લાકડીયામાં પંજાબના કુખ્યાત ગુનેગારને આશરો આપનાર બની બેઠલ ઢાબા સંચાલક પર બુલડોઝર વાળી કેમ નહીં..?
એસપી-વકીલ સહિત ચાર લોકોની હત્યા નિપજાવાવના કેસમાં સંડોવણી ધરાવનારા રીઢા ગુનેગારને પોલીસે દબોચી લીધો છે, તે ખુબજ આવકારદાયક છે, પરંતુ આ શખ્સને કચ્છમાં જેણે આશરો આપ્યો હતો તેને પણ મદદગારીમાં કેમ ફીટ ન કરાયો? માાથભારે ગુનેગારને શેહ આપનારનો પૂર્વ ઈતિહાસ ચકાસો, ચોરી-લુંટ સહિતની ફરીયાદો પોલીસ ચોપડે મળવા પામી જ જશે, અને હવે કુખ્યાત મર્ડરરને આપી દીધો આશરો, હકીકતમાં તો રાજયભરમા અને કચ્છમાં ગુનેગારોના દબાણો-સંપત્તીઓ દુર કરવામા આવી જ રહી છે
તો પંજાબના ગુનગારને છાવરનારની સંપત્તી, હોટેલ-ઢાબો-મકાન તોડી જ પાડવો જોઈએ, પીજીવીસીએલનું કનેકશન કેમ
હજુ સુધી નથી કપાયું? : અગાઉ આ જ ઢાબા પાસેથી ડ્રગ્સ પણ પકડાઈ ચૂકયો હોવાની છે ચર્ચા
ગાંધીધામ : એકતરફ તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા કુખ્યાત અને માથાભારે શિરજોર તત્વોની સામે ૧૦૦ કલાકનું અલ્ટીમેટમ આપી અને તેમને ન માત્ર કાયદાનું ભાન કરાવી દીધુ પરંતુ તેમની આર્થીક રીતે કેડ પણ ભાંગી નાખી હોય તેમ આવા તત્વોના દબાણો પર પણ બુલડોઝર ફેરવી દીધા છે. આમ થવાથી ગુજરાત સરકાર, પોલીસની ઠેર ઠેર વાહીવાહી થવા પામી રહી છે તો બીજીતરફ માથાભારે બનવા ઈચ્છતા તત્વોમાં પણ એક ગભરાટ જ ફેલાઈ જવા પામ્યો છે. રાજયભરમાં થયેલી કાર્યવાહી કચ્છમાં પણ બખુબીથી જ નિભાવવામાં આવી છે પરંતુ તાજેતરમાં જ લાકડીાય પાસેથી એક પંજાબનો કુખ્યાત મર્ડરર આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામા આવ્યો હતો અને તેને અહીના એક ઢાબા સંચાલકે આશરો આપ્યો હોવાનુ સામે આવવા પામ્યુ હતુ આવા સંજોગામાં જાણકાર વર્ગ કહી રહ્યો છે કે, આ રીઢા ગુનેગારને પકડવામાં પોલીસે જે સફળતા મેળવી છે તે તો સારી વાત છે પરંતુ આ ગુનેગારને જેણે આશરો આપ્યો, લાકડીયામાં રાખ્યો તેવા તત્વોની સામે કેમ કોઈ મોટી લાલઆંખ ભરીકાર્યવાહી થતી નથી જોવા મળી? જો એ ઢાબા સંચાલક હોય તો તેની મિલ્કતો પર કેમ હજુ સુધી બુલડોજર ફેરવાવમા નથી આવ્યો?
વાત સહેજ વિગતે કરીએ તો પંજાબમાં ચાર મર્ડર કરનારો કુખ્યાત આરોપી લાકડિયા પાસેથી તાજેતરમં જ પકડાયો હતો. પોલીસે આરોપીને પકડ્યો પરંતુ અહીં સ્થાનિકે પનાહ આપનાર સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અગાઉ ચોરી કે લૂંટ સહિતના બનાવોમાં આરોપીને પનાહ આપનાર સામે ફરિયાદો થઈ ચૂકી છે પરંતુ આ કિસ્સામાં આશરો આપનારાઓને કેમ મદદગારીમાં નથી દર્શાવાયા? આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ લાકડિયા પોલીસે પંજાબના ૩૪ વર્ષિય હરવિન્દર ઉર્ફે બિન્દર લચ્છમનસિંગ ઉર્ફે લક્ષ્મણસિંગ રામદાસીની ધરપકડ કરાઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, આ આરોપીએ ૧૩ વર્ષ પહેલાં લુધિયાણામાં ડીએસપી બલરાજસિંગ અને તેની મહિલા મિત્રની હત્યા કરી હતી. આ કેસમાં ર૦૧પ મા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો અને જેલમાંથી બહાર આવવા પેરોલ જોઈતા હતા પરંતુ કોઈએ મદદ ન કરી એ દરમિયાન અંજુપાલ નામની મહિલાએ મદદ કરી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. હરવિન્દરે અંજુપાલ સાથે લગ્ન કર્યા હતા અને પ૦ લાખનો ફ્લેટ અને દાગીના લઈ આપ્યા હતા પરંતુ જેલમાં હતો ત્યારે જાણવા મળ્યું કે, પોતાની પત્ની અંજુપાલ એડવોકેટ સંજીવ સાથે રહે છે. એડવોકેટને પોતાની જજ પત્ની સાથે મનમેળ ન હોવાથી બન્ને અલગ અલગ રહેતા હતા. એડવોકેટ સંજીવ હરવીન્દરની પત્ની અંજુપાલ અને દીકરી સાથે રહેતો હતો. આ સંબંધ યોગ્ય ન લાગતા જેલમાંથી બહાર આવી અંજુપાલ અને એડવોકેટ સંજીવકુમાર વર્માની હત્યા કરી લાશ ફેકી દેવામાં આવી હતી. આરોપી ભાગી ગયો હતો અને લાકડિયામાં આવી ઢાબામાં રોકાયો હતો. ગુનો આચરીને બસ દ્વારા તે કચ્છ પહોંચ્યો હતો. અહીં ઢાબા માલિક તેનો પરિચિત હતો જ્યાં રોકાયો હતો. અહીંથી લાકડિયા પોલીસે તેને પકડ્યો હતો. નવાઈની બાબત એ છે કે, પોલીસે પકડ્યો ત્યારે અંજુપાલ અને એડવોકેટના અપહરણનો ગુનો નોંધાયેલો હતો. જોકે પુછપરછમાં તેણે કહ્યું કે, તેણે હત્યા કરી છે. લાશ બાબતે કહેતા જવાબ દેવાનું ઈન્કાર કરી પોલીસને કહી દીધું હતું કે, તમે તમારી જાતે લાશને શોધી લ્યો. અત્રે મહત્ત્વની બાબત એ છે કે, સામાન્ય ગુનાઓમાં પોલીસ મદદગારને આરોપી બનાવતી હોય છે પરંતુ આ પ્રમાણે પંજાબનો રીઢો ગુનેગાર કચ્છમાં આવે અને રોકાય છતાં સ્થાનિકે મદદગારીમાં સંડોવાયેલ જવાબદારો સામે લાકડિયા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેવુ જણાતુ નથી. હકીતમાં તો પંજાબના આટલા મોટા ગુનેગારને આશરો દેનારને પણ અહી કાયદાની ધાકનો પરચો દેખાડવો જોઈએ અને હાલમાં તો સરકાર બુલડોઝરવાળી કરવાની છુટ જ આપી છે તો આવા રીઢા ગુનેગારની મદદગારીમાં ઢાબા માલીકને પણ ફીટ કરી અને તેની સામે પણ બુલડોજર વાળી કરી જ દેખાડવી જોઈએ.

Comments