શિકારપુર પટ્ટામાં મીઠ્ઠાનો કાળો-કારોબાર ફરી પુરજોશ : ખાખી-વહીવટીતંત્ર ને ખુનખરાબા થવાની ઈંતજારીમાં..?
સફેદ મીઠ્ઠાના કાળા કારોબારમાં થોડા સમય પહેલા જ પૂર્વ કચ્છમાં ભડાકાવાળી થઈ ચુકી છે, એક વ્યકિતની હત્યા પણ થવા પામી છે, બહુચર્ચિત આ પ્રકરણો ગાજયા બાદ તંત્રએ પણ કાર્યવાહી કરવાના ડોળ કરી દેખાડયા પરંતુ જાણે કે લાલઆંખ ભરી કાર્યવાહીના નામે મીંડુ જ હોય તેમ ફરીથી અહી મીઠ્ઠાનો બેનામી ધંધો ધમધમી ઉઠયો હોવાની છે ચર્ચા
શિકારપુર પટ્ટામાં તત્રએ તાજેતરમં જ ઓવરલોડ મીઠુ ભરેલા રપથી વધુ ડમ્પરો ઝડપી પાડયા સમયે ગંભીર લાલબત્તી : બિન અધિકૃત રીતે કબ્જો જમાવી બેઠેલા મીઠ્ઠાના માફીયાઓ બેનામી ધંધાને બંધ કરવાના જ ન હોય તેવો તંત્રને મળી રહ્યો છે ખુલ્લો પડકાર
ખાટલે મોટી ખોટ : અભ્યારણ્ય-રક્ષિત વિસ્તાર છે ત્યાંથી મીઠુ ઉપાડવાની પરવાનગી જ કોણ આપે છે? અહી તો એવરલોડ મીઠાના વાહનોનો બેફામ-બેરોકટોક છે ધમધમાટ : સામખીયાળી પોલીસ મીઠાના ઓવરલોડ વાહનોને પકડી રહી છે તો અહી આરટીઓ વિભાગ, વનવિભાગ, અભ્યારણ્ય વિભાગ, મહેસુલી તંત્ર કેમ ઉંઘતા ઝડપાઈ રહ્યા છે? કે પછી મીઠાના કાળોકારોબાર કરનારા માફીયાઓ કદ પ્રમાણે ભ્રષ્ટાચારના ડુચ્ચાઓ ભરાવીને બેઠા છે?
ગાંધીધામ : પૂર્વ્ કચ્છના અફાટ સેફદ રણ-અભ્યારણ્ય એટલે કે રક્ષિત વિસ્તારોમાં મીઠાનો કાળો કારોબાર સમયાંતરે ચર્ચામાં આવતો જ રહેતો હોય છે. અહી અુમક બની બેઠેલા મીઠાના માફીયાઓ દ્વારા સફેદ મીઠાનો કાળો કારોબાર બેખોફીથી મોટા પાયે ચલાવી રહ્યા હોવાની ફરીયાદો અલગ અલગ માધ્યમો સમક્ષ આવતી જ રહેતી હેાય છે. દરમ્યાન જ થોડા સમય પહેલા જ આ જ મીઠાના કાળા કારોબારને લઈને વાગડ પટ્ટામાં ભડાકાવાળી પણ થવા પામી ચુકી છે, મોટાપાયે જુથ અથડામણ થઈ અને તેમાં એક વ્યકિતને ગોળીએ પણ દઈ દીધાો હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી જે બાદ પોલીસ-સરકાર-તંત્ર સહિતનાઓ વાગડ-શિકારપુર પટ્ટામાં આવા માથાભારે બની ગયેલા મીઠા માફીયાઓની સામે મોટાપાયે કાર્યવાહી કરવાના દાવાઓ કરવામા આવ્યા હતા પરંતુ એ કેસમાં જે કઈ પણ કાર્યવાહી કરાઈ તેનાથી જાણે કે અમુક બની બેઠેલા મીઠા માફીયાઓમાં કોઈ જ ફર્ક પડયો ન હોય તેમ અહીથી મોટા પ્રમાણમાં હજુય મીઠાના ઓવરલોડ વાહનોનો ધમધમાટ વ્યાપેલો જ છે અને તેની હામી ભરતો કિસ્સો પણ પોલીસે તાજેતરમાં જ ઝડપી પાડયો છે જેના પગલે જાણકારો કહી રહયા છે કે, શિકારપુર પટ્ટામાં પુનઃ સફેદ મીઠાના કાળા કારોબાર માથુ ઉચકી ચૂકયો લાગે છે. વાત સહેજ વિગતે કરીએ તો તાજેતરમાં જ સામખિયાળી પોલીસ દ્વારા શિકારપુરના રણમાં આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં રણ વિસ્તારમાંથી મીઠુ ભરી પરિવહન કરતા વાહનો ઝપટે ચડ્યા હતા. ઓવરલોડ નમકની હેરફેર કરતા રપ જેટલા ડમ્પરોને પકડી લેવાયા હતા. આ તમામ ડિટેઈન કરી સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા. અહી પોલીસતંત્રએ કરેલી કાર્યવાહી સરાહનીય જ છે પરંતુ બીજીતરફ સવાલો પણ આ પક્ષે ઘણા બધા ઉઠવા પામી રહ્યા છે.
