Trending News
સ્થાનિક સમાચાર

મોકડ્રીલમાં કેન્દ્ર-ગુજરાત સરકાર ભુજ-નલીયા એરબેઝ ઉપરાંત કાંઠાળ કચ્છને રાખે કેન્દ્રસ્થાને.!

06 May

હરામીનાળુ-સરક્રીકને જડબેસલાક રાખવાની પણ કરજો કવાયત




રાજયભરમાં વાયુ સાથોસાથ દરીયાઈ સંવેદનશીલ સરહદ સૌથી વધારે કચ્છમાં છે, ૧૯૭૧માં ભુજને તાર્ગેટ કરાયુ હતુ, તે વિષયોને પણ નજરઅંદાજ ન કરવા જોઈએ 


ખાટલે મોટી ખોટ : હરામીનાળા-સરક્રીકમાંથી પાકીસ્તાન અન્ડરવોટર કમાન્ડોને ઘુસાડી ન જાય, લાંબા સમયથી પાકીસ્તાને આ માટે ર૦૦-ર૦૦ના બેંચ બનાવી અને પાણીની અંદરથી ઘુસપેઠ કરી જાય તેવા ચાંપીયાઓ કર્યા છે તૈયાર : મોકડ્રીલમાં આ બાબતેની અટકાયાત પ્રવૃતીઓ ભારતીય જાબાંજો કરી દેખાડે તેની પણ રાખવી જોઈએ તકેદારી



ગાંધીધામ : ભારત અને પાકીસ્તાનની વચ્ચે ખુબજ તપાવપૂર્ણ સ્થિતી હાલના સમયે સર્જાવવા પામી છે. પહેલગામનો હુમલો ભારત જરા સહેજપણ સાંખી લેવા તૈયાર નથી. મોદી સરકાર પાકીસ્તાનને તેની જ ભાષામાં કડક જવાબ આપવા પ્રતિબદ્ધ છે. તે દીશામાં જ વધુ એક ડગ એટલે આવતીકાલે દેશભરમાં મોકડ્રીલનું આયોજન કરવામા આવી રહ્યુ છે. એટલે કે યુદ્ધની સ્થીતીમા દેશના નાગરીકોએ શું અને કેવી રીતે રાષ્ટ્રની મદદે ખડેપગે રહવુ જોઈએ તેનુ રીહર્સલ કરવામા આવશે.
કેન્દ્રીય ગૃહસચિવ આ માટે આજ રોજ બેઠકોનો ધમધમાટ પણ લઈરહયા છે અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થવા પામ્યો છે. દરમ્યાન જ સરહદી ક્ષેત્રના જાણકારો કહી રહ્યા છે કે, મોકડ્રીલ જે થવા પામી રહી છે તે ત્રણ અલગ અલગ કેટેગરીમાં થવાની છે. કચ્છનો સમાવેશ બીજી કેટેગરીમાં કરાયો છે. ૧પ જિલ્લાઓની મોકડ્રીલ માટે જે પસદગી કરવામા આવી છે તેમાં સૌથી વધારે સંવેદનશી, દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ અને વ્યુહાત્મક રીતે પણ અતી ગંભીર કહી શકાય તેવો વિસ્તાર કચ્છ કહી શકાય તેમ છે. કારણ કે કચ્છ એવો વિસ્તાર છે કે જે નાપાક મુલકને ન માત્ર ભુમિ અને વાયુ સીમાએથી સંકળાયેલો છે 
બલ્કે અહીનો દરીયાકાંઠો પણ પાકીસ્તાનની સરહદને અડીને આવેલો છે. એથીય વધુ ચિંતાજનક વાત એ છે કે, આ દરીયાઈકાંઠો વિવાદમાં સંપડાયેલા છે. હરામીનાળુ-સરક્રીક વિસ્તાર છે તે બન્ને દેશો વચ્ચે યુનોમાં વિવાદીત મુદો છે. મેરીટાઈમ બાઉન્ડીને લઈને આ વિસ્તાર ભારતનો અવિભાજય અંગે છે તેમા તો કેાઈ શંકા નથી પણ નાપાક મુલક અહી પોતાનો દાવો કરી રહ્યો છે. અને હવે જયારે તનાવની સ્થીતી છે ત્યારે હરામીનાળુ ભારત માટે જોખમી બની શકે તમે છે.

Comments

COMMENT / REPLY FROM