દેશ પ્રથમ : કચ્છીજનો સરહદના સંત્રીની વધુ એક વખત ભુમિકા ભજવવાની આવી છે તક : રખે ચુકતા નહીં....!
ભુલથી પણ આ ભુલ ન કરતા..! સીમાવર્તી નાગરીકની ફરજ કરજો અદા
ભારત-પાક વચ્ચે તણાવની સ્થિતી વચ્ચે ભારતે એરસટ્રાઈકને સફળતાથી પાર પાડી દીધું છે, સામેપાર તબાહી સર્જાઈ છે, છંછેડાયેલ પાકીસ્તાનના વળતા જવાબના પગલે ભારતીય સૈના પણ એલર્ટ મોડ પર છે, આપણે સૌ પણ વહીવટીતંત્રની સુચનાને અનુસરી અને દેશસેવાના કાર્યમાં જોડાઈ
કચ્છ નાપાક મુલકને દરીયાઈ-ભુમી, અને વાયુ સેનાએ પણ ચોકકસથી સજજતા વધશે, આપણે જાગૃત નાગરીક તરીકે કેળવીએ સભાનતા, આપણી આસપાસ કે, શહેર-ગામડાઓમાં કયાંય પણ આર્મીના વાહનો-મુવમેન્ટ કંઈ પણ દેખાય તો તેના ફોટા પાડવા કે તેની માહીતીઓ કોઈપણ વ્યકિત કયાંય પણ સોશ્યલ મીડીયા પર મુકવાની ભુલ ન કરે, તમને અંદાજ પણ નહી હોય કે તમે આવી ભુલ કરીને દુશ્મન દેશને કેટલો ફાયદો કરાવી શકો છો, યાદ કરી લ્યો ર૬/૧૧ના મુંબઈ હુમલાને, આતંકવાદીઓ પાકીસ્તાનમાં બેઠા હતા પણ ટીવી ચેનલો પર તાજ હુમલાના લાઈવ દ્રશ્યોથી પાકીસ્તાની આતંકીઓને સ્પષ્ટ સુચનો અને આદેશો તે ટીવીના દ્રશ્યો જોઈને મળતા હતા, આપણે સૌએ વીવેક રાખવો જ રહ્યો..
દોસ્તો, અત્યારે તો આપણે સૌએ સરકાર-વહીવટીતંત્ર અને ખાસ કરીને આર્મી, વાયુસેના, નૈવી-કોસ્ટલ સેનાના જોમ-જુસ્સો વધારવાની જ જરૂર છે, તમને જયાં કયાં પણ યુનીફોર્મમાં ભારતીય સેનાનાના જવાનને જુઓ તો શિસ્તબદ્ધ રીતે તેમને કહે જયહિન્દ..વેલડન..!
કચ્છીજનો-દેશવાસીઓ, બોર્ડર પરથી જ દેશની માત્ર રક્ષા ન થાય, આપણે જયા પણ બેઠા છીએ ત્યા સાચા નાગરીક તરીકે દેશની ચોકકસથી રક્ષા કરી શકીએ છીએ : અને આ તો એ કચ્છ છે કે જેની
વિરાંગનાઓએ ૧૯૭૧માં ચાલુ યુદ્ધ-બોમ્બારીંગના સમયે ભારતીય સેનાની વહારે આવી પાકીસ્તાના દાંત ખાટા કરવામાં ભજવી હતી મોટી ભુમિકા
ગાંધીધામ : ભારત દ્વારા આતંકવાદને તેની જ ભાષામાં કડક જવાબ આપી દીધો છે. પાકીસ્તાન આતંકને પોષી રહ્યુ હતુ, ફાંકા ફોજદારી કરી રહ્યુ હતુ તેને ભારતે આજ રોજ જડબાતોડ જવાબ આપી દીધો છે. વિશ્વભરમાં ભારતના આ કદમની અંદરખાતે મોટી સરાહના થવા પામી રહી છે. ભારતીય સૈન્ય આ ઓપરશન બાદ એલર્ટ મોડ પર રહેલ છે, ત્યારે સીમાવર્તી કચ્છના લોકોએ પણ હવે સરહદના સંત્રી બની