ભુજ પધારેલા રાષ્ટ્રીય નિરીક્ષકશ્રીઓ બને સાવધ : કચ્છમાં કોંગ્રેસનું નવસર્જન કરવુ હોય તો વાગડના વેચાઉ માલ જેવાઓને કરો દુર...!
કચ્છમાં પંજાનુ ધનોતપનોત સૌથી વધારે આ વાગડના વેચાઉ માલના સમયકાળમાં થયુ છે, ગ્રામ પંચાયતોથી લઈ અને લોકસભા-વિધાનસભા-સહકારી સંસ્થાઓ બધેય જ આ વાગડના વેચાઉ માલે સામેપક્ષે સેટીંગ કરી અને પંજાનો જનાધાર કચ્છમાં કરી દીધો સદંતર નબળો, ખુદના ગજવા કરી લીધા ગરમ, કયાંક ભાજપના આગેવાનો સાથે કર્યા ધંધાકીય સેટીંગ : જયારે જયારે કોંગ્રેસના ટોંચના મોભીઓ-આગેવાનો કચ્છ આવે એટલે તેમની આજુ-બાજુમાં યેન કેન પ્રકારેણ ગોઠવાઈ જઈ અને વાગડનો વેચાઉ માલ
પોતાને મોટો આગેવાનો બતાવી, ને જે-તે મોભીઓના નામે ચરી ખાતો ફરતો રહે છે..!
મુંદરામાં શકિતસિંહ જેવા પક્ષના રાષ્ટ્રીય કદાવર લોકસેવકને હાર ખમવાનો વારો કેમ આવ્યો? વાગડના વેચાઉ માલે સામેપક્ષે સોદાબાજીઓ કરી લીધી હતી એટલે જ તો મુંદરામાં રાષ્ટ્રીય નેતૃત્વ સમાન મોભીને હાર ખમવાની સર્જાઈ હતી સ્થિતી
માત્ર અને માત્ર પોતાના બે-ચાર કાંધીયાઓને જ ધંધાકીય સેટીંગ સામેપક્ષમાં કરી આપવામા રચ્યાપચ્યા વાગડના વેચાઉ માલથી પક્ષના સનિયર આગેવાનો થયા વિમુખ, સિનિયર-જાણકારો-તજજ્ઞોએ ધીમે ધીમે પક્ષમાં નિષ્ક્રીયતા વધારી દીધી, તો વાગડનો વેચાઉ માલ પોતાના આળતીયા મળતીયા બે-ચાર લોકોને જ મજબુત બનાવતો હોવાથી પક્ષનો સાચો-સનિષ્ઠ-મહેનતકશ યુવા કાર્યકર્તા પણ પક્ષથી થઈ ગયો દુર : રાષ્ટ્રીય નિરિક્ષકો આજે કચ્છમાં આવ્યા છે ત્યારે જુએ-વિચારે અને વાગડના વેચાઉ માલને પક્ષથી દુર કરે તો જ કચ્છમાં કોંગ્રેસનું નવર્સજન શકય બને
ગાંધીધામ : કચ્છ સહિત દેશભરમાં કોંગ્રેસના સંગઠનને પાયાથી જ મજબુત કરવાના ખાસ અભિયાનને દેશ સહિત ગુજરાતભરમાં કોંગ્રેસ હાઈકમાન્ડે શરૂ કર્યુ છે. રાહુલ ગાંધી ખુદ ગુજરાતનો ટુંકા ગાળામાં ત્રણ વખત પ્રવાસ ખેડી ગયા, સીડબલ્યુસીની બેઠકો પણ બે દીવસ અમદાવાદ મધ્યે યોજાઈ જવા પામી છે. હવે કોંગ્રેસને ફરીથી પાયામાથી જ બેઠી કરવાને માટે તથા ભાજપના એજન્ટ બની બેઠેલાઓને દુર કરી, કોગ્રેસને માટે વરસોથ લોહી રેડનારાઓને સંગઠનમાં તક આપવા ઉપરાંતની સ્પષ્ટ લાલઆંખ રાહુલ ગાંધી કરી ગયા હતા. સંગઠનને પુન જીવિત કરવાની દીશામાં આ બેઠકોમો રોડ મેપ પણ ઘડાઈ ગયો અને તે અનુસાર જ હવે કચ્છમાં પણ દિલ્હી હાઈકમાન્ડે સંગઠન ફેરફારોને લઈને નિમેલા રાષ્ટ્રીય નિરિક્ષકો આજથી કચ્છમાં આવી પહોચી રહ્યા છે. તેઓ ભુજમાં ધામા નાખ્યા છે અને કોંગ્રેસને નવસર્જન આપવાની દીશામાં હરકતો-કવાયતો-વ્યાયામ પણ શરૂ કરી
દીધો છે.
