આચાર્ય મહાશ્રમણ આપણી સૌની ગૌરવની લાગણી છે : રાજ્યપાલ દેવવ્રતજી
અભિનંદન આપવા પહોંચ્યા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ભુજ : પાલનપુર નગરમાં દરેક દિશામાં માહાત્મ્યમય માહોલ જોવા મળ્યો હતો. ચારેય તરફ ઉત્સાહ, ઉમંગ અને આનંદનો માહોલ છવાયેલો હતો. લાગણીઓથી ભરેલી આ પવિત્ર પળોમાં એવું લાગતું હતું કે જાણે સમગ્ર ભારતવર્ષ પાલનપુરમાં સમાવી ગયું છે. શ્રી જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના ૧૧મા અનુશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, અહિંસા યાત્રાના પ્રણેતા અને માનવતા માટે અર્પિત જીવન જીવનાર યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીના ૬૪મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વસતા આશાવાન શ્રદ્ધાળુઓ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા હતા.
આ પાવન અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ખાસ તેમના અભિવંદન માટે પધાર્યા હતા અને આચાર્યને વર્ધાપિત કરતા તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સવારના બ્રહ્મમુહૂર્તથી જ એમ.બી. કર્ણાવત્ત હાઇસ્કૂલના પ્રવેશદ્વારથી લઈને સમગ્ર પરિસર શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ગૂંજી ઉઠ્યું હતું. આચાર્યની પાવન સન્નિધિમાં તેમના સંસારી પરિવારજનોએ થાળ વગાડી શુભેચ્છાઓ આપી હતી. ચતુર્વિધ સંઘે પણ પોતાના પોતાના રીતે આ દિવસે પોતાની શ્રદ્ધા અર્પણ કરી હતી. તેરાપંથ મહાસભા અને અન્ય અનેક સંસ્થાઓના આગેવાનોએ પણ આ અવસરે શુભેચ્છાઓ આપી. સાધ્વીવૃંદે ભાવસભર ગીતો રજૂ કર્યા. યુવાનોએ લાઈટના માધ્યમથી આરતી કરી અને "હેપી બર્થડે નેમાનંદન" લખીને આધુનિક અંદાજે અભિવ્યક્તિ આપી હતી.
મહાશ્રમણોત્સવ સમવસરણમાં સવારે ૯ વાગ્યાના પહેલાંથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. આચાર્યના બાજુમાં બેઠેલા સાધુ - સાધ્વીઓ રોશનીના કિરણો જેવી લાગણી પ્રસ્તુત કરી રહ્યાં હતાં. સમગ્ર વાતાવરણ જયઘોષથી ગૂંજતું હતું. તેરાપંથ સમાજ પાલનપુર દ્વારા રજૂ કરાયેલ ગીત સાથે આચાયર્શ્રીના જન્મોત્સવની શરૂઆત થઈ.
મુનિ અક્ષયપ્રકાશજી, મુનિ ચિન્મયકુમારજી, મુનિ ગૌરવકુમારજી, મુનિ સંયમકુમારજી તથા મુનિ કેશીકુમારજીએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. મુનિ રાજકુમારજી અને મુનિ નમ્રકુમારજીએ ગીત દ્વારા શુભેચ્છાઓ આપી હતી. આચાર્યના સંસારી ભાઈ શ્રીચંદ દુગડ, મહેન્દ્ર દુગડ તથા બહેન મહાત્રિ બોથરા અને રત્નીબાઈએ પણ ભાવસભર પ્રસ્તુતિ આપી હતી.દીકરી આર્યા બચ્છાવતે ભાવવક્તા દ્વારા વર્ધાપિત કર્યા હતા. પછી સાધ્વી સંબુદ્ધયશાજીએ શ્રદ્ધાપૂર્વક અભિવંદન કર્યું હતુ. સાધ્વી ખ્યાતયશાજી, સાધ્વી પ્રવીણપ્રભાજી અને સાધ્વી આર્ષપ્રભાજીએ ભિન્ન - ભિન્ન પ્રસ્તુતિ આપી હતી. પાલનપુર જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓ અને મુમુક્ષુ ભાઈઓએ પણ ભાવસભર કાર્યક્રમ રજૂ કર્યો હતો. સમણી નિર્મલપ્રજ્ઞાજીએ પોતાની અભિવ્યક્તિ આપી હતી. દાદીમાની યાદમાં તૈયાર કરાયેલ સ્મૃતિ પુસ્તક ‘દાદી મા એક સ્મૃતિ’ પણ આ અવસરે લોકાર્પિત કરવામાં આવ્યું હતુ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ આ ભવ્ય ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતુ કે આ જન્મો જન્મનો પવિત્ર સુયોગ છે કે હું પાંચમીવાર આચાર્યશ્રીના દર્શને આવી શક્યો છું. તેમનું જીવન દર્શન અને સર્વ જીવો માટે કરૂણા - દયા પ્રેરણારૂપ છે. આહાર, નિદ્રા, મૈથુનતો દરેક જીવોના લક્ષણો છે પરંતુ મનુષ્ય માત્ર ધર્મ દ્વારા વિશિષ્ટ બને છે. આચાર્યની પદયાત્રા અને પ્રવચનો સમગ્ર સમાજને ઉન્નત માર્ગ તરફ દોરી જાય છે.
આચાર્યએ ઉપદેશ આપતા કહ્યું હતું કે "જીવન કેમ જીવવું?" એ સવાલનો જવાબ ગ્રંથો આપશે. ૮૪ લાખ યોનિમાં માનવ જીવન દુર્લભ અને મહત્ત્વપૂર્ણ છે. મોટાભાગે માનવ જન્મમાં જ મોક્ષની પ્રાપ્તી શક્ય છે. સન્માર્ગે ચાલીને મુક્તિ મેળવવી એ માનવ જીવનનો મુખ્ય હેતુ છે. પુરૂષાર્થ અને નૈતિક જીવન દ્વારા જ કર્મોને સુંદર બનાવવી એ જ સાચી પ્રવૃત્તિ છે. જો પુરૂષાર્થ યોગ્ય દિશામાં થાય તો તે અવશ્ય ફળ આપે છે. આજ નહીં તો કાલે. આ અવસરે જૈન વિશ્વભારતી દ્વારા આચાર્યની કૃતિ “ત્રણ વાતો જ્ઞાનની”નું અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક પણ લોકાર્પિત કરવામાં આવ્યું હતુ. સંચાલન મુનિ દિનેશકુમારજી દ્વારા કરવામાં આવ્યું હતુ અને અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતુ. તેવું એક યાદીમાં મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments