દુધઈ-ધમડકા રોડ પર ગંભીર અકસ્માત : ટેન્કરની કેબીનનો ખુરદો બોલી ગયો
ભુજ - ભચાઉ હાઈવે રોડ પર આવતા દુધઈ પાસે આજે મંગળવારે બપોરે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ટ્રકમાં વાહન ઘૂસી ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, બે વાહનોને દૂર કરવા માટે ક્રેઈન, જેસીબી બોલાવવાની જરૂર પડી હતી. ટ્રકમાં દવાઓનો જથ્થો હતો. જે રસ્તા પર વિખેરાઈ ગયો હતો. અકસ્માતમાં ટેન્કરની કેબીનનો સાવ ભુક્કો બોલી ગયો હતો. જયારે ટ્રકની કેબીનની પણ ગંભીર હાલત થઈ હતી. આ બનાવમાં બન્ને વાહનોના ચાલકો ઘવાયા હતા. જેઓને સારવાર માટે ભચાઉના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બનાવને પગલે દુધઈ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

Comments