અંજારમાં નંબર પ્લેટ વગરની બલેનો કારે ઉત્પાત મચાવ્યો : રિવર્સમાં આવી પાંચ બાઈક ઉડાવી, આધેડને ઘાયલ કર્યા
અંજાર શહેરમાં મામલતદાર કચેરી રોડ પર આજે મંગળવારે બપોરે ચકચાર સર્જી દેનારો અકસ્માત થયો હતો. એકાએક નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળી સફેદ કલરની બલેનો ગાડી ૮૦ થી વધુની સ્પીડે રિવર્સમાં આવતા પાર્કિંગમાં ઉભેલી પાંચ બાઈકોને ઉડાવી હતી. આ સાથે અહીં ઉભેલા આધેડને પણ ટક્કર મારતા ઈજાઓ થવા પામી હતી. બનાવને પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા અને કાર ચાલકને પકડવા માટે લોકો દોડયા પરંતુ આરોપી અકસ્માત સર્જીને ફુલ સ્પીડમાં ગાડી હંકારી ગયો હતો. ફિલ્મી દ્રશ્યો સર્જયા હતા. પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી હતી. આ બનાવને પગલે શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી.

Comments