Trending News
સ્થાનિક સમાચાર

સીમાવર્તી કચ્છવાસીઓ સાવચેત રહે : વિકાસ સુંડા

07 May



મોકડ્રીલ પૂર્વે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડાનો પ્રજાજોગ સંદેશ 



ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડા વિકાસ સુંડાએ દરેક કચ્છવાસીઓને મોકડ્રીલમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે. પોતાના વીડિયો સંદેશમાં કચ્છવાસીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રશાસન દ્વારા વખતો વખત અપાતી નાગરિક સૂચનાઓનું સૌ કચ્છવાસીઓ પાલન કરે. કોઈ પણ ભય કે અફવાથી દૂર રહેવાની અપીલ કરી હતી. સાથે જ કચ્છના સીમાવર્તી ગામો અને વિસ્તારમાં રહેતા લોકોને તંત્રના આંખ, કાન બની કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ જણાય તો તાત્કાલિક જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કચ્છવાસીઓને ભયભીત ન થવા અને સાવચેત રહેવા અપીલ કરી હતી. દેશની સુરક્ષા અને આંતરિક સુરક્ષા માટે સુરક્ષા દળો સજ્જ હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આજે કચ્છના ત્રણ સ્થળો પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છ વિસ્તારના ભુજ અને નલિયામાં મોકડ્રીલ યોજાશે. આ વેળાએ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છના સીમાવર્તી વિસ્તારોમાં રહેતા લોકોની સવિશેષ જવાબદારી બને છે. આવા વિસ્તારોમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો લોકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો હતો. વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ પેનિક ન લેવા પરંતુ સાવચેત અને સતર્ક રહેવા સાથે તંત્ર અને સરકાર દ્વારા વખતોવખત અપાતી સૂચનાઓની અમલવારી કરવા જણાવ્યું હતું. 

 

Comments

COMMENT / REPLY FROM