માંડવી ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
રૂા.પ૪.૩૬ લાખની ૭પપ ચો.મી. જમીન દબાણ મુક્ત કરાવાઈ
માંંડવી : સરકારી જમીન પરથી અનધિકૃત દબાણ હટાવાની ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે માંડવી રૂરલ વિસ્તારના સરકારી, સિટી સર્વે અને નેશનલ હાઈવે હસ્તકની જમીન પર કોમર્શિયલ હેતુ માટે ગેરકાયદેસર કરાયેલ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણકર્તા શખ્સોને દબાણ હટાવી લેવા નોટીસ અપાઈ હતી.
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન તથા મુંદરા પ્રાંત અધિકારીના સુપરવિઝન હેઠળ મામલતદાર માંડવી, સિટી સર્વે સુપ્રિ., નાયબ મામલતદાર, પીઆઈ માંડવી અને પીજીવીસીએલની ટીમની હાજરીમાં ર૬ જેટલી દુકાનો રૂપી દબાણ તોડી પાડી રૂા.પ૪.૩૬ લાખની કિંમતની ૭પપ ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી તેવું મુંદરા પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
---------------

Comments