Trending News
સ્થાનિક સમાચાર

ભારતીય જૈન સંગઠન મહિલા વિંગના હોદ્દેદારો વરાયા 

01 May



ભુજ : ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ ભુજ દ્વારા સૌપ્રથમ કાર્યક્રમ ઈન્સ્ટોલેશન સેરેમની વિથ મ્યુઝિકલ હાઉઝીનું રિજેન્ટા રિસોર્ટ ખાતે આયોજન કરાયેલ હતું. શરૂઆત ચેતનાબેન શાહ અને મિલી મહેતા દ્વારા મંગલાચરણથી કર્યા બાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ પ્રવાસીઓની શ્રધાંજલિરૂપે ૨ મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બીજેએસ કચ્છ ચેપ્ટરના હોદ્દેદારો પ્રમુખ હિતેષભાઇ ખંડોલ, પૂર્વ અધ્યક્ષ ભૈરવીબેન શાહ, ઉપપ્રમુખ રાહુલભાઈ મહેતા, મહામંત્રીઓ કૌશલભાઈ મહેતા, નીરવભાઈ શાહ, મંત્રી રાજનભાઈ મહેતા, ભરતભાઈ મહેતા, મીનાબેન મહેતા, ભદ્રેશભાઈ દોશી સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ ગીતાબેન પારેખે સ્વાગત કરવા સાથે મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય, બધાં જ ક્ષેત્રમાં આગળ આવે તેવા કાર્યક્રમો કરવાની જાહેરાત કરી હતી. 
હિતેષભાઇ, ભૈરવીબેન અને ભરતભાઈએ જૈન સંગઠનમાં વધારેને વધારે સભ્યો જોડાય તે માટે આહવાન કર્યું હતું. સ્માર્ટ ગર્લ ના પ્રોજેક્ટ વિશે હિતેષભાઇ અને ભૈરવીબેન દ્વારા વિગતવાર માહિતી અપાઈ હતી. લેડીઝ વિંગના ૧૩ હોદેદારોની પિન દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની કરાઈ, જેમાં પ્રમુખ ગીતાબેન પારેખ, મહામંત્રી ફાલ્ગુનીબેન પારેખ, ઉપપ્રમુખ કાજલબેન ગાંધી અને પ્રીતિબેન શેઠ, મંત્રી મનીષાબેન મોરબીયા અને રચનાબેન શાહ, સંગઠનમંત્રી વૈશાલીબેન શાહ, સહમંત્રી સોનાલી મહેતા, મીરા શાહ, મિલી મહેતા, ખજાનચી સરલાબેન દોશી તેમજ સહખજાનચી નિશાબેન ખંડોલ, મયુરીબેન દોશીની નિમણૂક કરવામાં આવી હતી. હોદેદારોનું ઈન્ટ્રોડક્શન સોનાલી મહેતા અને મનીષા મોરબીયા દ્વારા કરવામાં આવ્યું હતું.  શિવમ ગઢવીએ પોતાના ગીતો સંભળાવ્યા અને સર્વે સભ્યોને અનોખી મ્યુઝિકલ હાઉઝી રમાડવામાં આવી હતી. સંચાલન રચનાબેન શાહ અને આભારવિધિ ફાલ્ગુનીબેન પારેખે કર્યું હતું તેવું સહમંત્રી મીલી મહેતાની યાદીમાં જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM