વિઝનરી ચેરમેન સુશીલકુમારની દિર્ઘદ્રષ્ટીથીની કમાલ : પોર્ટના વિકાસને મળી નવી પાંખ : સૌનો સાથ-સૌનો વિકાસનું સુત્ર સાર્થક
આને કહેવાય..! પારદર્શક-પ્રમાણિક લોકાભિમુખ વહીવટ..!
દેશના મહાબંદર કંડલા પોર્ટમાં ચેરમેન સુશીલકુમારના આગમન બાદ પોર્ટનું વહીવટીતંત્ર બન્યું છે વાયબ્રન્ટ : વિવિધ વિભાગના અધિકારીઓ-એચઓડી-કર્મચારીઓમાં આવી ગયો છે નવો જોમ-જુસ્સો : પોર્ટમાં પ્રમાણિકતા, પારદર્શિતાના વિવિધ મોરચે થઈ રહ્યા છે અનેરા દર્શન : ચેરમેનશ્રીની કર્મશીલ-પ્રમાણિક છબીનો લાભ પોર્ટ યુજર્સ તથા સરકાર અને ગાંધીધામ સંકુલને સમાંતર મળવા પામતી રહી હોવાનો દેખાય છે સુખદ વર્તારો : ખુબ જ ટુંકા કાર્યકાળમાં જ ટીમ ડીપીએ ચેરમેન શ્રી સુશીલકુમારે કચ્છ-કંડલા-ગુજરાત અને ભારતનું નામ વિશ્વ કક્ષાએ ઉન્નત શીરે ઉંચુ કરી દીધુ
પ્રમાણિકતા એ અમારો મુદ્રાલેખ છે : ચેરમેનશ્રી સુશીલકુમારના આગમન બાદ ડીપીએ-કંડલાના અધિકારીઓથી લઈ અને કર્મચારીઓ આ સુત્રને બરાબરના અનુસરતા થઈ ગયા છે, જરા સહેજ પણ ખેાટું કરતા પહેલા ૧૦૦ વખત વિચાર કરવાની આવી છે સ્થિતી : ચેરમેનશ્રી સુશીલકુમાર ખુદ પારદર્શક-પ્રમાણિક અને કર્મનિષ્ઠ અધિકારીની ધરાવી રહ્યા છે ધાક બેસાડતી છબી
ચેરમેનન નેતૃત્વમાં ટુંક સમયમાં ડીપીએ-કંડલા પોર્ટ દેશનું નંબર વન પોર્ટ બનશે તેમાં કોઈ મીનમેખ નથી : ડીપીએ-કંડલાને હાઈડ્રોજન હબ બનાવવાના પણ નિર્ણાયક પ્રકલ્પને ચેરમેન શ્રી સુશીલકુમારની ટીમ કરી દેખાડશે સાકાર : જહાજનું બર્થિંગ વેઈટીજ ઘટાડવા પર છે લક્ષ્ય, કાર્ગો હેન્ડલીંગને નવી ઉંચાઈ પર લઈ જવાનો ઘડાયેલો છે રોડમેપ : કંડલા ક્રીક બહાર નવુ પોર્ટ વીકસાવવુ, વાડીનાર ખાતે નવી ઓઈલ જેટીઓ ઉભી કરવા પણ નિર્ણાયક કાર્યનો ચાલી રહ્યો છે ધમધમાટ
ગાંધીધામ : કહેવાય છે ને કે જે સંસ્થાના સુકાની જે મુજબનો સ્વભાવ ધરાવતા હોય તેની અંતીમ તબક્કે સુધી અસર થતી હોય છે અને સચોટ-પ્રમાણિક-કાર્યદક્ષ અને કર્મશીલ સુકાની હોય તો તેનો લાભ જે-તે સંસ્થાને ચોકકસથી મળવા પામી જ જતો હોય છે. દેશના મહાબંદરો પૈકીના એક એવા ડીપીએ-કંડલા પોર્ટમાં પણ હાલના સમયે અહી ચેરમેન પદે બિરાજમાન શ્રી સુશીલકુમારસીંગની સકારાત્મક વીચારશ્રૈણી, કાર્યદક્ષતા, સરકાર હિતમાં નિયમોમાં જરા સહેજ પણ સાડાબારી ન ચલાવવી, અને દિર્ઘદ્રષ્ટી સાથેનું વિજન ધરાવનાર હોવાથી તેનો લાભ ડીપીએ કંડલા પોર્ટને પણ સમાંતરે રીતે મળવા પામી રહ્યો છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાક્ષાત કરવાની દીશામાં ડીપીએ-કંડલાને દેશનુ હાઈડ્રોજન હબ બનાવવા ટીમ સુશીલકુમાર કટિબદ્ધ છે, ૧પ૦ એમટીના કીર્તીમાન સિદ્ધ કર્યા બાદ હવે આગામી સમયમાં ૧૭પ મેટ્રીક ટન કાર્ગો લક્ષ્યાંક હાંસલ કરી