમાન ચેરમેનશ્રી સુશીલકુમારના આગમન બાદ પારદર્શક વહીવટ અને કર્મચારી-અધિકારીઓની કાર્યદક્ષતાના અનોખા જ દર્શન થવા પામી રહ્યા છે. ચેરમેનશ્રી પણ સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને બરાબરના અનુસરી રહ્યા હોય તેમ કેન્દ્રસરકાર, શિપીંગ મંત્રાલય, ડીપીએ કંડલા ટીમ, સ્ટેક હોલ્ડર્સ, સંકુલ સહિતનાઓને સમાંતર રીતે સાથે લઈ અને ડીપીએ પોર્ટને દેશનું નંબર વન પોર્ટ બનાવાની દીશામાં એક આગવી કોઠાસુઝ અને વિઝન સાથે આગળ વધી રહ્યા છે. તેઓના આ પ્રકારના સ્વભાવની ઝલક પણ વિવિધ કદમોમાં જોવા મળી રહી છે. કંડલાને દેશનુ હાઈડ્રોજન હબ બનાવવાની દીશામાં તેઓએ એલ એન્ડ ટી જેવી મહાકાય વિશ્વપ્રતિષ્ઠીત કંપનીને કોનટ્રાકટ આપી અને આવા મહત્વકાંક્ષી પ્રકલ્પોમાં કોઈ જ પ્રકારની લાલીયાવાડી ચલાવવા તેઓ તૈયાર જ નથી તેવો કડક સંદેશ પણ આપી દીધો છે પરંતુ જાણકારો કહી રહયા છે કે, શ્રી સુશીલકુમારજીએ કાર્યભાર સંભાળયું એથી પહેલાના ચેરમેનના નેતૃત્વમાં અધીકારીઓએ ભ્રષ્ટ કૃત્યો આચરી અને ગેરરીતી તથા આર્થીક ભોપાળાઓને છુટ જ આપી દીધી હોય તેનું શું કરવાનું? આ પ્રકરણોની પણ જીણવટ ભરી તપાસ તો વર્તમાન સમયે કરવાની થાય જ છે ને..?જાણકારો કહી રહ્યા છે કે, ડીપીએ-કંડલામાં આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા, તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે બોગસ રોયલ્ટી તસ્કરીનું અંદાજી બે હજાર કરોડનું મસમોટુક કૌભાંડ આચરાઈ ચૂકયુ છે. ડીપીએ-કંડલામાં રેતી-કપચી કે માટીના કામ પેટે જે ટેન્ડરો ઈન્વાઈટ કર્યા હોય તેમાં દર્શાવેલ રકમના પાંચ ગણા વધુ આંકડાઓ દૃશાવી બોગસ દસ્તાવેજોથી ડમી રોયલ્ટી સર્ટીફીકે અધિકારીઓના ખોટા સહી સિક્કા ખુદ જ કરી અને ડીપીએમાં તેને પ્રોડયુશ કરી મસમોટી રોયલ્ટી ચોરી કરવામા આવી રહી હોવાનો મોટો અંગુલીનિર્દેશ સામે આવવા પામી રહ્યો છે. હાલમાં ડીપીએમાં ચાલી રહેલા પ્રકરણને વધુ સરળતાથી સમજવા માટે અહી યાદ અપાવી શકાય કે બે વર્ષ પહેલા જ કચછમાંથી આવુ જ એક મસમોટુ બોગસ રોયલ્ટી સ્કેમ સામે આવવા પામ્યુ હતુ. જાણકારો કહી રહયા છે કે, કચ્છમાં સામખિયાળી-કીડીયાનગર રેલવે ટ્રેક બનાવવા માટે સાત લાખ મેટ્રિક ટન
કપચીના ખોટા ડૉક્યુમેન્ટ બનાવી ત્રણ કરોડ કરતાં વધારે રૂપિયાની રોયલ્ટીની ગોલમાલ કર્યાની ફરિયાદ અમદાવાદની રણજિત બિલ્ડકોન સામે કરવામાં આવી હતી. ખોટા ડૉક્યુમેન્ટની વિગત અંજાર ભૂસ્તર વિભાગમાં સામે આવતા ભૂસ્તર વિભાગે અંજાર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધવા અરજી કરી હતી. જો કે, રણજિત બિલ્ડકોન પર રાજનેતાઓ અને અધિકારીઓના ચાર હાથ હોવાથી એક વર્ષ પછી પણ ફરિયાદ નોંધવામાં આવી નથી.
