Trending News
સ્થાનિક સમાચાર

નાપાક મુલકને મુંદરા-કંડલા બંદર પરથી પણ એકીઝાટકે  ફટકો જ :ના એટલે સ્પષ્ટ ના : મીટીંગમાં મોટો નિર્ણય

07 May


ભારત-પાકીસ્તાન વચ્ચે તમામ પ્રકારના વ્યાપાર પ્રતીબંધના નિર્ણય મામલે ગત રવિવારે કસ્ટમ કમિશ્નરશ્રીએ પોર્ટ યુજર્સ-સીએચએની સાથે યોજી ઝુમ મીટીંગ


 દેશ પ્રથમ-રાષ્ટ્ર હિતને જ સૌએ બેઠકમાં આપ્યું પ્રાધાન્ય , ટ્રેડને નડી શકે, મુશ્કેલી સર્જી શકે તેવા કેટલાક પ્રશ્નોનું ખુલ્લા મને થયુ આદાન-પ્રદાન : મીટીંગ નોટસ મારફતે સૌને ભાવિ રોડમેપ મામલે પણ કરાયા અવગત


મુળ પાકીસ્તાનથી આવી રહેલા તમામ પ્રકારના કન્ટેઈનરો ભારતીય બંદરો પર સ્વીકાર્ય ન હોવાનું જ કહી દેવાયું, રસ્તામાં હોય, તેને પણ બર્થિંગ ન આપવું અને પરત કરાંચી-પાકીસ્તાન જ મોકલવાનુ કહી દેવાયું




ગાંધીધામ : ભારત અને પાકીસ્તાનની વચ્ચે હાલના સમયે યુદ્ધના ભણકારા સમાન સંવેદનશીલ સ્થિતી બનેલી છે. કટોકટી જ સર્જાયેલી હોય તેવુ વાતાવરણ ઉભુ થવા પામી ગયું છે. ભારત રોજ બરોજ આ દીશામાં પાકીસ્તાને આંખ દેખાડતા કડક નિર્ણયો પણ લઈ રહ્યું છે. જે કડીના ભાગરૂપે જ તાજેતરમાં જ ભારત દ્વારા એવો નિર્ણય લેવાયો હતો કે, પાકીસ્તાનની સાથે તમામ પ્રકારના ટ્રેડના વ્યાપાર બંધ કરી દેવાશે. ડાયરેકટર ટ્રેડ તો બંધ જ હતો હવે ઈન્ડાયરેકટ એટલે અન્ય કોઈ દેશથી પણ પાકીસ્તાનની મુળ ઉપજનો માલ સમાન ભારતના કોઈ જ બંદર પર બર્થિગ કરવામાં આવશે નહી. આ નિર્ણય દેશ હીતને ધ્યાને રાખતા આવકારદાયક જ છે, ત્યારે બીજીતરફ એકાએક જાહેર થયેલા આ નિર્ણય થકી કેટલાક ટ્રેડ-સીએચએ સહીતનાઓમાં પણ જે કનટેઈનર ઈન લાઈન હોય અથવા તો અન્યથી આવતા હોય અને કંડલા-મુંદરા બર્થ થઈ પાક. તરફ જવાનુ હોય તેનું શુે? આવા પ્રશ્નોને લઈને રઘવાટ સર્જાયો હતો જે મામલે ગત રવિવારે કસ્ટમ કમિશ્નરશ્રી દ્વારા આ અંગે જ ચર્ચા પરામર્શ કરવા માટે એક ઝુમ બેઠકનું પણ આયોજન કરાયુ હતુ. આ બેઠકમાં રજુ કરાયેલા મુદાઓ પર ચર્ચા કરી અને મીનીટસ નોટ તૈયાર કરવામા આવી હતી જે અનુસાર પાકીસ્તાન તરફ કોઈ પણ પ્રકારનો કાર્ગો લઈને આવતા  વેશલ્સ જે ભારતમાં આવી રહ્યા હોય તેને કોઈ પણ બંદર પર બર્થીંગ ન આપવાનું ચોખ્ખુ નકકી જ કરી દેવામા આવ્યુ હતુ.  ઉદાહરણ રૂપ સીએમએનુ વેશલ્લ જેનો કોલ મુંદરાનો હોય જે કરાંચીથી થઈને આવતુ હોય તેને ફરજીયાત પણે પરત કરાંચી રવાના કરી દેવાનુ નકકી કરાયુ છે.  અને પાકીસ્તાન ઓરીજીનલ તમામ લોડેડ કન્ટેઈનરને ડીસ્ચાર્જ કરી દેવાના રહેશે. કોઈ પણ વેશલ્સ પાક મુળથી કાર્ગોલઈને ભારત સિવાયના કેાઈ પોર્ટ માટે રવાના થયુ હોય પણ ટ્રાન્શીપ્ટ ભારતના કોઈપણ બંદર પર હોય તો તેને પણ મંજુરી આપવામાં આવશે નહી. કોઈ પણ વેશલ્લ કાર્ગો પાકીસ્તાનથી લઈને આવે પણ તેનુ કન્ટ્રી ઓફ ઓરીજીન અન્ય હોય અને તેનુ ટ્રાન્સશીપીંગ ભારતના કોઈ બંદર પર કરવામા આવનાર હોય તો તેને મંજુરી આપવામાં આવશે.  કોઈપણ વેશલ્સ પાકીસ્તાન આરેજીનેટીંગ આરઓબી વાળુ હોય તો તેને પણ ભારતના કોઈ જ બંદર પર બર્થિંગ નહી આપવામાં આવે અને આ નીતીઓનું ચુસત પણે પાલનકરવાનુ પણ આ બેઠકમાં નિર્ધારીત કરવામા આવ્યું છે. જેને હાજર રહેલાઓ સૌએ પણ રાષ્ટ્રહિતને ધ્યાનમા રાખી અને આવકાર્યુ છે.

Comments

COMMENT / REPLY FROM