પોલીસને ઓવરલોડ મીઠુ દેખાય છે એ પણ રણ અને અભ્યારણ્ય વિસ્તારથી ભરીને લાવેલુ તો પછી ઘુડખર અભ્યારણ વિભાગ સુરેન્દ્રનગર જે કચ્છમાં આડેસર ખાતે કચેરીઓ કાર્યરત હોવાનુ મનાય છે તેમના ધ્યાને કેમ નથી આવતુ? આરટીઓ વિભાગને આટઆટલા ઓવરલોડ મીઠાના જે થઈ રહ્યા છે તે કેમ ધ્યાને નથી આવતા? તેની સાથોસાથ જ મહેસુલી-વહીવટીતંત્ર પણ કેમ કયાંય આવા કીસ્સાઓમાં ગેરકાયદેસર રીતે અભ્યારણ્યમાં પેશદમી કરી બેઠલાઓ અને દબાણ બાદ તેમાથી મીઠુ ઉસેડી અને સરકારને પણ કરોડોનો આર્થિક ધુમ્બો જ ફટકારી રહ્યા છે તેમ છતા કેમ કાર્યવાહી નથી કરતા?કચ્છમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે જેમાં મોટેભાગે ભારે વાહનો યમદૂત સાબિત થાય છે. પૂર્વ કચ્છમાં ખાસ કરીને ભચાઉ-સામખિયાળી હાઈવે, ભચાઉ-ગાંધીધામ હાઈવે, લાકડિયા-આડેસર હાઈવે રક્તરંજીત બનતા હોય છે. ઉપરાંત હાલમાં રણ વિસ્તારમાં સુરક્ષા બાબતે એજન્સીઓ સાબ્દી બની છે ત્યારે આવા ઓવરલોડ વાહનો તો બગાસા ખાતા પત્તાસા માફક પણ કદાચ હથ્થે ચડી ગયા હોય પરંતુ ઓવરલોડ મીઠ્ઠાનો જથ્થો રણવિસ્તારમાથી ભરી અને શિકારપુર આસપાસમાંથી પકડાયા છે તેનો અર્થ જાણકારો કહી રહ્યા છે કે ફરીથી મીઠા માફીયાઓએ આ પટ્ટામાં માથુ ઉચકયુ છે, મીઠાનો કાળો કારોબાર અહી ફરી મોટાપાયે ધમધમી રહ્યો છે, અને ખાખીધારીઓ, વહીવટીતંત્રને આ બાબતે અંતિમ મોરચે કડક કાર્યવાહી કરવા માટે અહી ફરીથી ખુનખરાબા થાય તેની ઈંતેજારી લાગી રહી હોય તેમ જણાય છે. ખરેખર તો ડીટેઈન કરેલા વાહનોના માલિકોને બોલાવી અને કેટલા સમયથી આ રીતે ઓવરલોડ મીઠાનો કારોબાર ચાલી રહ્યો છે? કયા ચોકકસ સ્થળેથી આ મીઠુ ઉપાડાય હતુ? મીઠાનો આવો કાળો કારોબાર કરી કોણ રહ્યુ છે? તેના ચહેરાઓ બેનકાબ થાય તે દીશામાં તપાસ લઈ જવી જોઈએ.
......................
પાંચ કરોડ કોણે લીધા? તે પણ તપાસનો વિષય..!
મીઠ્ઠા માફીયાઓ શેખી મારતા ફરી રહ્યા છે કે, અમે પાંચ કરોડ ચૂકવ્યા છે, અમને જરા સહેજ પણ ચિંતા નથી.! : તપાસ થાય તો ઘણુ બધુ બહાર આવે..!
ગાંધીધામ : શિકારપુર-વાગડ અભ્યારણ્ય પટ્ટામાં મીઠાનો કાળો કારોબારબ પુરજોશમાં ફરીથી શરૂ થવા પામી ગયો હોવાનુ મનાય છે. અહી ભડાકાવાળી થઈ છે, હત્યા થવા પામી ગઈ છે, તેવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, જામીન પર છુટેલાઓ પણ બેધકડ રીતે શરતોનો ભંગ કરી રહ્યા છે એટલે પુનઃ અહી ખુનખરાબા થવાની ભીતી સેવાઈ રહી છે. આવા સમયે અમુક તત્વો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, અમે તો પાંચ કરોડનો ખર્ચો કર્યો છે, એટલે અમને ચિંતા નથી. જો આ ચર્ચાઓ થતી હોય તો તપાસ કરવી જોઈએ કે પાંચ કરોડની રકમ લીધી કોણે?

Comments