દેખાડીશું, જહાજના બર્થીગ વેઈટીંગ પીરીયડ ઘટાડવા પર કામ ચાલી રહ્યુ છે, હાઈડ્રોજન પ્લાન્ટ, તથા ડીપીએ-કંડલાની ક્રીક બહાર અલગથી સ્ટેટ ઓફ ધી આર્ટ પોર્ટ વિકસાવાની દરખાસ્ત કરી દેવાઈ છે, ડીપીએ-કંડલાની કાર્ગો હેન્ડલીંગ ક્ષમતામાં વધારો કરવાની દીશામાં સંઘભાવનાથી સૌને સાથે લઈને વિવિધ મુદ્દે મહત્વકાંક્ષી પ્રકલ્પો પર કામ ચાલી રહ્યુ છે, જેના પરીણામો ચોકકસથી જોવા મળશે, કેન્દ્રીય શીપીંગ મંત્રી સર્વાનંદ સોનવાલજીના માર્ગદર્શન તળે ગ્રીન હાઈડ્રોજન હબ કંડલાને બનાવવામા પણ નિર્ણાયક પ્રક્રીયા વેગવાન બનેલી છે. આ બધો જ યશ મહદઅંશે ચેરમનશ્રી સુશીલકુમારસીંગની દીર્ઘદ્રષ્ટી, આગવી કોઠાસુઝ અને કર્મશીલ છબીને જ આભારી છે. તેઓ માત્ર કાગળ પર રોડમેપ નથી બનાવતા પરંતુ તેની સચોટ અક્ષરસ અમલવારી પણ કરી જ દેખાડે છે.
દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ઓથોરીટીએ તાજેતરમાં જ કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રમાં ૧પ૦ મેટ્રીક ટનનો કીર્તીમાન સ્થાપિત કરી અને ઈતિહાસ રચ્યો છે. વર્ષ ર૦ર૪-રપમાં આ સિદ્ધી પ્રાપ્ત કરવા બદલ ડીપીએ કંડલા પ્રશાસન અને ચેરમેન શ્રી સુશીલકુમાર સીંગની સમગ્ર ટીમ પર અભિનંદન વર્ષા થવા પામી ચુકી છે. આખાય દેશમાં કાર્ગો હેન્ડલીંગમાં ૧પ૦ એમટીનો કીર્તીમાન મેળવી અને ટીમ ડીપીએ ચેરમેન શ્રી સુશીલકુમારે કચ્છ-કંડલા-ગુજરાત અને ભારતનું નામ વિશ્વ કક્ષાએ વધુ એક વખત ઉન્નત શીરે ઉંચુ કરી દેખાડયું છે. ૧પ૦ ટનનો અતિ પડકારજનક કાર્ગો હેન્ડલીંગનો લક્ષ્યાંક સિદ્ધ કરનાર ડીપીએના વર્તમાન ચેરમેન દ્વારા ડીપીએને દેશ-દુનીયાનું નંબર વન પોર્ટ બનાવવાનો સંકલ્પ દર્શાવી અને ડીપીએ-કંડલામાં કેવા કેવા પ્રકારે કઈ કઈ સુવિધાઓ, મહત્વકાંક્ષી પ્રકલ્પો, કરોડોના નવા નવા પ્રોજેકટ, માળખાગત સુવિધાઓ વિકસાવાઈ રહી છે જેનો રોડમેપ પણ ચેરમેનશ્રી સુશીલકુમારના વિજનને જ આભારી કહી શકાય તેમ છે. તેઓના કાર્યકાળ દરમ્યાન સૌથી વધુ મહત્વપૂર્ણ જે વાત સામે આવી રહી છે તે ડીપીએ-ના પ્રશાસન અને વહીવટમાં પારદર્શિતા આવવા પામી ગઈ છે. કોઈ પણ પ્રકારના ટેન્ડર હોય કે અન્ય કોઈ પ્રક્રીયા તેમાં પ્રમાણિકતા અગ્રેસર રહેવા પામી રહ્યા છે. તેઓ ખુદ વિવિધ પ્રકારના વિકાસ કામો પર બારીકાઈથી નજર રાખી રહ્યા હોવાથી હવે ડીપીએ-કંડલામાં અધિકારીઓ જરા સહેજ પણ ખોટું કરવા પહેલા ૧૦૦ વખત વિચાર કરતા થઈ ગયા હોવાનો પણ વર્તારો સંકુલમાં જોવાઈ રહ્યો છે. ડીપીએ કંડલાએ ચેરમેનશ્રી સુશીલકુમારના ટુંકા કાર્યકાળમાં જે રીતે નવા વિકાસને આંબવાનું શરૂ કરી દીધુ છે તે જોતા ચેરમેનશ્રી સુશીલકુમાર અને તેમની કાર્યપદ્વતિને સંકુલમાથી ઉમળકાભેર આવકાર પ્રાપ્ત થવા પામી રહ્યો છે.

Comments