તે વખતની વિગત એવી છે કે કચ્છમાં સામખિયાળી- કીડીયાનગર રેલ્વે ટ્રેક બનાવવા માટે રણજિત બિલ્ડકોનને ૨૦૨૧માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રણજિત બિલ્ડકોને ટ્રેક બનાવવા માટે હજારો ટન રેતી અને કપચીનો ઉપયોગ કર્યો હતો. આ રેતી અને કપચી માટે ભૂસ્તર વિભાગમાં રોયલ્ટી ભરવી જરુરી હતી. જો કે રણજિત બિલ્ડકોને અંદાજે સાત લાખ ટન રેતી અને કપચીની રોયલ્ટીના ખોટા દસ્તાવેજ ઊભા કરી રેલવે વિભાગમાં સબમીટ કરી દીધા હતા. રણજીત બિલ્ડકોને ભૂસ્તર વિભાગના કચેરીના ખોટા સિક્કા અને અધિકારીની ખોટી સહીનો ઉપયોગ કર્યો હતો.
તે વખતે આ કેસમાં પૂર્વ કચ્છના ખાણખનિજ વિભાગના સિનિયર ક્લાર્ક જવાનસિંહ ડાભીએ અંજાર પોલીસ સ્ટેશનમાં આપેલી અરજી મુજબ રણજિત બિલ્ડકોને ૨૦૨૧માં અમદાવાદ રેલવે ડિવિઝનમાં નો-ડ્યુ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જેમાં રોયલ્ટીને લગતા સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે રેલવે વિભાગે અંજાર ભૂસ્તર વિભાગને કાગળ મોકલ્યા હતા. અંજાર ભૂસ્તર પાસે નો-ડ્યુ સર્ટિફિકેટ આવતાં જ રણજિત બિલ્ડકોનનો ભાંડો ફોડયો હતો અને ખોટા સહી અને સિક્કા બનાવીને સાત લાખ ટન રેતી અને કપચીની રોયલ્ટીની ગોલમાલ કરી હોવાનું સામે આવ્યું હતું. આ કપચી અને રેતીની રોયલ્ટી અંદાજે રૂપિયા ત્રણ કરોડ જેટલી થવા જાય છે. આ કીસ્સામાં રાજકીય આક્કાઓના હસ્તક્ષેપથી સંભવત બધુ જ થાડે પાડી દેવાયુ હતુ પરંતુ આ કિસ્સો અહી વર્ણવાનો કારણ એટલુ જ છે કે, બરાબર આ જ રીતે કંડલા-પોર્ટમાં પણ બોગસ દસ્તાવેજોના આધારે કરોડોની રોયલ્ટીચોરીનો મસમોટો કૌભાંડ ધમધમી રહ્યુ છે. ડીપીએ-કંડલાના એસ્ટેટ વિભાગના ચીફ ઈન્જીનીયર શ્રી રવિન્દ્ર રેડ્ડી અને તેમના તાબાનો અમુક સ્ટાફની મીલીભગતથી આઠથી દસ જેટલી અલગ અલગ કંપનીઓ કંડલા પોર્ટમાં પણ પાછલા લાંબા સમયથી આ જ રીતે બોગસ ડમી દસ્તાવેજો આધારેનું રોયલ્ટી કૌભાંડ ધમધમાવી રહ્યા છે. આ કૌભાંડના કેન્દ્રમાં રોયલ્ટી સર્ટીફીકેટના ઘોટાળાઓ રહેલા છે. જાણકારો કહી રહ્યા છે કે, કોઈ પણ કામના