સામખીયારી પોલીસ મથક હેઠળના શિકારપુર ઓપી અને સુરજબારી ચેક પોસ્ટ નુ બોર્ડર રેન્જ આઈજી ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું
રાપર :કચ્છ ના પ્રવેશદ્વાર કે જ્યાં થી દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર કચ્છ નો વાહનો દ્વારા આવન જાવન થાય છે એવા સામખીયારી પોલીસ મથક હેઠળના સુરજબારી ખાતે લોકભાગીદારી થી નૂતન પોલીસ ચેક પોસ્ટ કે જે વીસ લાખ ના અંદાજીત ખર્ચે બનાવવામાં આવેલ છે તે અને શિકારપુર પોલીસ આઉટ પોસ્ટ કે જે અંદાજે ચાલીસ લાખ ના ખર્ચે લોકભાગીદારી થી બનાવવામાં આવી છે તે બન્ને નુ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના હસ્તે ખુલ્લું મુકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ અંગે આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર એ જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં લોક ભાગીદારી થી પોલીસ આઉટ પોસ્ટ તથા પોલીસ મથક બનાવવા મા આવે છે જે લોકો અને પોલીસ ના સંયુક્ત રીતે સહયોગ થી બની રહ્યા છે લોકો ને સાયબર ક્રાઇમ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સહયોગ આપવા મા સુચના આપી હતી.લોકાર્પણ ના કાર્યક્રમ મા આઇજી ચિરાગ કોરડીયા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સામખિયાળી પીઆઈ વી.કે ગઢવી તથા અન્ય કોણ કોણ હાજર રહ્યા હતા સમગ્ર આયોજન સામખીયારી પીઆઈ વી.કે ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આમ પોલીસ અને ગામ લોકો ના સહયોગ થી વધુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે શિકારપુર આઉટ પોસ્ટ પર એક પીએસઆઇ તથા ત્રણ પોલીસ કર્મચારીઓ કાર્યરત રહેશે ઉપરાંત સુરજબારી પોલીસ ચેક પોસ્ટ પર રાઉન્ડ ઘ કલોક વાહન ચેકીંગ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે તેમ પીઆઈ વી.કે ગઢવી એ જણાવ્યું હતું

Comments