Trending News
સ્થાનિક સમાચાર

નાના ગરીબોના નહી, ગુંડાછાપ-મોટા જમીન-ખનીજ માફીયાઓના દબાણો પહેલા દુર કરો : અબડાસા ધારાસભ્યશ્રી

02 May

પ્રદુમનસિંહ જાડેજાની પ્રજાવાત્સલ્યતાના ફરી દર્શન






અધિકારીઓ ચુંટાયેલા પ્રતિનિધિઓની વાત સાંભળતા નથી, ન કરવાના કામો કરે છે અને કરવાના કામો પર ધ્યાન આપતા નથી : પ્રદુમનસિંહ જાડેજા : ગૃહમંત્રી, રાજય સરકાર સમક્ષ ઘટતું કરવા રજુઆતો કરી છે, જરૂર જણાશે તો સોમવારે રૂબરૂમાં પણ સરકાર તબક્કે અવગત કરવામાં આવશ : નખત્રાણામાં દબાણ હટાવ ઝુંબેશ આવશે તો નાના ધંધાથીઓની આજીવિકા છીનવાઈ જશે ધારાસભ્ય  : પુનઃ એક વખત ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને દબાણ હટાવો ઝુંબેશ મુલતવી રાખવા ભલામણ કરાઈ



નખત્રાણા : હાલ નખત્રાણામાં દબાણ હટાવ ઝુંબેશનું ભૂત ધૂણી રહ્યું છે અનેક નાના મોટા દબાણકારોને તંત્ર દ્વારા નોટિસો પાઠવાતી હોય છે અને ૪૮ કલાકમાં હટી જવા માટે સૂચના અપાઈ છે, જેમાં નાના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. આ બાબતે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ફરી એક વખત મુખ્યમંત્રીને પત્ર લખી તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ પત્રથી નાના ધંધાર્થીઓને પરેશાન ન કરવામાં આવે એવી ભલામણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેમના વિસ્તારમાં દબાણો હટાવવાની જે નોટિસો આપેલ છે જે સરકારી જમીન ઉપર નાના ગરીબ માણસો જેઓના બીપીએલમાં પણ નામ નથી, તેવા નાના લોકો કાચા પાકા મકાનો કે ઝૂંપડાઓ બનાવીને રહે છે. તેમજ અમુક માલધારીઓ જે પશુઓ માટે વડીલો પાર્જિત વાળાઓ ધરાવે છે, તે પશુપાલકો અને અમુક લોકો નાની મોટી કેબીન ચાની લારી કે હોટેલ, લોજ વગેરે કરીને માંડ માંડ ધંધો રોજગારી મેળવી રહ્યા છે તે હકીકત છે ત્યારે નખત્રાણા વિસ્તારમાં કોઈ રોડ રસ્તા આરોગ્ય વિશે શૈક્ષણિક હેતુ વગેરે માટે કોઈ જમીનોનો ઉપયોગ કરવાનો નથી કે કોઈ વિકાસનું કામ કે કોઈ ડેવલપમેન્ટ કરવાનું આયોજન નથી અને કોઈને કંઈ અડચણરૂપ પણ નથી તેવા ગરીબ અને નાના લોકોના દબાણો હટાવવાનું કોઈ કારણ રહેતું નથી 
ઉપરાંત શહેરો અને મહાનગરપાલિકા વિસ્તારોમાં જમીનો કીમતી છે ત્યાંની અને અહીંયાની પરિસ્થિતિ પણ જુદી છે આમ ગામડાઓથી શહેરોની પરિસ્થિતિ અલગ હોય છે અહીં બોર્ડર વિસ્તાર છે રોજગારીના સહેજ ધાંધા છે, માટે જો અહીં આવું કરવામાં આવશે તો ના છૂટકે આ વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે તેમજ એક બાબત ખાસ જણાવવાની કે જો આ દબાણ કહેવામાં આવે છે તો અમારે તો જેમ પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી જ ગામો રેવન્યુમાં ચડેલા નથી તો શું આ આખે આખા ગામોના દબાણમાં ગણવા વગેરે આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો. તદુપરાંત વિશેષમાં કે જે મોટા ગુનેગારો છે અને પ્રજા તેમનાથી ત્રસ્ત છે તેવા ગુનેગારોનું દબાણ હટાવવાનું વ્યાજબી છે, પરંતુ કોઈ વ્યક્તિ પર વર્ષો અગાઉ નાની મોટો કેસ હોય અને હાલે કોઈ કેસ બાકી ન હોય અને કેશો પૂરા થઈ ગયા હોય એવા હાલે સારી રીતે સામાજિક જીવન ગુજારી રહ્યા હોય તેવા લોકોને નોટિસો આપી કે દબાણ હટાવીને માનસિક ત્રાસ આપવો પણ યોગ્ય નથી અને વ્યાજબી નથી તેમ જ ખાસ જણાવવાનું કે મોટા ખનીજ ચોરો છે જેઓની ખનીજ ચોરી બંધ કરાવવામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તે બંધ કરાવો અને જ્યાં મોટા મોટા બિલ્ડરો અને ભુમાફિયાઓ બિલ્ડીંગો બનાવીને દબાણો કર્યા છે તે જમીનો ખુલી કરાવવી જરૂરી છે. તેમજ મોટા મોટા ઉદ્યોગોને અને ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ ફોરેસ્ટની જમીનોમાં પણ ઉદ્યોગ દ્વારા મોટાપાય દબાણો કરવામાં આવી રહ્યું છે તે ખુલ્લું કરાવવું જોઈએ. ત્યારે જે હોશિયાર માણસો છે તેવા લોકો તો આવી સરકારી જમીનો પાસ કરાવીને વેચી પણ નાખે છે પણ સમજુ અને નાના માણસો છે તેવા લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. માટે કીડીના ચોરને ૩૦૨ અને હાથીના ચોરને ૩૦૨ ત્યારે કોઈક નાના માણસની મજબૂરીઓ પણ સમજવાની પણ આપણે કોશિશ કરવી જોઈએ અને આના માટે થોડું મંથન કરવું જોઈએ. માટે હાલમાં સરકાર દ્વારા અબડાસા વિધાનસભા વિસ્તારમાં કોઈ ડેવલપ થવાનું ન હોય અને કોઈ નવું પ્લાનિંગ પણ કરવાનું નથી તો ખોટી રીતે નોટિસો આપીને લોકોને માનસિક ત્રાસ ન આપવામાં આવે અને જ્યારે કોઈ વિકાસનું કામ કરવાનું હશે ત્યારે અમે સાથે રહીને દબાણ હટાવવા તંત્રને સાથ સહકાર આપીશું તેમ જ અમુક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે નાના માણસોને ટાર્ગેટ કરે છે. નાના માણસોને કનડગત કરવી એ કામગીરી ન કહેવાય. અધિકારીઓ પણ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે સૌ કોઈ જાણે છે ત્યારે અધિકારીઓ દ્વારા મારા વિસ્તારમાં જે વિકાસના કામો મંજુર થયેલ છે અને મિટિંગો થઈ ચૂકી છે તેવા કામો પૂર્ણ કરવા પણ ધ્યાન આપવામાં આવતું નથી અને ન કરવાના કામો કરવામાં આવે છે જે બાબતે મારી સખત નારાજગી છે અને એક એ બાબત પણ નોંધનીય છે કે લોકોની મજબૂરી અમે ન સાંભળી અને અમારી રજૂઆત તમે ન સાંભળો તો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કોઈ મતલબ નથી થતું. ઉપરાંત અમુક લોકો જે આરટીઆઇના નામે વારંવાર ખોટી રીતે લોકોને બ્લેકમેલ કરવાના ઇરાદાથી સાચી ખોટી અરજીઓ કરીને દબાણો દૂર કરવા રજૂ કરતા હોય છે તેની પણ ખરાઈ કરવી જોઈએ. 
આમ ઉપરોક્ત બાબત ધ્યાને રાખીને તેમજ સ્થાનિક ગામડાઓની પરિસ્થિતિ જાણીને મનોમંથન કરીને તેમજ નાના માણસોની રોજીરોટી સામે જોઈ માનવીય અભિગમ દાખવીએ આપણા વિસ્તારમાં નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓમાં તાત્કાલિક અસરથી હાલ પુરતી દબાણ હટાવ ઝુંબેશ મુલતવી રાખવા માટે ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતનાઓ સમક્ષ ધારદાર રજૂઆતો કરી હતી.
------------------------------

Comments

COMMENT / REPLY FROM