Trending News
સ્થાનિક સમાચાર

-તો મુંદરામાં MHO ના નામે ડિઝલ દાણચોરીનું અમદાવાદના કમલના પીઠબળથી ગાંધીધામનાસીએચએ નું કરોડાનું ખુલે કૌભાંડ..?

03 May

સ્થાનિક કસ્ટમ નહી ઉચ્ચ એજન્સી આદરે કડક-તટસ્થ તપાસ


-
માઈક્રો હાઈડ્રાકાર્બન ઓઈલ દર્શાવી અને તેની આડમાં પ્યોર ડિઝલની દાણચોરીનું મુંદરાથી લઈ ગાંધીધામ-કંડલા-ભચાઉ-સામખીયાળી-અમદાવાદ સુધીમાં ફેલાયેલ ડીઝલ-બાયોડીઝલ સ્મગલીંગનો ધમધમે છે મોટું નેટવર્ક



આ કમલ નામની પેઢી પર મુંદરામાં આજથી છ-સાત વર્ષ પહેલા પણ ડીઆરઆઈ સહિતનાઓે રેઈડ પાડી હતી, તે વખતે ગાંધીધામનો સીએચએ રેઈડમાં હતો બાતમીદાર, આ વખતે ગાંધીધામનો સીએચએની કોઈએ કરાવી દીધી છે દવા..!



ખાટલે મોટી ખોટ : મુંદરામાં પાંચ હજાર કરોડથી વધુનું એમએચઓનું ધમધમે છે કૌભાંડ, અમદાવાદના કમલ નામની અલગ અલગ પેઢીઓ ધરાવનારા તથા રાજકીય રીતે સીધી જ વગ વાળાની સાથે રહી ગાંધીધામના સીએચએ દ્વારા મંગાવાઈ રહ્યા છે મોટા મોટા વેશલ્સ, જે કન્ટેનરો પકડાયા છે તે તો ધંધાકીય હરીફાઈનું કારણ છે, એજન્સીઓની સતર્કતા કે કડકાઈ અહી કયાંય દેખાતી નથી, એજન્સીઓ માટે તો બગાસા ખાતુ પત્તાસુ જ છે..! 



ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના જ બે મોટા પોર્ટ કચ્છમાં પણ કાર્યરત છે. આ બંદરો પાછલા અમુક સમયથી ચર્ચામાં જ રહે છે. તે વચ્ચે જ મુંદરા બંદર પર ગલ્ફના દેશોમાથી આવી રહેલા માઈક્રો હાઈડ્રા કાર્બન (એમએચઓ)દર્શાવી અને તેની આડમાં બાયોડિઝલ-પ્યોર ડિઝલ દાણચોરીયુકત રીતે મોટી માત્રમાં સેકડો થોકબંધ કન્ટેઈનરોમાં મોટા મોટા મહાકાય વેશલ્સમાંકન્સાઈનમેન્ટ મંગાવી અને ઠાલવવામા આવતા હોવાની એક ચોકકસ મોટી હાઈપ્રોફાઈલ સિન્ડીકેટ સર્ક્રીય બનેલી હોય તેવા ઘટનાક્રમો એક પછી એક ખુલવા પામી રહ્યા છે.
દરમ્યાન જ મુંદરામાં ગલ્ફથી આવેલા અને એમએચઓ ડીકલેર કરેલા ર૦થી વધુ જેટલા કનટેઈનરોને મુંદરા એસઆઈઆઈબી વિગ કસ્ટમની ટુકડીએ અટકાવી તપાસ શરૂ કરી દીધી છે. તેના સ્પેશ્યલ સેમ્પલીંગના ઓર્ડર પણ નીકળી ચુકયા છે. 
આ તપાસ થઈ રહી છે ત્યારે એમએચઓની આડમાં ડીઝલની દાણચોરીની મોડસ ઓપરેન્ડીને બખુબી અને ખુબજ નજીકથી જોનારા જાણકારો કહી રહ્યા છે કે, જો સ્થાનિક કસ્ટમ ઉપરાંત ઉચ્ચ એજન્સીને આ કેસની તપાસ સોપવામા આવે તો મુંદરામાં એમએચઓના નામે ડીઝલ દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થવા પાી જાય તેમ છે. આ કોઈ બે-પાંચ સો કરોડ નહી હજરો કરોડનો મોટેા દેશવ્યાપી કૌભાંડ અહીથી છત્તુ થવા પામી શકે તેમ છે. વાત કરીએ વર્તમાન સમયે જે કન્ટેઈનરો પકડાયા છે તેની તો આ પ્રકરણમાં અમદાવાદની કોઈ મોટી રાજકીય વગ ધરાવતી કમલ નામની પેઢી ધરાવતી પાર્ટીના મુખ્ય દોરીસંચારથી મંગાવાયેલા હોવાનુ મનાય છે. જો ઉચ્ચ એજન્સી તપાસ કરશે તો અમદાવાદના આ કમલનામની પેઢીઓ વાળી પાર્ટીથી લઈ અને ગાંધીધામના સીએચએ સુધીના આયોજનબદ્ધ રીતે આ કૌભાંડને અંજામ આપતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે, રાજકીય મોટી વગ ધરાવતો કમલ ડીઝલના ઓર્ડરો મુબઈથી મેળવે છે અને ગલ્ફથી એમએચઓના નામે ડીઝલથી અહી ઠાલવી દેવાની બધી જ ગોઠવણીઓ કરવાની જવાબદારી ગાંધીધામના સીએચઅ જેવાઓને આપી દે છે. આ કમલ-ે ગાંધીધામના સીએચએઆણી ટોળકીનું ખુબજ મોટા પ્રમાણમાં ડીઝલ દાણચોરીનું નેટવર્ક ધમધમી રહ્યુ હોવાનુ મનાય છે. અમદાવાદ વાળા કમલના કન્સાઈનમેન્ટ પર કાર્યવાહી તો થાય છે, પરંતુ તે રાજકીય વગ ઉપયોગ કરી લે છે અને સેટીંગ કરાવી લે છે જયારે ગાંધીધામનો સિએચએ કસ્ટમથી લઈ અને બીજા બધા જ અધિકારીઓની સાથે મુંબઈમાં રહેલા એક કેપ્ટનના જોરે બધુ જ મોટી મોટી રકમો ધરી અને  સંકેલા કરાવી દેવામા માહેર છે. ગાંધીધામનો સિએચએ ના આથી પહેલા પણ મુંદરામાં મંગાવાયેલા વેશલ્સમાં પણ આ જ રીતની તપાસ એજન્સીઓ ત્રાટકી હતી, તેના પણ સેમ્પલો દિલ્હી મોકલી અપાયા હતા, પરંતુ હજુ સુધી કાર્યવાહી શું કરવામા આવી તેની કોઈ જ ફોડ પાડવામા નથી આવી! હાલમાં જે કન્ટેઈનરો અટકાવાયા છે તેમાં પણ આવું જ કઈ ન રંધાઈ જાય તે જોવુ ખુબજ હિતાવહ બની રહેશે.




......................


મોટી રાજકીય ઓથ ધરાવતો કમલ હોશિયારી સાથે દાણચોરીને આપે છે અંજામ


ગાંધીધામ : જાણકારો કહે છે કે અમદાવાદમાં કમલ પેટ્રોલીયમ, કમલ ટ્રેડીંગ જેવી અલગ અલગ પેઢીઓના નામ ધરાવતો મુખ્ય સુત્રધાર મુંદરામાથી ડીઝલ દાણચોરીના ધંધાને બખુબીથી હોશીયારીથી અંજામ આપી રહ્યો છે. કહેવાય છે કે, ગાંધીધામના ચારેક સીએચએને રાખ્યા છે હાથમાં, એકને મુકીને બીજાને કમલ આપતો રહે છે કામ, મુંબઈથી જેવો ડીઝલનો ઓર્ડર આવે એટલે કમલ ગાંધીધામના ચારેક સીએચએ સહિતઓની સાથે જ હેન્ડલીંગની રકમમાં તમામ સેટીંગનો સોદો પાક્કો કરી લેતો હોય છે. તેમાં બધુ જ આવી જાય. અધિકારીઓથી માંડી સૌ કોઈના સેકસન સહિતનું આ શખ્સોએ મેનેંજ કરી આપવાનું રહે છે.





