માધાપરમાં જખદાદાના લગ્ન આશિષ યોજના અંતગર્ત ત્રીજી કન્યાના લગ્ન યોજાયા
ભુજ : માધાપર જખબૌતેરા જૈન સંઘ સંચાલીત ૧પ૦થી ર૦૦ વર્ષ જુના પૌરાણીક જખ મંદિરમાં દર્શન કરવા માટે સમગ્ર કચ્છ અને કચ્છ બહારથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક જખદાદાની સેવા અને પુજન અર્ચન કરે છે. ખુબ જ ટુકાગાળામાં હરણફાળ ભરતી આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો નાત જાતના ભેદભાવ વગર કરવામાં આવે છે. જેનો જરૂરતમંદ લોકો બહોળી સંખ્યામાં લાભ લે છે.
માધાપર જખબૌતેરા જૈન સંઘ દ્વારા સામાજિક દાયિત્વ નિભાવવાના હેતુસર હિન્દુ સમાજના સામાન્ય ઘરના પરિવારો પોતાની વ્હાલસોયી દિકરીના લગ્ન માનભેર કરી શકે તે માટે જખદાદાના લગ્ન આશિષ યોજના થોડાક સમય પહેલા શરૂ કરવામાં આવી હતી. જે અંતગર્ત માધાપર દેનાબેન ખુમાણભાઈ રાઠોડની પુત્રી મૈત્રીના લગ્ન માધાપર મેઘબાઈ ભીમજીભાઈ સીજુના પુત્ર કિશન સંગાથે જખમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને દાતાઓ તથા સમાજની વિશાળ ઉપસ્થિતિમાં યોજાશે. સંઘના મેનેજીંગ ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યુ હતુ કે, અમારા વડી મુરબ્બી અનશનવ્રતધારી, જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલ મહાજનનું મામેરૂ યોજનાથી પ્રેરીત થઈ અમારા ટ્રસ્ટ દ્વારા આજથી ત્રણ મહિના અગાઉ જખ દાદાના લગ્ન આશિષ યોજના શરૂ કરવામાં આવી છે. યોજના અંતગર્ત સંસ્થા દ્વારા લગ્ન માટે હોલ, વરવધુને તૈયાર થવા માટે ર રૂમ, ચોરી મંડપ, મારાજ, બંને પક્ષે ૧પ૦ જણા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ હિન્દુ સમાજના પરિવારજનોઆ યોજના અંતગર્ત પોતાની દિકરીના લગ્ન કરાવી મોંઘા લગ્નની ચિંતામાંથી મુકિત મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યુ હતુ.
સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો, કબુતરને ચણ, કુતરાને રોટલા આપવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિના લોકો માટે સાદડી બેસણા માટે સંસ્થા દ્વારા નિઃશુલ્ક હોલ આપવામાં આવે છે. સાથે બાળકો માટે બગીચાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત ક.વી.ઓ. સમાજના વડીલો માટે માવતરનો મેળો યોજના શરૂ કરવામાં આવી છે. ઉપરાંત બહારથી કચ્છ ફરવા આવતા લોકાના ઉતારા માટે સ્વચ્છ અને સુુંદર આધુનિક સુવિધાઓથી સુસજજ રાહત ભાવે અતિથીગૃહની પણ સગવડ કરવામાં આવી છે. જખ દાદાના દર્શનાર્થે આવતા યાત્રિકોને શુદ્ધ સાત્વીક વ્યાજબી ભાવે ભોજન મળે તે માટે સંસ્થા દ્વારા કે.કે. શાહ ભોજનાલય લોકોની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે. અવાર નવાર વિનામુલ્યે મેડીકલ કેમ્પો તેમજ અન્ય સામાજીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. વિકલાંગ બાળકો માટે રહેવાની તથા જમવાની સગવડ અત્યંત રાહતદરે કરી આપવામાં આવે છે. રાષ્ટ્રહિતની લાગણીને ધ્યાનમાં લઈને દેશની રક્ષા કરતા વીર જવાનો પોતાના પરિવારજનો સાથે કચ્છ પધારે ત્યારે તેમના રહેવાની અને જવાની સગવડ વિનામુલ્યે કરી આપવામાં આવે છે.
લગ્નોત્સવ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી નરેશભાઈ શાહ, દાતા પરિવારના હંસાબેન તારાચંદભાઈ છેડા, જયોતિબેન ગીરીશભાઈ છેડા, જીજ્ઞાબેન જીગરભાઈ છેડા, સંસ્થાના કર્મયોગી પ્રવીણભાઈ સોની, હિતેશભાઈ ગજજર વિગેરે ઉપસ્થિત રહી નવદંપતિને ભેટ સોગાદ તથા સુખી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી.
જખ દાદા મંદિરમાં ખુબ જ ટુંકા સમયમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને મંદિરને તિર્થધામની ઉપમા આપીને સુશોભીત કરવામાં સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રવીણભાઈ નંદુ, ચીમનભાઈ ગમારા, નરેશભાઈ શાહ, શાંતિભાઈ નંદુ, વિનોદભાઈ નંદુ, કમલેશભાઈ સાવલા, અંજુબેન શાહ વગેરે જહેમત ઉઠાવીને લોક ઉપયોગી કાર્યો કરવામાં હંમેશા ચિંતીત હોય છે.
-----

Comments