ટેન્ડર જે તે પાર્ટીનું મંજુર કરાયુ હોય તો તે ટેન્ડરના કામ અનુસારનું જ રોયલ્ટી સર્ટીફીકેટ ખનીજવિભાગ ઈસ્યુ કરતુ હોય છે. પરંતુ અહી કેટલાક ભેજાબાજ તત્વોની સિન્ડીકેટ દ્વારા પૂર્વ્ કચ્છ ખાણખનિજ વિભાગ પાસેથી તો ટેન્ડરમાં દર્શાવેલ વજન અનુસારનુ જ રોયલ્ટી પાસ મેળવતા હોય છે પરંતુ તેને મેળવી બાજુમાં મુકી દઈ અને તેથી ચાર ઘણા વધારે વજનનું રોયલ્ટી સર્ટીફીકેટ બોગસ અને ડમી સહી સિક્કાઓ સાથે કરી લેતા હોવાનુ મનાય છે. જો આ પ્રેકટીશ ખરેખર ચાલતી જ હોય અને તે પાછલા એકાદ બે વરસથી પણ ધમધમતી હોય તો રોયલ્ટી ચોરીનો આંક બે હજાર કરોડથી વધારેને આંબી જાય તેમ છે. ઉપરાંત જે પ્રમાણેની રોયલ્ટી બનાવટી સર્ટીફીકેટમાં દર્શાવાય છે તેવો કોઈ માલ-ચીજવસ્તુઓ પણ એટલા પ્રમાણમાં ઠાલવવામાં પણ નથી આવતી એટલે સરકારને બે રીતે મોટો ચુનો આ તત્વો ચોપડી રહ્યા છે. પાછલા લાંબા સમયથી આ રીતે કોઈ કૌભાંડ હાલતુ હોય અને તેમાં ડીપીએ-કંડલાના સલગ્ન વિભાગના જવાબદાર અધિકારીઓને ખબર જ ન હોય તેવુ બને ખરૂ? જાણકારો કહી રહ્યા છે કે, એસ્ટેટ વિભાગમાં રવિન્દ્ર રેડ્ડી સાહેબના સીધા જ દીશા નિર્દેશો સાથે આ મુજબના કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો છે. જે બોગસ રોયલ્ટીની રકમ હોય છે તેમાં ડીપીએ-કંડલાન સલગ્ન જવાબદારો ૩૦થી ૪૦ ટકા રકમના તગડા કમિશન-કટકી કે પછી સેકસન લઈ રહ્યા હોવાનુ પણ અહી ચર્ચાવવા પામી રહ્યું છે.
આ બાબતે ચીફ ઈન્જીનીયર શ્રી રવિન્દ્ર રેડ્ડીની પ્રતિક્રીયા જાણવાનો પ્રયાસ તેમના ફોનની સતત ઘંટડીઓ જ રણકતી રહી હોવાથી વિફળ નીવડયો હતો. બીજીતરફ આ બાબતે ડીપીએ કંડલા પ્રશાસનના પ્રવકતા ઓમપ્રકાશની સાથે વાત કરતા તેઓએ કહ્યુ હતુ કે, રોયલ્ટી સબંધીત ડીપીએ-કંડલાએ કંઈ જ જોવાનુ રહેતુ નથી. ટેન્ડર અનુસાર ઠેકેદારને કામ આપીએ છીએ અને તે બાદ મોનીટરીંગ નીતી નિયમો અનુસાર પાલન કરવાની જવાબદારી ઠેકેદારની જ રહે છે તેવુ તેમણે જણાવ્યુ હતુ.
.........
ડીપીએ-કંડલા ચેરમેનશ્રી ખાણખનિજ વિભાગ પૂર્વ
કચ્છથી માત્ર આટલું જ કરાવે ક્રોસ વેરીફીકેશન!
