ગાંધીધામના બહુચર્ચિત ટીમ્બર વેપારીની આંતરરાષ્ટ્રીય લાકડા કૌભાંડમાં સિંગાપોરમાથી ધરપકડ
દિલ્હીમાં ૧૦ કરોડ રૂપિયાની આદરી હતી ગેરરીતી : ગઈકાલે દબોચી લેવાયો : વધુ ખુલાસાઓ થશે
ગાંધીધામમાં પણ કઈક વેપારીઓને તથા બેંકોને ચુનો ચોપડનાર મુકેશ ગુપ્તા આવ્યા સાણસામાં : મુકેશ ગુપ્તાએ અંદાજીત પ૦૦ કરોડનું કરી દીધું છે ઉઠમણું : તેની ગાંધીધામ સ્થિતી પ્રોપર્ટી અને યુપી બરેલી સ્થિતી કચેરી-પ્રોપર્ટી ટાંચમાં લેવાઈ ચુકી હોવાની છે ચર્ચા
ગાંધીધામ : ન્યુઝીલેન્ડથી ભારતમાં લાકડાના સપ્લાય સાથે સંકળાયેલા ૧૦ કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય કૌભાંડના સંદર્ભમાં ૬૭ વર્ષીય સિંગાપોર નાગરિક મુકેશ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે બુધવારે જણાવ્યું હતું. OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) કાર્ડધારક ગુપ્તા પર મેસર્સ ચૌધરી ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે છેતરપિંડી કરવાનો આરોપ હતો. નોધનીય છે કે આ મુકેશ ગુપ્તા ગાંધીધામ-કંડલા સંકુલમાં પણ ટીમ્બર ઉદ્યોગમાં બહુચર્ચિત નામ રહ્યું છે. પહેલા જે કેસમાં તેની ધરપકડ કરવામા આવી હોવાનુ કહેવાય છે તેની જો વાત માંડીએ તો CTIPL ની ફરિયાદ બાદ જુલાઈ ૨૦૨૨ માં કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે મેસર્સ એમરોઝ સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડનું પ્રતિનિધિત્વ કરતા મુકેશએએ લાકડાના સપ્લાય માટે કરાર કર્યો હતો. જોકે, બેંકમાં બનાવટી બિલ ઓફ લેડિંગ અને નકલી શિપિંગ દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા હતા, જેના કારણે ૧૦ કરોડ રૂપિયા છૂટા થયા હતા, છતાં કોઈ શિપમેન્ટ થયું ન હતું.અધિકCP (EOW) અમૃતા ગુગુલોથના જણાવ્યા અનુસાર, તપાસમાં પુષ્ટિ મળી હતી કે જહાજના માલિક, એજન્ટ અને વીમા કંપની સાથે ચકાસણી દ્વારા BL નકલી હતા. મુકેશ ગુપ્તાએ તબીબી સમસ્યાઓનો હવાલો આપીને પૂછપરછ ટાળી હતી, પરંતુ આખરે ૨૨ એપ્રિલના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ખોટા દસ્તાવેજો બનાવટી કર્યા હોવાનું અને લેટર્સ ઓફ ક્રેડિટ સામે છેતરપિંડીથી ચૂકવણી સુરક્ષિત કરવા માટે કંપનીના નામ અને સીલનો દુરુપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકારની કાર્યવાહીની ચર્ચા સંકુલમાં થવા પામતા આ મુકેશ ગુપ્તા અગાઉ અહીથી અંદાજીત પાંચસો કરોડનો ચુનો વિવિધ પાર્ટીઓ તથા બેકોને ચોપડી ચુકયો હોવાનુ ચર્ચાવવા પામી રહ્યુ છે અને ગાંધીધામ ઓસ્લો સ્થિત ઉપરાંતની તેની પ્રોપર્ટી તથા યુપી બરેલીમાં પણ તેની ઓફીસ સહિતની સંપત્તીઓ બેંકોએ ટાંચમા અગાઉ લઈ ચુકી હોવાનુ પણ ચર્ચાવવા પામી રહ્યું છે. ટીમ્બર વ્યવસાય સાથે સંકળાયેલા એક મોટા બહુચર્ચિત વ્યકિતની ધરપકડ થવા પામતા આ રીતે ટીમ્પર ક્ષેત્રમાં છેતરપીંડી કરનારા તત્વોમાં પણ ફફડાટ ફેલાવવા પામ્યો છે.
..........

Comments