આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અંતર્ગત સહકારી સંસ્થાઓ દ્વારા કચ્છના ધાર્મિક સ્થળો ખાતે સફાઈ કરાઈ
ભુજ : આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજ્ય સરકારની ખાસ સુચના હેઠળ ગુજરાતના સ્થાપના દિવસે કચ્છ જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા કચ્છમાં વિવિધ ધાર્મિક સ્થળો ઉપર સફાઇ અભિયાન હાથ ધરાયું હતુ. કચ્છ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) મેઘા અગરવાલના માર્ગદર્શન હેઠળ કચ્છની મહત્વની તમામ સહકારી મંડળીઓ- જિલ્લા સંઘો- બજાર સમિતીઓ- દુધ સંઘ (સરહદ ડેરી) - વગેરેએ આ કામગીરીમાં યોગદાન આપ્યુ હતુ. કચ્છ જિલ્લામાં તાલુકા કક્ષાએ બજાર સમિતિઓ તથા સહકારી ખરીદ વેચાણ સંઘોના ઉપક્રમે સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, ડાયરેક્ટરો, સભાસદો, કર્મચારીઓ અને ગ્રામજનોની હાજરીમાં ધાર્મિક સ્થળો ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભુજ તાલુકામાં ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કચ્છ જિલ્લા સહકારી સંઘ લિ., ભુજ અને કચ્છ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિ. - ભુજ દ્વારા નાગેશ્વર મહાદેવ મંદિર - ભુજ, શિવ મંદિર - રાયધણપર અને કામનાથ મહાદેવ મંદિર, ભુજ ખાતે, અંજાર તાલુકામાં અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને અંજાર તાલુકા સહકારી ખ.વે. સંઘ લિ. દ્વારા દાદાવાડી મંદિર - અંજાર, અંબાજી મંદિર, સંતોષી માતા મંદિર, કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે, ભચાઉ તાલુકામાં ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મોમાય માતા મંદિર, મોટી ચિરઈ ખાતે, રાપર તાલુકામાં રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને રાપર તાલુકા સહકારી ખ.વે. સંઘ લિ. દ્વારા લાલેશ્વર મહાદેવ મંદિર તથા ત્રિકમ સાહેબ વિરડો મંદિર, રાપર, નાગેશ્વર મહાદેવ મંદિર, શીતળા માતાજી મંદિર, દિપડિયા હનુમાન મંદિર ખાતે, મુન્દ્રા તાલુકામાં મુન્દ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આશાપુરા માતાજી મંદિર, પ્રાગપર ચોકડી ખાતે, માંડવી તાલુકામાં માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સત્સંગ આશ્રમ - માંડવી ખાતે, નખત્રાણા તાલુકામાં નખત્રાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને નખત્રાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રામેશ્વર મહાદેવ મંદિર તથા રામદેવપીર મંદિર, નખત્રાણા ખાતે, અબડાસા તાલુકામાં કોઠારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પીંગલેશ્વર મહામદેવ મંદિર ખાતે સફાઈ કરાઈ હતી.
-----

Comments