મુંદરામાં એમએચઓના નામે બેફામ ડીઝલ દાણચોરી : કસ્ટમે રોકેલા કન્ટેનરો તો પાસેરામાં પુણી સમાન.!
કસ્ટમતંત્ર મુળીયા ઉલેચશે કે પછી રાબેતામુબજ જ..ફીંડલુ વળશે?
અગાઉ પણ હાઈડ્રોકાર્બન મટીરીયલ્સ દર્શાવી અને પ્યોર ડિજલના ન માત્ર કન્ટેઈનરો બલ્કે ત્રણથી વધુ વેશલ્સ અટકાવાયા હતા, સેમ્પલીંગ પણ કરવામા આવ્યા હતા, પરંતુ જાણે કે તે બધાયમાં બધું જ સમુસુથરૂં પાર પાડી દેવાયુ હોય, તે રીતે જ સંકેલો કરી દેવાયો હતો
કન્ટેઈનર-કન્સાઈનમેન્ટ અટકાવાયુ છે, સેમ્પલીંગ કરાયા છે,નમુના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવાની કસ્ટમસુત્રોની રાબેતામુબજની વાગી રહી છે ટેબ
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના બે કચ્છમાં પણ કાર્યરત છે. તે પૈકીના મુંદરા બંદર પર પાછલા કેટલાક સમયથી હાઈડ્રોકાર્બન એમએચઓ ઓઈલના નામે પ્યોર ડીઝલની દાણચોરી કરવામા આવી રહી હોવાની ઘટનાઓ વિવિધ તપાસ સમીતીઓ દ્વારા અહી ત્રાટકીને ખુલ્લી પાડવામા આવી રહી છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર યુએઈથી એમએચઓ ડીકલેર કરી અને તેની આડમાં પ્યોર ડિજલ લોકલ માર્કેટમાં ઠાલવાવમા આવી રહ્યા હોવાની ગંભીર બાતમીઓ એજન્સીઓ પાસે જાણે કે પહોચતી હોય તેમ પાછલા બે-ચાર માસમાં એમએચઓને લઈને લાલઆંખ ધરતી કાર્યવાહી કરવામા આવી રહી છે. પાછલા બે માસમાં જ મુંદરામાં આવેલા કન્સાઈન્મેન્ટમાં ત્રણેક જેટલા વેશલ્સને અટકાવી અને તેમાંથી સેમ્પલો લેવામા આવ્યા હતા અને તેને ન કંડલા બલ્કે દિલ્હીની લેબમાં તે વખતે સેમ્પલીંગ મોકલી આપવામા આવયા હતા જેના રીપોર્ટ અહેવાલ હજુ સુધી આવ્યા નથી અને તે વચ્ચે જ ફરીથી પાછલા બે દીવસથી મુંદરા બંદર પર કસ્ટમ વિભાગ દ્વારા ર૦થી વધુ જેટલા
કન્ટેઈનરને અકાટાવી અને તપાસ હાથ ધરવામા આવી છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, મુંદરામાં કસ્ટમે જે પકડાયા છે તે કન્ટેઈનર તો પાસેરામં પુણી સમાન છે. અહી ખુબજ મોટા પ્રમાણમાં એમએચઓના નામે પ્યોર ડિજલની જ અયાત કરનારી ટોળકી કાર્યરત બનેલી છે.
કસ્ટમવિભાગ જો ઉંડી ઉતરશે તો એમએચઓના નામે ગાંધીધામ-મુંદરા-કંડલા સહિતના લોકલ તત્વોની મીલીભગતથી ચાલતા એક મોટા પ્રકરણ પરથી પડદો ઉચકાવવા પામી શકે
તેમ છે.
..................
કસ્ટમના નવનિયુકત કમિશ્નર નીતીન શૈની ગોર ફરમાવે :
તો ગાંધીધામ-કંડલા-મુંદરાના ડીઝલ દાણચોર ટોકળી ઝડપાય
ગાધીધામના સીએચએ ઉપરાંતના અન્યોના બેથી ત્રણ માસ પહેલા જ થોકબંધ કન્ટેઈનરો અટકાવી લેવાયા હતા સેમ્પલ : તે સેમ્પલીંગ બાદ શું કરાઈ કાર્યવાહી?
ગાંધીધામ : મુંદરા કસ્ટમના તટસ્થ અને કડક તથા સરકાર ફરજનિષ્ઠ કમિશ્નર શ્રી કે ઈન્જીયનર અહીથી બદલી થવા પામ્યા છે અને તેમના સ્થાને લુધીયાણા ડીઆરઆઈમાં એડીજી પદે સેવા બજાવી ચુકેલા નીતીન સૈનીને મુકવામા આવ્યા છે. તેઓએ તેમનો અહીનો કાર્યભાર સંભાળી લીધો છે. આવા સમયે જાણકારો કહે છે કે, કસ્ટમ વિભાગે જે રપ જટેલા એમએચઓના શંકાસ્પદ કન્ટેઈરનો દબોચ્યા છે ત્યારે નીતીન શૈનીજી ન માત્ર આ કન્સાઈન્મેન્ટ પુરતુ બલ્કે આ પહેલા બેથી ત્રણ માસ પૂર્વે જે વેશલ્સમાથી સેમ્પલો લઈ અને એમએચઓના નામે પ્યોર ડીઝલ આવ્યાની આશંકાઓ દર્શાવી હતી તે આખાય પ્રકરણની ખુદ જાત તપાસ કરાવી જોઈએ. તો એમએચઓના નામે ડીઝલ દાણચોરી કરનાર ગાંધીધા-કડલા સહિતની આખે આખી ટોળકીનો મોટો ખુલાસો થવા પામશે.
........................
કાસેઝ તરફ એમએચઓના નામે ડિઝલ દાણચોરોનો કેમ મંડાયો ડોળો?
ગાંધીધામ : એમએચઓ એટલે કે હાઈડ્રાકાર્બન દર્શાવી અને તેમાં પ્યોર ડિજલ દાણચોરી કરનારી ટોળકી મુંદરામાં મોટા પાયે કાર્યરત રહેલી હતી. અહી હાઈડ્રોકાર્બન દર્શાવી અને તેની સાથે જ પ્યોર ડિજલ જ કાઢી લેવામા આવતુ હતુ. પરંતુ આ વખતે જે કન્ટેઈનર અટકાવાયા છે તેમાં એજન્સીની આશંકા અનુસાર આ કન્ટેઈનરો કાસેઝમાં આવતા હતા. હકીકતમાં કાસેઝમાં આવા તત્વો કેમ કન્ટેઈનર લાવવા માંગતા હતા તે તપાસનો વિષય છે. કારણ કે, કાસેઝમાં તો અમુક યુનિટ છે તે એમએચઓ મેન્યુફેકચરીંગ સહિતનું કામ કરી રહ્યા છે એટલે કાસેઝ તરફ ડીઝલ દાણચોરોએ ડોળો માંડયો હોય તો એ પણ ઘનિષ્ઠ તપાસનો વિષય જ બની રહયો છે.

Comments