કચ્છ યુનિ.માં કર્મચારી ભરતીની તપાસનું ફીંડલું? રીપોર્ટ-અહેવાલ કયારે? રહસ્યના તાણાં-વાણાં..!
પાંચ પદો પર થયેલી ભરતી પ્રક્રીયામાં નિયમોની ઐસીતૈસી કરાયાની ફરીયાદ બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગે તપાસ સમીતીની કરી હતી રચના : તપાસ સમીતી યુનિ.માં સબંધિતોને સાંભળી પણ ગઈ, પણ હજુ સુધી અહેવાલ મામલે કોઈ જ ગતિવિધીઓ ન દર્શાતા ઉઠી રહ્યા છે સવાલો
યુનિ.ના નિમયિત કુલસચિવ(રજિસ્ટ્રાર)ની નિમણુક પ્રક્રીયા પણ આટોપી લેવાઈ, બોમમાં નામ નકકી કરી ઉચ્ચ શીક્ષણ વિભાગને મોકલી દેવાયુ, ઉપરાંત હજુ સુધી સત્તાવાર જાહેરાત કેમ નહી? : શું રજીસ્ટ્રારની નિમણુકમાં પણ લાયકાત વિનાનાની કોઈ ગોઠવણીઓ-લાગવક માટેના ખેલ પડાઈ રહ્યા છે કે કેમ? કચ્છને મળેલી સ્વતંત્ર યુનિ. હજુ કયાં સુધી રેગ્યુલર રજિસ્ટ્રાર વિના જ ચાલશે?
ગાંધીધામ : કચ્છ જિલ્લાની પ્રજાને ઘર આંગણે પોતીકું ઉચ્ચ શિક્ષણ મળે તે આશયથી જેની રચના થવા પામી હતી તે કચ્છ યુનિવસિર્ટી આજે એકવીસ વર્ષની યુવા થઈ ગઈ છે પણ ગુણવત્તા જાળવવા અને સુધારવાના બદલે અનિયમિતાઓ, વહીવટી ગેરરીતીઓથી આ યુનિવસિર્ટી અકાળે
વૃદ્ધ થવાપામી ગઈ હોય તેવો વર્તારેા જોવા મળી રહ્યો છે. કર્મચારીઓની ભરતી અને બઢતીના પ્રશ્નો અહી જટીલ બનતા જોવા મળી રહ્યા છે.
દરમ્યાન જ થોડા સમય પહેલા જ આ યુનિવસિટીમાં કરવામાં આવેલી ભરતી પ્રક્રીયાની સામે અનેકવિધ સવાલો ઉભા થવા પામ્યા હતા. અંગુલીનિર્દેશો થયા હતા. જે ભરતી પાંચ પદોની કરાઈ છે તેમાં નિયમોને નેવે મુકી દેવાયા હોવાનો આક્ષેપ કરાયો હતો. ર૦રપમાં થયેલી આ ભરતીમાં કેવા કેવા નિયમોને નેવે મુકવામા આવ્યા છે તેને લઈને માધ્યમોમાં પણ અહેવાલો સામે આવવા પામ્યા હતા. જે બાદ આ સમગ્ર પ્રકરણમં ગુજરાત સરકાર ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સમીતીની પણ રચના કરવામા આવી હતી અને તે સમીતી કચ્છ યુનિ.માં રૂબરૂ આવી અને સૌને સાંભળી પણ ગઈહતી. આ સમીતી દ્વારા તેનો તપાસ અહેવાલ હવે ઉચ્ચ શિક્ષણ હાઈકમિશનને સોપવામાં આવશે અને તે બાદ રીપોર્ટ આધારે ભરતી પ્રક્રીયામાં કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવી ધારણાઓ સેવાતી હતી.
પરંતુ સમગ્ર કેસમાં તપાસ આવી, પરંતુ તપાસ કમીટીનો અહેવાલ અનેક દીવસો વીતી ગયા છતા હજુ જાહેર ન થવા પામ્યો અથવા તો તેને અનુલક્ષીને કોઈ જ ફોડ હજુ સુધી પાડવામા આવી નથી. એટલે જે રીતે એક માન્યતા સેવાય છે કે, જયારે પણ કોઈ ઘટનાક્રમ કે ગેરરીતીઓ કે કૌભાંડોને કલીનચીટ આપી દેવી હોય તો થયેલા આક્ષેપોની સામે તપાસ સમીતીના ગઠનના ગતકડાઓ કરી દેવા જોઈએ.ર૦રપમાં કચ્છ યુનિ.માં પણ થયેલી ભરતી પ્રક્રીયાની તપાસ આવી પણ એના પરીણામની આજે પણ યુનીવસિટી સહિતના વર્તુળો રાહ જ જોઈ રહ્યા છે.
...........

Comments