ભચાઉ કસ્ટમ ચોકડી પાસે વધુ બે અકસ્માત સર્જાયા
વાહનોમાંથી નમક ઢોળાતું હોવાથી અકસ્માત વધતા હોવાનું સામે આવ્યું : આરટીઓ અને પોલીસ ચૂપ
ભચાઉ : શહેરમાં કસ્ટમ ચોકડી પાસે અવાર-નવાર અકસ્માત સર્જાય છે. તેવામાં છેલ્લા બે દિવસ દરમિયાન વધુ બે ઘટના સામે આવી છે. જેમાં ટ્રેઈલર અને કાર ડિવાઈડરમાં ચડી ગયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે, અહીંથી તાલપત્રી વગર નમકના વાહનો પસાર થાય છે. જેમાંથી નમક ઢોળાતું હોવાથી અવાર-નવાર અકસ્માત થાય છે. લોધેશ્વર ચોકડી પાસે રોજ આરટીઓની ગાડી ઊભી હોય છે પરંતુ ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી નથી. ભચાઉમાં કસ્ટમ ચોકડી પર રોજ અકસ્માતો થતા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને પગલે લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે સવાલો ઉઠવા પામ્યા છે.

Comments