Trending News
સ્થાનિક સમાચાર

ફુલેકાબાજ ટીમ્બર વેપારી મુકેશ ગુપ્તાના ગાંધીધામના સાગરીતો કોણ કોણ?

03 May



(ઈકોનોમીક ઓફેન્ડર વીંગ)ની તવાઈ બાદ સ્થાનિકે પણ અમુક લેભાગુ વેપારીઓમાં આંતરીક ગભરાટ


સિંગાપોરના નાગરીક મુકેશ ગુપ્તાની દિલ્હીમાથી ઈડબલ્યુઓ વિંગ દ્વારા ધરપકડ કરાઈ છે ત્યારે સ્થાનિકે પણ ઉઠયા છે તરેહ તરેહના સવાલ : બોગસ-ડમી દસ્તાવેજો મારફતે ૧૦ કરોડની મુકેશે આચરી હતી છેતરપીંડી : અહી સવાલ એ થાય છે કે, મુકેશ ગુપ્તાને બોગસ દસ્તાવેજો બનાવવામા ંમદદ કોણે કરી? બીલ ઓફ લેન્ડીંગ, એલસી સહિતઓમાં ગાંધીધામ-કંડલામાં મુકેશના સ્થાનિકના મદદગારો કોણ-કોણ રહ્યા હતા?’



શું ગાંધીધામમાં ટુંકા ભુકાળમાં જ હવે બીજા વ્યકિતની સામે પણ ઈડી તળે કાર્યવાહી થશે? ગાંધીધામ ઝુલેલાલ મંદીરના પ્રમુખ દર્શનભાઈ ઈશરાણીનો ભાઈ રામલો હજુ કરોડોના કેસમાં ઈડીની કાર્યવાહીથી માંડ બહાર આવ્યો જ છે, ત્યાં હવે મુકેશ ગુપ્તા ઈડીના સાણસામાં આવશે કે શું? : સંકુલમાં જામી ચર્ચા




ગાંધીધામ : જે રીતે વિજય માલ્યાએ દેશની અરબોની તિજોરીને ફટકો પહોચાડયો હતો તે જ રીતે ગાંધીધામ સંકુલનો પણ વિજય માલ્યા સમાન ફુલેકબાજ શખ્સ ટીમ્બરનો વેપારી મુકેશ ગુપ્તા આંતરરાષટ્રીય ટીમ્બર કૌભાંડમાં એજન્સીઓના સાણસામાં આવી જવા પામ્યો છે. દિલ્હી પોલીસે ૧૦ કરોડના છેતરપીંડી કેસમાં આ શખ્સની ધરપકડ કરી લીધા બાદ હવે મુકેશ ગુપ્તા પર ઈડબલ્યુઓ વિંગ દ્વારા આગળની કાર્યવાહી તપાસ તેજ કરવામા આવી છે. 
દિલ્હીની તિહાર જેલનો મહેમાન બનેલ મુકેશ ગુપ્તા ગાંધીધામ સંકુલમાં પણ કઈક લોકોના કરોડોના ફુલેકા ફેરવી ચુકેલ છે. બેંકોના પણ ઉઠમણા મુકેશ ગુપ્તાએ કર્યા હોવાનુ ચર્ચાય છે. તેની પ્રોપર્ટીઓ પણ બેંકે જપ્ત કરી લીધી છે. તે વચ્ચે જ હવે આ ઠગબાજ ગાંધીધામના વિજય માલ્યા મુકેશ ગુપ્તા પર બોગસ શીપીંગ દસ્તાવેજો તથા ડમી બીલ ઓફ લેન્ડીંગ બાબેતનો આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઈડબલ્યુઓની વિંગ દ્વરા આ આતંરરાષ્ટ્રીય ટીમ્બર કૌભાંડનામુખ્ય સુત્રધારની સામે વિવિધ કલમો તળે કેસ નોધાયો છે અને તેની પણ અલાયદી છાનબીન હાથ ધરવામા આવી રહી છે.એમરોઝ 
સિંગાપોર પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ગુપ્તાની છેતરપિંડી, બનાવટી, ગુનાહિત વિશ્વાસ ભંગ અને ગુનાહિત કાવતરાના આરોપસર ૈંઁઝ્રની અનેક કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.ચૌધરી ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. (ઝ્ર્‌ૈંઁન્) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો હતો, જે ગુપ્તાના લાંબા ગાળાના વ્યવસાયિક ભાગીદાર છે, જેમણે ન્યુઝીલેન્ડથી લાકડાની આયાત માટે તેમની 
પેઢી સાથે કરાર કર્યો હતો.ઇન્ડિયન બેંક, સિંગાપોર દ્વારા લેટર્સ ઓફ ક્રેડિટ (ન્ઝ્ર) દ્વારા ચુકવણી કરવામાં આવી હતી. જોકે, પાછળથી એવું બહાર આવ્યું કે ગુપ્તાએ ખોટા બિલો રજૂ કર્યા હતા અને માલ મોકલવામાં આવ્યો હોવાનો ખોટો દાવો કરવા માટે બેંકમાં શિપિંગ દસ્તાવેજો બનાવટી બનાવ્યા હતા. દિલ્હીમાં બેંક ઓફ ઈન્ડિયાની સીપી શાખામાં મોકલવામાં આવેલા બનાવટી દસ્તાવેજોના 
પરિણામે આશરે ૧૦ કરોડ રૂપિયાની રકમ છૂટી થઈ હતી. હાલમાં જયારે મુકેશ ગુપ્તાની સામે આ પ્રકારની લાલઆંખ ભરી કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે ત્યારે હવે અહી સવાલ થવા પામી રહ્યો છે કે, મુકેશ ગુપ્તાને મદદગારી કરનારા કોણ કોણ છે? ગાંધીધામની જ પેઢી આકેસમાં ફરીયાદી રહી છે અને તેમની સાથે ૧૦ કરોડનો ફ્રોડ તદન બોગસ દસ્તાવેજો, શીપીંગ ડોકયુમેન્ટસ તથા ફેકબીલ ઓફ લેન્ડીંગ અહી રજુ કરવામા અવ્યા હતા ત્યારે આ બધાયમાં મુકેશને મદદ કોણે કોણે કરી હતી? હવે એ પણ તપાસ થવી જોઈએ. 



................


અર્ણવ શિપીંગ-ગાંધીધામ સહિતનાઓની શું રહી છે ભુમિકા?



ગાંધીધામ : એશિયા મેરીટાઇમ પેસિફિક લિમિટેડ, અર્ણવ શિપિંગ પ્રા. લિ. અને વેરો ઇન્શ્યોરન્સના નામ અને સીલનો ઉપયોગ કરીને નકલી શિપિંગ અને વીમા દસ્તાવેજો બનાવવાનો સમાવેશ મુકેશ સામે થયેલી કાર્યવાહીની ફરીયાદમાં દર્શાવાય છે. કોઈ વાસ્તવિક માલ મોકલ્યા વિના ભારતીય બેંકો પાસેથી એલસી સામે કપટપૂર્વક ચૂકવણી મેળવી શકાય તેવુ ગતકડું મુકેશે આચર્યુ હતુ. ત્યારે આ અર્ણવ શિપીંગ સહિતનાઓની ભુમિકા આ કેસમાં શું રહી છે તે પણ હવે ઘનિષ્ઠ તપાસનો વિષય બની રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM