Trending News
સ્થાનિક સમાચાર

કેગ ઓડીટમાં મોટી ક્ષતિનો અંગુલીનિર્દેશ : લીવ એન્ડ લાયસન્સની જમીનો મામલે ગાંધીધામ સંકુલની માર્કેટમાં બીજો ધડાકો : પુન : આંતરીક ઉહાપોહ

04 May

૭૦ એકર જમીનનો ડેવલપમેન્ટ પ્લાન બનાવો : એસઆરસીને કેન્દ્ર સરકારનો આદેશ





રોટરી સર્કલથી એરપોર્ટ રોડ-રાજવી ફાટક સુધીની જમીન પર લીવ એન્ડ લાયસન્સ પર આપેલી જમીનોમાં નીતીનિયમોની ઐસીતૈસી : કેગ એમપેનલ્ડ રીપોર્ટમાં ખુલાસો : કેન્દ્ર સરકાર દ્વારા આ જમીનો શ્રી સરકાર જમા કરાવવાના આદેશ વછુટયાની સંકુલમાં જામી ચર્ચા, જો કે, એસઆરસીના સત્તાવાર સાધનો દ્વારા અપાયેલી જમીનો જમા લેવાની વાત નહી પણ હવે પછીની જમીનો માટે ડેવલપમેન્ટ પ્લાન્ટ બનાવવાની સુચના મળી હોવાનુ મળી રહ્યુ  છે સમર્થન



ગાંધીધામ : કચ્છ માત્ર જ નહી પરંતુ ગુજરાતભરમાં જે મહાનસંસ્થાનુ નામ પ્રતિષ્ઠાની દ્રષ્ટીએ મોખરે રહેવા પામી રહીછે તેવી એસઆરસી દ્વારા હજુ તો સંકુલમાં લીઝ રદ મામલેની આપેલી નોટીસથી હડકંપની સ્થિતી સર્જાયેલી છે ત્યાં તો સંકુલની આંતરીક બજાર અન ેવર્ગમાં બીજા મોટા ભુંકપ આવી રહ્યા હોવાનો ગભરાટ ફેલાવવા પામી રહ્યો હોવાની સ્થિતી સર્જાવવા પામી રહી છે.
આ બાબતે ગાંધીધામ સંકુલની જમીન માર્કેટમાંથી આંતરીક રીતે ચર્ચાતીવિગતો અનુસાર   એસઆરસી જેવી મહાનસંસ્થામાં તાજેતરમાં જ કેગ એમપેનલ્ડ ઓડીટ થવા પામ્યુ હતુ અને તેનો રીપોર્ટ જમા કરાવી દેવાયો હતો. આ રીપોર્ટમાં કેવી કેવી ક્ષતીઓ સામે આવવા પામી છે તેના પર  પડદો જ પડેલો રહ્યા બાદ હવે અચાનક જ એક મોટી વાત સામે આવવા પામી રહી છેી. કહેવાય છે કે, લીવ એન્ડ લાયસન્સના ધોરણે રોટરી સર્કલ પાસેના મહાકાય કોમ્પલેક્ષથી માડી અને રાજવી ફાટક સુધી તથા રામબાગ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા માટા મોટા પ્રતિષ્ઠોમાં જમીન ફાળવણીમાં ચુક થઈ હોવાથી આ તમામ જમીનો પરત મેળવો, શ્રી સરકાર કરો તેવો આદેશ શીપીંગ વિભાગ તરફથી એસઆરસી જેવી મહાનસંસ્થાને મળવા પામયો હોવાનુ ચર્ચાવવા પામી રહ્યું છે. જો આમ થાય તો સંકુલની જમીન માર્કેટમાં બીજો મોટો ભુકંપ જ આવ્યો કહેવાઈ શકે તેમ છે. કારણ કે આ પ્રકારની શરતો આધારે અપાયેલી જમીનોમાં મોટા મોટા કામ્પલેક્ષ, સિનેમા ઘરો, બાઈક-કારના શોરૂમો ઉપરાંતના કોમ્પલેક્ષ આવી જાય છે. 
જો કે, બીજીતરફ આ બાબતે એસઆરસીના સુત્રોથી વાત કરતા તેઓએ કહ્યુ હતુ કે, કેગ ઓડીટમાં જે કવેરિઝ આવી છે પરંતુ તેમાં એમ જણાવાયું છે કે, લીઝ એન્ડ લાયસન્સના મામલે અત્યાર સુધીમાં જે ૩૦ એકર જમીનમા અપાઈ ગઈ છે તે ભલે અપાઈ ગઈ પરંતુ હકીકતમાં હવે ૭૦ એકર જમીન હજુય છે પડતર છે તેને લઈને એસઆરસી એક ડેવલપમેન્ટ પોલીસી બનાવે , તે પ્રોપર ચેનલ મારફતે સરકારને દરખાસ્ત મોકલાવે અને સરકારની મંજુરી બાદ તે ડેવલપમેન્ટ પ્લાન અનુસાર તે જમીનો આપે તો વધારે ઉચિત કહેવાશે. પ્રોપર ચેનલ એટલે કે, એસઆરસી તેમના બોર્ડમાં ૭૦ એકર માટેની ડેવલપમેન્ટ પોલીસી તૈયાર કરે, બોર્ડમાં મુકે અને ડીપીએ કંડલા મારફતે શિપીંગ મંત્રાલય-કેન્દ્ર સરકારને દરખાસ્ત રજુ કરે , જે મંજુર થયા બાદ હવે બાકીની જમીનો પર આગળની કાર્યવાહી કરવાની રહેશે તેમ જણાવ્યુ હતુ.