દેખાડવાની વધુ એક તક આવી રહી છે. કચ્છવાસીઓ-દેશવાસીઓ-ગુજરાતવાસીઓ હાલમાં જે રીતે સ્થિતી સરહદે સર્જાયેલી છે, દેશ જે રીતે મકકમ મને આતંકીઓને જવાબ આપી રહ્યો છે તે જોતા આપણે સૌ પણ સજાગ બનીએ. આપણે સરહદ પર લડવા જવાનુ નથી, આપણે સરહદે જઈને આતંકીઓનીગોળીઓ જીલવાની નથી, સરકાર અને સૈન્ય આ કામ બખુબી કરી રહ્યુ છે. આપણે તો સરકાર અને સૈન્યની મદદે આપણા ઘરમાં જ રહી અને કેટલીક ગંભીર પ્રકારની જાણતા અજાણતા પણ ભુલો ન કરીએ તેની તકેદારી રાખવાની છે. હાલમાં આપણે સૌએ પણ એક જાગૃત નાગરીકની ફરજ અદા કરી દેખાડવાની છે. કચ્છ એક સરહદી વિસ્તાર છે, હવે કચ્છીજનોને પણ ફરીથી સરહદીના સંત્રીની ભુમિકા દેખાડવાની છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો દેશના સચા નાગરીક થવાના નાતે ભુલથી પણ આ ભુલ ન કરીએ તેની આપણે સૌએ તકેદારી રાખવાની છે. વિગતે કરીએ તો તમારા ગામ શહેર કે જયા પણ તમે ઉભા છો ત્યો દેશની ત્રણેય સૈન્ય પાંખ જેવી કે વાયુ, ભુમી, નેવીના કોઈ વ્હીકલ જાય છે, અથવા તો કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી રહી છે તો આપણે તેનો કોઈ જ વીડીયો શેર ન કરજો. અથવા કયાંય ઈન્ટરેન્ટ પર તેની કોઈ જ માહીતી જાણતા અજાણતા પણ ન મુકજો. આટલો વિવેક જો આપણે જાણવીએ તો પણ દેશને મદદરૂપ થયા કહેવાશે. ભુલથી પણ તેમનો વીડીયો ઈન્ટરેનટ પર શેર ન થઈ જાય તેની તકેદારી રાખવાની છે. આપણે જરા સહેજ પણ અદાજ નથી કે આપણી આવી એક ભુલ દુશ્મન દેશનુે ફાયદો પહોચાડી શકે છે? એટલે આપણે હાલની નાજુક અને સંવેદનશીલ બનેલી સ્થિતીએ ભુલથી પણ આવી કોઈ જ ભુલ ન કરી જાઈએ તેની તકેદારી રાખીએ. આ ઉપરાંત મિત્રો બોર્ડર પર જ જઈને દેશની રક્ષા કરી શકાય તેવુ નથી હોતુ, આપણે ઘરની અંદર બેસનીે વિવેશ રાખીને સાચા નારગકી તરીકે દેશની રક્ષા કરી જ શકીએ છીએ. સરહદ પર જે કરવાનુ થાય છે તે આર્મી સેના વાયુદળ બખુબી પૂર્વક ફરજ નિભાવી રહી છે. હવે જરૂર છે આપણા બધાય સૈન્યની કોઈ પણ પાંખનો જવાબ, આર્મી, વાયુ કે નેવીનો આપણી આસપાસથી પસાર થાય તો શિસ્તબદ્ધ રીતે તેને સલામ કરીને જયહિન્દ કહીએ અને તેમનો જોમ-જુસ્સો વધારી અને આખોય દેશ તેમની સાથે ખડેપગે ઉભો છે તેની સૈન્ય જવાનોને આપણે પ્રતિતિ કરાવી તે જ સમયનો તકાજો બની રહ્યો છે.

Comments