ઈન્ડો - ફ્રેન્ચ રિસર્ચ કોલેબોરેશન દ્વારા ગ્રીન ટેકનોલોજી ઈનોવેશનની જાહેરાત
આશાપુરા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝએ નેનો ટેકનોલોજી દ્વારા લુબ્રિકેશન ટેકનોલોજીમાં ક્રાંતિ લાવવાના હેતુથી એક પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ રિસર્ચ કોલેબોરેશનની જાહેરાત કરાઈ
ભુજ : સસ્ટેનેબલ ઈન્ડસ્ટ્રીયલ ઈનોવેશન તરફની એક ભૂમિગત પહેલ આશાપુરા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝએ નેનો ટેકનોલોજી દ્વારા લુબ્રિકેશન ટેકનોલોજીમાં ક્રાંતિ લાવવાના હેતુથી એક પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ રિસર્ચ કોલેબોરેશનની જાહેરાત કરી છે. આ પ્રોજેકટ માટે ઈન્ડસ્ટ્રી એકેડેમીઆ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ઈન્ડો - ફ્રેન્ચ સેન્ટર ફોર ધ પ્રમોશન ઓફ એડવાન્સડ રિસર્ચ દ્વારા ફંડ પુરૂં પાડવામાં આવ્યુ છે. જેમાં હેવી ઈન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં થતા ઉર્જાના નુકશાન તેમજ કાર્બન ઉત્સજર્નને ઘટાડવા માટે એડવાન્સ્ડ નેનો ટેકનોલોજી બેઝડ લ્યૂબ્રિકેન્ટ ડેવલોપ કરવામાં આવશે. નેનો ટેકનોલોજી ડ્રાઈવન એડવાન્સ્ડ ટ્રીબોલોજીકલ સોલ્યુસન્સ ટુ રીડયુસ ગ્લોબલ એનર્જી કન્ઝયુપ્સન એન્ડ કાર્બન ફુટપ્રિન્ટ શીર્ષક ધરાવતા આ સંયુક્ત પ્રોજેકટમાં વિશ્વના કુશળ નિષ્ણાંતો ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી - બીએચયુ અને આઈઆઈટી પટના. યુનિવર્સિટી ઓફ પેરીસ એન્ડ સોર્બોન યુનિવર્સિટી (ફ્રાન્સ), એકટીનોવા, અ રીનાઉન્ડ નેનો ટેકનોલોજી કંપની બેસ્ડ ઈન ફ્રાન્સ. આશાપુરાસ ઈનોવેશન એન્ડ નોલેજડ સેન્ટર (આઈકેસી - એએમએલ) સામેલ છે. આ પહેલમાં નેનો પાર્ટિકલ્સ જેવા કે ગ્રાફેન અને મોલીબડેનમ ડીસુલફીડનું સંયોજન કરી તેને બ્યુબ્રિકેન્ટ ઓઈલમાં મિશ્રિત કરી થર્મકલ સ્ટેબીલીટી વધારવા તેમજ ઘર્ષણ અને ઘસારો ઘટાડી મશીનરીના આયુષ્યને વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ એડવાન્સ્ડ લ્યુબ્રિકેન્ટ હેવી ડયુટી ઈન્ડસ્ટ્રીયલ ઈક્વિપમેન્ટમાં રીયલ ટાઈમ ટ્રાય બોલોજીકલ પર્ફોમન્સ પરીક્ષણમાંથી પસાર થશે અને મોટાપાયે તેના અમલીકરણ માટેની માન્યતા સુનિશ્ચિત કરશે.
ભારતીય શૈક્ષણિક ભાગીદારો આઈઆઈટી - બીએચયુ અને આઈઆઈટી - પટના સાથે સમજુતી કરાર કરીને આ કોલેબોરેશનને વધારે મજબુત બનાવવામાં આવ્યો છે. જે એકેડેમીઆ ઈન્ડસ્ટ્રી રિસર્ચ પાર્ટનરશીપને વધુ અસરકારક બનાવવા તરફનું એક વ્યુહાત્મક પગલું કહી શકાય. આ સમજુતી કરારો ગુજરાતના કચ્છ પ્રદેશમાં જ્ઞાનના આદાન - પ્રદાન, સંયુકત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રવૃતિઓ તેમજ ઈનોવેશન કલયફરને વેગ આપશે જયાં આશાપુરા કંપનીના કાર્યકલોની જડો રહેલી છે. આશાપુરા કંપનીના વરિષ્ઠ પ્રવકતાના જણાવ્યા અનુસાર આશરે ર૩ ટકા વૈશ્વિક ઉર્જા યાંત્રિક ઘર્ષણના કારણે નાશ પામે છે. તેથી એડવાન્સ્ડ લુબ્રિકેનશન ટેકનોલોજીની જરૂરીયાત વૈશ્વક સ્તરે કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવામાં મહત્વપૂર્ણ છે. આ પ્રોજેકટ કલાઈમેટ - કોન્શિયસ ઈન્ડસ્ટ્રીયલ પ્રેકટીસીઝને મહત્વ આપે છે. અને યુનાઈટેડ નેશન ના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. ખાસ કરીને કલીન એનર્જી એન્ડ કલાઈમેટ એકશનને સમર્થન આપે છે.
આશાપુરા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝએ તમામ સહભાગીઓની અંતઃ પૂર્ણ પ્રસંશા વ્યકત કરી અને ટેકનોલોજીકલ પ્રોગ્રેસ તેમજ સંસ્ટેઈનીબીલીટીને વધુ મજબુત બનાવતા આંતરરાષ્ટ્રીય સંશોધન જોડાણોને સક્ષમ બનાવવામાં સતત સમર્થન આપવા બદલ ભારત સરકાર ઈન્ડસ્ટ્રી એકેડેમીઆ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ સેન્ટર ફ્રાન્કો - ઈન્ડીયન પોઉર લા પ્રમોશન ડે લા રીચર્ચે એવાન્સ નો વિશેષ આભાર વ્યકત કર્યો હતો.
આ ભાગીદારી આશાપુરા ગ્રુપના ધ ટ્રાન્ઝીશન ટુવર્ડ ગ્રીનેર, મોર એફીએન્ટ ઈન્ડસ્ટ્રીયલ પ્રેકટીસના વિઝન પર ભાર મુકે છે. અને ભારતની ઈનોવેશન ઈકોસિસ્ટમમાં મુખ્ય ખેલાડી તરીકેની તેની ભુમિકાને મજબુત બનાવે છે.
---------

Comments