ડ્રગ્સ જોઈએ છીંએ, કયાંય જવાની જરૂર નથી, ગાંધીધામ વિસ્તારમાં પહોચીં જાવ, જોઈશે તે વેરાયટી મળશે ?
કયા ભ્રષ્ટ ખાખીધારીઓનો કાળીની ડ્રગ્સ ટોળકી પર છે ૪ હાથ ?
સવારે ૭થી રાત્રીના ૧ર વાગ્યા સુધી ગાંધીધામની લોહાણા મહાજન વાડી પાસેના ખુણામાં, શિવમંદીરવાળી ગલીમાં કાળી-તેનો દીકરો અને પાંચ શખ્સોની ટોળકી જોઈએ તે પ્રકારના નશાના માદક પદાર્થોનો બેરોકટોક કરી રહ્યા છે ધૂમ વેપલો : મુકલાની કેબિન પર મોડીરાત સુધી ચરસનો થાય છે ધુમ વેપલો
શવાજી પાર્કની બહાર શૌચાલયમાં સિકંદર ટીનએજ-શાળાના બાળકોને ગાંજો-ડોડા-દારૂની લગાડી રહ્યો છે બેફામ લત્ત : આ વિસ્તારમાં ચારથી વધુ શાળાઓ આવેલી છે : પોલીસ તો કુંભકર્ણી નિંદ્રામાં છે, માવતર દાખવે જાગૃતી, નહી તો યુવાન બાળકો બરબાદીના ખપ્પરમાં હોમાઈ જતા વાર નહી થાય
ગાંધીધામમાં બાંગલાદેશીઓ આ બેનામ ગેરકાયદેસર ધંધો કરે છે
માલ લઇને અમુક બકાલાવાળાને આપતા હોવાની છે
ગાંધીધામ : એકતરફ પૂર્વ કચ્છના જાબાંજ એસપીશ્રી નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન ચલાવી રહ્યા છે અને માદક પર્દાથોનો ધંધો કરનારાઓ પર ધડાધડ લાલઆંખ ભરી કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે બીજીતરફ ગાંધીધામ શહેરમાં જ વિવિધ વેરાયટીઓના માદક પદાર્થો ખુલ્લેઆમ વેંચાઈ રહ્યો હોવાની ચકચાર સામે આવવા પામી રહી છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો સંકુલમાં જાણકારો કહી રહય છે કે, ગાંધીધામ સંકુલમાં ડ્રગ્સ જોઈએ છે, શું જોઈએ છે? ગાંજો, લીકવીડ ગાંજો, એમડી ડ્રગ્સની પડીકીઓ જે જેાઈએ તે કાળી અને તેના દિકરાની ગેંગ બેફામ પણે માંગો ત્યારે આપી રહી હોવાની સ્થિતી સર્જાયેલી છે. આ અંગે અંતરંગ વર્તુળોમાથી સામે આવતી વિગતો અનુસાર જો ગાંધીધામ માં તમે રહો છો તમને તમારા બાળકો માટે ડ્રગ્સ ખપે છે ચિંતા નહીં કરો અમુક પલળેલા ખાખીધારીઓની મેહરબાની થી તમને સવારે ૭ થી રાત ના ૧૨ સુધી ડ્રગ્સ મળશેે. આવી જાઓ ગાંધીધામ ના શિવ મંદિર વાડી ગલીમાં અને લોહાણા મહાજન વાડી ના ખૂણામા. તમે માંગશો તે ભાવ અનુસારનો અને તમે કહશો તેવી વેરાયટીઓ અને માંગશો તેટલા પ્રમાણમાં મળી રહેશે. કહેવાય છે કે, અહી કારી તેનો દીકરો અને તેની ૫ જાણ ની ગેંગ બધા જ પ્રકારનાડ ડ્રગ્સનો વેપલો કરી રહ્યા છે. વધુમાં કહેવાય છે કે, ગાંધીધામ ખાતે લોહાણા મહાજન વાડીની આસપાસમાં પાણીના પરબની આજુબાજુમાં પોઈન્ટ ઉભો કરાયે છે. ગાંધીધામ ની યુવા પેઢી બરબાદ થઈ રહી છે સ્કૂલ ના બાળકો ને પણ જબરદસ્ત લત લાગી ગયી છે. જાણકારો કહે છે કે આ ડ્રગ્સ ફોલ્ડર કારીનો સ્ટોક પાણીમાં પરબની આજુ બાજુમાં કયાંક રાખે છે. બીજીતરફ મૂકલા ની કેબિન