..........



અબ આ રહા હે ઉંટ પહાડ કે નીચે : ગદ્વારના 
પાપનો ધડો ફુટવાનો થયો શરૂ : કેટલાનો લેશે ભોગ?




કરીયાણાની દુકાનની જેમ મહાન સંસ્થાનું આડેધડ મનસ્વી રીતે સંચાલન કરનાર ગદ્વારને હવે ધોળા દીવસે તારા જોવાના આવી રહયા છે વારા..! : કેન્દ્ર સરકાર, ડીપીએના ચેરમેનશ્રી 
કડક અને તટસ્થ આવી ગયા, અને મહાન સંસ્થાના જીએમશ્રી પણ જમીન નીતીના તજજ્ઞ, 
નિષ્ણાંત આવી જતા હવે ગદ્વારની ગાજરની પીપુડીઓ વાગતી થઈ બંધ



ગાંધીધામ : ગાંધીધામ સંકુલના વિકાસના દુશ્મન સમાન ગદ્વાર લાંબા સમયથી પોતાની મનસ્વી નીતીરીતીઓ ચલાવતો ફરતો રહ્યો હતો. અતી પ્રતિષ્ઠીત અને મહાનસંસ્થાને કરીયાણાની દુકાનની જેમ આ ગદ્વાર ચલાવતો હતો. પરંતુ હવે આ ગદ્વારના પગ તળે એક પછી એક મોટા તપાસ રેલાઓ અને તેના કૌભાંડો તથા કુર્કમો ધડાધડ ખુલવા પામી રહ્યા હોય તેવી સ્થિતી સર્જાવવા પામી રહી છે. ગદ્વારના ઈશારે જેઓ એ પણ ભ્રષ્ટ ગતીવીધીઓ આચરી છે તેઓ પણ હવે આ ગદ્વારની સાથેસાથમુસીબતમા મુકાવવા પામી જશે. લીવ એન્ડ લાયસન્સ બેઝના આધારે જે જમીનો અપાઈ છે તે જમીનોમા પણ કેગ રીપોર્ટમાં મોટો ખુલાસો હવે થવા પામી ગયો છે. આમા સંકુલના ઘણા મોટા મોટા આગેવાનોની જમીનો આવી જાય છે. હવે આજમીન સરકારમા જમા કરાવવાની થાય તો અનેક ઉહાપોહ થઈ શકે તેમ છે. અને હકીકતમાં આ પછીની જમીનો સરકારે ડેવલપમેન્ટ પોલીસી બનાવવાનો આદેશ આપી દીધો હોય તો આ પણ અગાઉ આપેલી જમીનોનું શું? તે પ્રશ્ન તો આવીને ઉભો રહેશે જ.હવે ગદ્વારનો પાપનો ઘડો ભરાયો છે અને તે ફુટવાનો પણ શરૂ થવા પામી ગયો છે એમ દેખાય છે. હવે ગદ્વારની અગાઉ વાળી રીંગણા લઉ બેચાર, લઈ લોને ચાર-પાંચ વાળી નીતી હાલતી બંધ થવા પામી રહી છે તે આ બધી તપાસ અને કડક આદેશો પરથી જોવા મળીરહ્યુ છે. 


...........

Comments

COMMENT / REPLY FROM