.....................


કાગળ પર ઝોનમાં દર્શાવે એટલે ગ્રીન ચેનલ જ બની જાય.!


કાસેઝમાં એમએચઓ કાગળ પરજ દર્શાવાયો છેઃ
પલટી પ્રથા જ કારણભુત હોવાનો ઘટસ્ફોટ .!

કાસેઝમાં તો કાયદેસર રીતે જ સપ્લાય કરાય છે એમએચઓ, અમુક ફેટકરીઓ-યુનિટને જનરેટર સહિતના માટે હોય છે જરૂરીયાત : હકીતમાં મુંદરાથી કાસેઝ વચ્ચે માલ પલટી કરવાનો હોય છે પેંતરો : પલટી મારવા વાળી ગાડીઓ ચોકકસ અને સિલેકટેડ જ હોય છે, ઉપરાંત રજામાં કે અંધારામાં જ થાય છે હેરફેર


મુંદરા-કંડલા કસ્ટમ આરઆઈએફડી સીલ(કસ્ટમનો સીલ) લગાવાવની પ્રથા કેમ નથી કરતી ફરજીયાત લાગુ? જો કસ્ટમનો સીલ ફરજીયાત થઈ જાય તો વાહન કયા જઈ રહ્યુ છે તે સહિતની જીપીઆરએસ મારફતેની માહીતીઓ બેઠે બેઠે અધિકારીઓ મોનીટર કરી શકે, ઉપરાંત કસ્ટમનો સીલ હોય તો ડુપ્લીકેટ સીલ પણ તોડવા-લગાવવા મુશ્કેલ નહી અશકય જ બની રહે..!




ગાંધીધામ : મુંદરામાં અટકાવાયેલા કન્ટઈનર કાસેજમાં આવી રહ્યા હોવાનુ દર્શાવાયુ છે ત્યારે જાણકારો કહે છે કે તે તો માત્ર કાગળ પર જ દર્શાવાયુ છે, હકીકતમાં તો પલટી પ્રજા જ આ કાંડમાં કારણભુત હોઈ શકે છે. આ બાબતે ચર્ચાતી વિગતની વાત કરીએ તો ગલ્ફથી મુંદરામાં એમએચઓના નામે પ્યોર ડિઝલ મંગાવી તેને કાસેઝમાં લઈ જવાતો હોવાનુ દર્શાવાયુ છે. પરંતુ અહી સૌ કોઈને સવાલ એ જ થાય છે કે ઝોનમાં આવતા કન્ટેઈનર અટકાવાવનું કારણ શુ? અહી તો લીગલી એમએચઓ પ્રોસેસ માટે લાવી જ શકાય છે. અહી તો કેટલાક યુનિટ જ એમએચઓને નિયમ અનુસાર લાવી મેન્યુફેકચરીંગ પણ કરવાની પરવાનગીમેળવેલા જ છે. કેટલીક ફેકટરીઓ-યુનિટને જનરેટર સહીતના સેટને સપ્લાય કરવામા આવે જ છે. જાણકારો કહે છે કે, મુંદરામાં જે કન્ટેનર અટકાવાયા છે તે કાસેઝમાં આવી રહ્યા હોવાનુ માત્ર કાગળ પર જ દર્શાવાયુ છે. હકીકતમાં તો તેને પલટી જ મારી દેવાની ગોઠવણીઓ કરાઈ હશે. મુંદરાથી નીકળેલ માલ રસ્તામાં જ પલટી મરાઈ જાય, ડીઝલ ડમ્પ થઈ જાય તેવી ચેનલ ગોઠવેલી હોવી જોઈએ. 

 

Comments

COMMENT / REPLY FROM