મુંદરામાં MHO કન્ટેઈનરમાં તપાસ તેજ : ખાસ સેમ્પલીંગ માટેના આદેશો વછુટયા..!
લેબમાં સેટીંગ ન થઈ જાય તે જોવુ જરૂરી..! : SIIB બને સચેત
ગલ્ફથી એમએચઓ ડીકલેર કરી અને પ્યોર ડિઝલની દાણચોરીની આશંકાએ અટકાવાયા છે કન્ટેઈનર : માત્ર એક નહી, ચારથી વધુ સેમ્પલો મેળવો, ક્રોસ રેન્ડમલી સેમ્પલો કરો સેન્ડ :
કસ્ટમ એસઆઈઆઈબીની કડકાઈથી દાણચોર ટોળકીમાં ફફડાટ
ગાંધીધામ : યુએઈથી આવેલા કન્ટેઈનરોને મુંદરા બંદર પર ત્રણેક દીવસથી અટકાવી રાખ્યા બાદ હવે કસ્ટમ વિભાગની એસઆઈઆઈબી બ્રાંચ એકશનમાં આવી જવા પામી ગઈ હોવાના અહેવાલો સબંધિત વર્તુળોમાથી પ્રાપ્ત થવા પામી રહ્યા છે.આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર યુએઈથી એમએચઓ એટલે કે હાઈડ્રોકાર્બન દર્શાવી અને પ્યોર ડીઝલ મોટા પ્રમાણમાં ઠલવાતુ હોવાની આશંકાઓ પાછલા કેટલાક સમયથી સામે આવતી જ રહી છે. દરમ્યાન જ ગત બે-ચાર માસથી મુંદરામાં મોટા કન્સાઈનમેન્ટને અટકાવી અને તેની તપાસ પણ આદરાઈ રહી છે. તે વચ્ચે ત્રણેક દિવસ પહેલા જ મુંદરા બંદર પર ર૦થી વધુ જેટલા કન્ટઈનરો જે એમએચઓ ડીકલેર કરેલા છે તે શંકાસ્પદ જણાતા બાજુ પર મુકાવી અને કસ્ટમ એસઆઈઆઈબી દ્વારા તપાસ શરૂ કરી દેવામા આવી છે. અને જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં સેમ્પલીંગ માટેના ખાસ આદેશો વછુટવા પામી ગયા છે. કસ્ટમની ભાષામાં જેને સ્પેશ્યલ સેમ્પલીંગ કહેવામા આવે છે. આ પ્રકારના સેમ્પલીંગ કરવાનુ કહેવામા આવતા સબંધિત દાણચોર ટોળકીમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થય છે.સ્પેશ્યલ સેમ્પલીંગની વાત કરીએ તો કન્ટેઈનરમાથી એક જ નહી પરંતુ અલગ અલગ રીતે ચારથી વધુ સેમ્પલો લેવાનો આદેશ કરવામા આવ્યો છે. એટલે તેને ક્રોસ ચેકીંગ માટે રેન્ડમલી સેન્ટ કરી શકાય. ક્રોસ સેમ્પલો અલગ અલગ લેબમાં મોકલવમા આવશે તો સંભવત લેબમાં સેટીંગ કરવુ પણ આ ડીઝલ દાણચોર ટોળકીને કપરૂ જ બની રહેશે. જો કે, કસ્ટમ એસઆઈઆઈબી વિંગે પણ ધ્યાન રાખવાની જરૂર છે કે, લેબમાં કોઈ પણ પ્રકારે સેટીંગ ન થઈ જાય. કારણ કે, આ પહેલા પણ આવા જ એમએચઓના કન્સાઈનમેન્ટમાથી સેમ્પલીંગ કરવામાં આવ્યા હતા પરંતુ તેના પરીણામો પણ કોઈ જ ઠોસ હજુ સુધી બહાર આવવા પામ્યા ન હોવાનુ સામે આવી રહ્યું છે. એટલે આ વખતે પણ લેબમાં કોઈ સેટીગ ન થાય તેની તકેદારી રાખવી જરૂરી બની રહી છે.

Comments