સંગઠન શ્રૃજન અભિયાનની દીશામાં આ તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે કચ્છનો તજજ્ઞ રાજકીય વર્ગ પણ કહી રહ્યો છે કે, કચ્છમાં આજે પણ કોંગ્રેસની ૪૦ ટકા જેટલી કમિટેડ વોટબેંક રહેલી છે, કોંગ્રેસની તરફેણ જ કરે છે, કોંગ્રેસની વિચારધારાને વળગેલી છે, પરંતુ કચ્છમાં પાછલા કેટલાક સમયથી વાગડના વેચાઉ માલ જેવા તત્વો એટલા હાવી બની ગયા કે કચ્છમાં જાણે કે તેઓએ પંજાનુ ધનોત પનોત જ વાળી નાખ્યુ છે. જે રીતે રાહુલ ગાંધીએ સીડબલ્યુસીની બેઠકમાં કહ્યુ તેમ વાગડનો વેચાઉ માલ ભાજપનો એજન્ટ જ બનીને અહી સેવારત રહ્ય હતો. કોંગ્રેસ કચ્છમાં કયારે પણ ન હોતી તેટલી નબળી આ વાગડના વેચાઉ માલના સમયમાં થઈ જવા પામી છે. વાગડના વેચાઉ માલ તરીકે પંકાયેલા શખ્સે કચ્છમાં ગ્રામ પંચાયતોથી લઈ અને લોકસભા કે વિધાનસભાની બેઠકો તમામમાં સામેપક્ષે ભાજપના ખોળે બેસી જઈ, પોતાના પક્ષના ઉમેદવારોની સોપારી જ લઈ લેવાના ધંધાઓ આદર્યા હોવાની વાતો સર્વવિદિત છે. આ વાગડના વેચાઉ માલે ચુંટણીઓમાં સામેપક્ષે સેટીગ કરી અને ખુદના જ ગજવા ગરમ કરે રાખ્યા છે.
બે દાયકા લગભગ લગભગ ર૦ વર્ષથી જે સહકારી સંસ્થા કચ્છમાં કોંગ્રેસના હસ્તક હતી તેને પણ આ વાગડના વેચાઉ માલે ભાજપ સાથે સેટીંગ કરી પોતે રોકડી કરી લઈ અને સામાપક્ષે તાસકમાં જ આપી દીધી છે. જયારે જયારે કચ્છમાં કોઈ મોટા આગેવાનો, કોગી નેતાઓ આવે એટલે તેમની પાસે આજુબાજુમાં આ વાગડનો વેચાઉ માલ ગોઠવાઈ જાય, ફોટાઓ પડાવી લે અને પછી તે નેતાઓ-મોભીઓના નામે પણ કચ્છમાં વાગડનો વેચાઉ માલ અલગથી ચરી ખાતો ફરતો હોય છે. હકીકતમાં વાગડના વેચાઉ માલને બધાય બરાબરના ઓળખી જ ગયા હોવાથી તેને કોઈ સ્થાન તો મળતુ જ નથી. તેને આવતો જ જોઈને બધાય કહેતા હોય છે કે, અરે આ વેચાઉ માલ કયાં આપણી બાજુમાં આવી ગયો? જાણકારો કહી રહ્યા છે કે, આ બધી જ બાબતે કોંગ્રેસના જે રાષ્ટ્રીય નિરિક્ષકો આજે ભુજ અને કચ્છ પ્રવાસે પધાર્યા છે તેઓએ ધ્યાન રાખવુ જોઈએ. અહી એ પણ નોધ જણાવાઈ રહી છે કે, મુંદરા જેવી બેઠકમાં કોગ્રેસના સનિષ્ઠ રાષ્ટ્રીય
નેતૃત્વ સમાન કદાવર નેતાને હાર ખમવાનો વારો કેમ આવ્યો? બધાય જાણે છે કે, વાગડના વેચાઉ માલે સામેપક્ષે સેટીગ કરી અને ખુદના ગજવા ગરમ કરી લીધા હતા અને મુંદરામાં પક્ષની આબરૂના ધજાગરા આ વાગડના વેચાઉ માલ થકી જ ઉડવા પામ્યા હતા. જો કોંગ્રેસ હાઈકમાન્ડ હકીકતમાં જ સંગઠન મોરચે નવ સર્જન લાવવા ઈચ્છતી જ હોય તો સૌ પ્રથમ તો વાગડના વેચાઉ માલ જેવાઓને પક્ષથી દુર કરવા જ ઘટશે. નહી તો રાષ્ટ્રીય ઓબર્જવર હોય કે પાર્ટી હાઈકમાન્ડ બધાયની મહેનત પર આ વાગડનો વેચાઉ માલ પાણીઢોળ કરતા વાર નહી કરે. તેનો ભુતકાળ એટલી હદે ખરડાયેલો છે કે, કચ્છમાં પંજાને નેસ્તનાબુદ કરવાની ભુંડી ભુમીકા કોણે સર્જી એ પુછો તો આ એક જ નામ સૌના મોઢે આવવા પામી જાય તેમ છે.

Comments