શિવલખા પાસે નેશનલ હાઈવે પર તુલસી હોટલ તોડી પડાઈ
સરકારી જમીન પર ગેરકાયદે હોટલ બનાવી હોવાથી લાકડીયા પોલીસે કરી કાર્યવાહી
ભચાઉ : કચ્છમાં ગેરકાયદે રીતે સરકારી જમીનો પર દબાણ કરી હોટલો ખડકી દેવામાં આવે છે ત્યારે વિવિધ સ્થળોએ સરકારી જમીનો દબાણ મુકત કરવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને ગુનાહિત ઈતિહાસ સાથે સંકળાયેલા વ્યક્તિઓના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ભચાઉ તાલુકાના શિવલખામાં રહેતા અનીલસિંહ અમરસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા સામે ખુન, મારામારી, લેન્ડ ગ્રેબીંગ, શરીર સબંધી સહિતના ગુના નોંધાયેલા છે. આરોપીઓએ સામખિયાળી, રાધનપુર નેશનલ હાઈવે પર શીવલખા ગામ પાસે ગેરકાયદે રીતે સરકારી જમીન પર તુલસી હોટલ બનાવી હતી. સરકારી જમીન પર દબાણ કરી હોટલ ઉભી કરવામાં આવી હોવાથી લાકડીયા પોલીસ દ્વારા દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. કિંમતી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

Comments