Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં મજૂરોની નોંધણી ન રાખનારા ૧૭ લેબર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ 

07 May


ગુનાખોરી અટકાવવા માટે હવે લેબર કોન્ટ્રાક્ટરો સામે પોલીસની કાર્યવાહી 



ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓ, બેન્સા આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો કામ કરે છે. નિયમ પ્રમાણે કલેક્ટરના જાહેરનામા મુજબ લેબર કોન્ટ્રાક્ટરે મજૂરોની યાદી અને તેમના ઓળખ પત્ર મદદનીશ મજૂર કમિશનર સમક્ષ નોંધાવવાના હોય છે અને ફોટાવાળુ રજિસ્ટર નિભાવી પોલીસ સ્ટેશને જાણ કરવાની હોય છે. જોકે, પૂર્વ કચ્છ જિલ્લામાં આવા નિયમોની અમલવારી કરવામાં આવતી નથી. જેથી ગુનાખોરી અટકાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને નિયમ ભંગ કરનારા ૧૭ લેબર કોન્ટ્રાક્ટરો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 
અંજાર તાલુકાના મેઘપર (બોરીચી)ની એવી ઈમેક્સના લેબર કોન્ટ્રાક્ટર મોજમુલ ખોઈબરહુશેન હક, મેઘપર (બોરીચી)ની ટીસી ટ્રેડલિંકના સુનિલ સેશમાન કેવટ, માધવ સંજીવરાવ, ચંદ્રકાંત ગજેન્દ્ર પલય, બન્સલ સેલ્સ ઈન્ડિયાના મોહનસિંહ ચેનસિંહ રાઠોડ, કાના ટીમ્બરના લાલજી કનુભા પટેલ, વરસામેડીની વિકાસ ટીમ્બરના અબ્દુલ સતરઅલી રહેમાન સામે અંજાર પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ તરફ ગાંધીધામ બી-ડિવિઝનમાં મીઠીરોહરની પેસીફીક લુમ્બરના ક્રિષ્ના હરીશચંદ્ર ગુપ્તા, વૂડમેન ટ્રેડના પ્રશાંત મનિષકુમાર શર્મા, યુવી ટ્રેડિંગના વિભૂતિસિંહ ગયાસિંહ સામે જ્યારે એ-ડિવિઝનમાં આઝાદ ટીમ્બરના સુરજાલ અલીશાહ અલોમ, હરેરામ કુમાર સત્રોહન યાદવ, માલેક જુરાન અલીમંડલ સામે લાકડિયા પોલીસમાં ઓરિયન્ટ કંપનીના પરવેઝ મોહરમઅલી ચૌધરી તથા ભચાઉ પોલીસમાં વોંધની શિવદર્શન પ્લાયવૂડના જીતેન્દ્રકુમાર દિનેશકુમાર રામ, સુકદેબ સુકુમાર સામંત અને બિટુ લાલુકુમાર સામે કલેક્ટરના જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે લેબર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM