સમાઘોઘા ગામે ૧૧ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
સરકારી ૬૪૦ ચો.મી. જમીન ખૂલ્લી કરાઈ
મુંદરા : તાલુકાના સમાઘોઘા ગામે આવેલી સરકારી જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણ બાંધકામને તોડી સરકારી જમીન ખૂલ્લી કરી દબાણ મૂક્ત કરવામાં આવી હતી.
મુંદરા મહેસૂલી તંત્ર દ્વારા તા.૬-પના રોજ સરકારી જમીન પર થયેલા બિનઅધિકૃત દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી હતી ત્યારે તાલુકાના સમાઘોઘા ગામે આવેલી સરકારી સ.નં. ૩૬૯ પૈકીની જમીન પર ગેરકાયદેસર રીતે થયેલા દબાણમાં હોટલ, ઓરડી, પતરાના શેડ તથા દુકાનો બનાવવામાં આવી હતી, તેને દૂર કરાયા હતા. આ કામગીરીમાં મુંદરા મામલતદાર કે.એસ. ગોંદિયાએ દબાણકર્તા શખ્સોને દબાણ હટાવવાની નોટીસ આપી હતી તે દબાણ સ્વૈચ્છાએ દૂર ન થતાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મુંદરાના પ્રાંત અધિકારીના સુપરવિઝન હેઠળ મુંદરા મામલતદાર, મુંદરા સર્કલ ઓફિસર, મુંદરાના નાયબ મામલતદાર (દબાણ), પીજીવીસીએલની ટીમ તથા પોલીસ વિભાગના અધિકારી - કર્મચારીઓમાં હાજરીમાં સમાઘોઘા ગામે ર દુકાન, એક બ્લોક ફેક્ટરી, ૬ ઓરડી, એક પતરાનો શેડ અને એક હોટલ મળી કુલ્લ ૧૧ જેટલા દબાણો દૂર કરાયા હતા. આ દબાણો દૂર કરાતા રૂા.૬,પ૯,ર૦૦ની કિંમતની ૬૪૦ ચો.મી. જમીન ખૂલ્લી થઈ હતી. આ કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો.
-------

Comments