સબંધિત પાર્ટીએ પૂર્વ કચ્છ ખનીજ વિભાગથી લીધેલ રોયલ્ટી સર્ટીફીકેટ અને ડીપીએ-કંડલા એસ્ટેટ વિભાગમાં જમા કરવામા આવેલ રોયલ્ટી સર્ટીફીકેટ? આટલી જ ચકાસણીઓ એકાદ વરસની કરવાા આવશે તો દુધનું દધુ અને પાણીનું પાણી થઈ જશે
ગાધીધામ : ડીપીએ-કંડલામાં અમુક અધીકારીઓની મીલીભગતથી આઠ-દસ પાર્ટીઓ-કંપનીઓ દ્વારા બોગસ રોયલ્ટી કૌભાંડને જે અંજામ અપાઈ રહ્યો છે તેમાં કયાંય કોઈ મોટી તપાસ તજવીજ કરવાની આવશ્કયતા નથી. માત્ર પાછલા એકાદ-બે વર્ષમાં પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગમાંથી જે તે ટેન્ડર પેટે સબંધિત કંપની-પાર્ટીઓને અપાયેલા રોયલ્ટી પાસ સર્ટીફીકેટ તથા તેની સામે ડીપીએ-કંડલામાં જમા કરવામા અવેલા રોયલ્ટી સર્ટફીકેટનો ડેટા ક્રો વેરીફીકેશન જ કરવાનો થાય છે. જો ટેન્ડરમાં પાંચ લાખ ટન હશે તો પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા પાંચ લાખ ટનનો જ રોયલ્ટી સર્ટીફેકેટ આપવામા આવ્યો હશે પરંતુ તેની સામે તે જ ટેન્ડરના કામ પેટે ડીપીએ-કંડલામાં જો રપ લાખ ટનનો રોયલ્ટી પ્રમાણપત્ર રજુ થયેલો મળે તો તે સરકારી અધીકારીના બોગસ સહિ સિક્કાઓ બનાવાયા છે અને રોયલ્ટી ચોરીકરી હોવાનુ આપોઆપ જ ફલિત થવા પામી જશે. હાલમાં ડીપીએ કંડલાના ચેરમેનશ્રી સુશીલકુમાર તથા પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના અધિકારી શ્રી એન એ પટેલ પણ તટસ્થ, પારદર્શક, પ્રમાણિક અને લોકાભિમુખ કાર્યવાહીની છબી ધરાવતા અધિકારીઓ છે. આ બન્ને સંકલન કરશે અને આટલી જ તપાસ કરશે તો દુધનું દુધ અને પાણીનું પાણી થવા પામી જશે.
.........
ડીપીએ-કંડલામાં વિજિલન્સ વિભાગ શું અગરબત્તી કરવા જ છે?
જો જો કયાંક વે બ્રિજવાળા કૌભાંડનો જ તાલ ન થઈ જાય..!
વે બ્રીજમાં ચાલતા કૌભાંડ કંડલા સ્થાનિક વિજિલન્સ, ચેરમેન, ટ્રાફિક મેનેજર, સીએમઈ સહિત કોઈએ ધ્યાને ન લીધુ, દિલ્હી વિજિલન્સમાં ફરીયાદ ગઈ, આ જ અખબારે અહેવાલે ઉજાગર કર્યો અને અંતે ૧૦ જેટલા વે બ્રિજના એ ટેન્ડરને જ ટર્મિનેટ(રદ)કરવાની પડી હતી ફરજ : કંડલા વિજિલન્સ રવિન્દ્ર રેડ્ડી સાહેબની સામે કુણી લાગણી રાખવાનું છોડે..!
ગાંધીધામ : ડીપીએ-કંડલાના સબંધિત વિભાગના અધિકારીઓની મીઠીનજર હેઠળ જ કરોડોની રોયલ્ટીચોરીના કૃત્યને અંજામ અપાઈ રહ્યો હોવાની ફરીયાદ ચર્ચામાં આવી રહી છે ત્યારે ડીપીએ-કંડલાના વિજિલન્સ વિભાગની ભુમિકા પણ શંકાના દાયરામાં આવી જવા પામી રહી છે. જાણકારો કહે છે કે, વિજિલન્સના અધિકારીઓ અને કર્મચારીઓ આવા જ પ્રકારના કૌભાંડો ન થઈ જાય તે જોવા માટે તો તગડા પગારો સાથે અહી નિયુકત કરાવમા આવ્યા છે? તેમના ધ્યાને કેમ આ બધુ નથી આવતુ? તેઓ શું અહી માત્ર અગરબત્તી જ કરવા માટે રખાયા છે?
.........

Comments