માં મોડી રાતે તમને ચરસનો માગશો તેટલો જથ્થો મળવા પામી રહે છે. તો વળી કારીનો દીકરો શિવ મંદિર વાડી ગલીમાં બેફામ વેચાણ કરતો હોવાનુ ચર્ચાય છે. રવિવારે તો અહી મોટા પ્રમાણમાં લાઈનો લાગે છે. જાણકારો કહે છે કે કાળીના ૪ બોડીગાર્ડ લોહાણા મહાજન વાડી અને એની બાજુ માં શૌચાલય માં ઉભા રહી બાઇક માં આવતા જતા ડ્રગ્સ માંગનારને માલ કરે છે સપ્લાય.આ મામલે જાણકારો કહી રહ્યા છે કે જાગૃત નાગરીકે અગાઉ અનેકવિધ વખત આ બાબતે વિગતવાર ફરીયાદ કરી છે. પરંતુ એ ડિવિઝનના અમુક પલળેલા તત્વોની મીઠીનજર હેઠળ ચાલતા આ અડ્ડાઓ બંધ થવાનુ નામ જ નથી લેતા. જાણકારો કહે છે કે ફરીયાદ થાય એટલે પોલીસ નામ પુરતી આવે, કાળીને લઈ જાય અને બે જ કલાકમાં આ કાળી અને તેના મળતીયાઓની ગેંગ ફરીથી ત્યાનો ત્યાં જ ડ્રગ્સનો ધંધો ચાલુ કરી દે છે. આ કાળી કેટલી ફાટીને ફુલેકે ગઈ છે તે કહેત ફરે છે કે, મારી જયા ફરીયાદ કરવી હોય તયા કરો, મારો કોઈ વાળ પણ વાંકે નહી કરી શકે, હું અહી જ ડ્રગ્સનો વેપલો કરૂ છુ અને અહી જ કરતી રહીશે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે, શિવાજી પાર્ક આસપાસના શૌચાલયમાં સ્કુલના બાળકોને કેબિનમાં સિકંદર ડ્રગ્સની પકડીઓ ઉપરાંત ગાંજો, ડોડા, દારૂ બધુ જ સપ્લાય કરી રહ્યો છે. આ વિસ્તારમાં ચારથી વધુ શાળાઓ આવેલી છે. ટીન એજ વાળા બાળકોની અહી મોટી લાઈન જોવા મળી આવતી હોય છે. સિકંદર તેમને દારૂ-ગાંજાની લત્ત લગાડી રહ્યો છે. આ બાબતે વેળાસર કડક કાયૅવાહી થવી જોઇએ.
..............
પૂર્વ્ કચ્છ એસઓજી હાઈવે સુધી ત્રાટકે છે, પરંતુ ઘરઆંગણે
કેમ નથી દેખાતો ચરસ-ગાંજા-ડ્રગ્સનો મસમોટો અડ્ડો?
ગાંધીધામ : ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં એ ડીવીઝન વિસ્તારમાં મોટાપાયે અલગ અલગ પ્રકારના નશાનો કારોબાર ધુમ ધમધમી રહ્યો છે, ત્યારે જાણકારો કહી રહ્યા છે કે પૂર્વ કચ્છ એસઓજીની ટીમ તો ઠેર-ઠેર હાઈવે પરથી પણ નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન તળે પકડી રહી છે તો પછી તેઓને ગાંધીધામ શહેરનો છડેચોક જે ડ્રગ્સનો ખુબ મોટાપાયે વેપલો થવા પામી રહ્યો છે તે કેમ નથી દેખાતો? અહી કેમ કાર્યવાહી કરવામાંઆવતી નથી? એ ડીવીઝનના અમુક બની બેઠલા ખાખીધારીઓ તો કયાંક ને કયાંક આવા ડ્રગ્સના ફોલ્ડરીયાઓ પર મહેરબાન લાગી રહ્યા છે પરંતુ એસઓજી અહી કાર્યવાહી ન કરતી હોવાથી ઉઠી રહ્યા છે સવાલે?
...........
આ રહ્યા ડ્રગ્સની વેરાયટી અને તેના ભાવનો એકસ-રે
ગાંધીધામ : ચરસ ડોડો ર૦૦ રૂ. ર૦ ગ્રામ - સુકો ગાંજો ૪૦૦ રૂપીયા પોટલી - મેગ્નીફાઈડ લીકિવીડ ગાંજો ૮૦૦૦ રૂ.માં પ૦ ગ્રામની પોટલી(કાતર સાથે આપશે)
..........

Comments